GSTV

ગણતંત્ર દિવસ પર ટીમ ઈન્ડિયાનો ધમાકો, 7 વિકેટથી ન્યૂઝીલેન્ડને હરાવ્યું

ટીમ ઈન્ડિયાએ ન્યૂઝીલેન્ડનાં ઓકલેન્ડનાં ઈડન પાર્ક ખાતે રમાયેલી બીજી વનડેમાં 7 વિકેટથી જીત દાખવીને રિપબ્લિક ડે પર દેશને ગિફ્ટ આપી છે. આ સાથે ટીમ પાંચ મેચોની ટી-20 સીરીઝીમાં 2-0થી આગળ છે. સીરીઝનો ત્રીજો મુકાબલો 29 જાન્યુઆરીએ હેમિલ્ટનમાં રમાશે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પાંચ મેચોની ટી-20 સીરીઝનો બીજો મુકાબલો ઓકલેન્ડનાં ઈડન પાર્ક મેદાન પર રમાઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા ઉતરી ન્યૂઝીલેંન્ડની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા અને ભારતને જીત માટે 133 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો. ત્યારે તેનાં જવાબમાં ટીમ ઈન્ડિયાએ 17.3 ઓવરમાં વિકેટ 3 ગુમાવીને 135 રન બનાવીને મેચ જીતી લધી છે. ટીમ ઈન્ડિયાનાં શરૂઆત સારી રહી નહોતીં. ભારતીય વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્મા ફક્ત 8 રન બનાવીને આઉટ થયો ત્યારે ભારતનાં 8 રને પ્રથમ વિકેટ પડી હતી.

ટીમ ઈન્ડિયાને રોહિત શર્મા અને કેએલ રાહુલની જોડીથી ઘણી સારી શરૂઆતની અપેક્ષા હતી. પરંતુ રોહીતે નિરાશ કર્યા હતા. આ મેચમાં ફક્ત 8 રન બનાવી ને આઉટ થઈને પેવેલિયન પરત ફર્યા હતા. ટીમ સાઉદીએ પ્રથમ ઓવરમાંજ ઝટકો આપ્યો હતો. ત્યાર પછી રાહુલ અને વિરાટની જોડી મેચને સંભાળી રહ્યા હતા. અને છઠ્ઠી ઓવરમાં ભારતને બીજો ઝટકો મળ્યો હતો. મેચની છઠ્ઠી ઓવરમાં સાઉદીનાં બોલ પર વિકેટની પાછળ કેચ આપીને વિકેટ ગુમાવી હતી.

શાનદાર ફોર્મમાં કેએલ રાહુલે ધમાકેદાર મેચ વિનિંગ રમી આ ઈનિગમાં 50 બોલમાં 57 રન બનાવ્યા હતા. 2 છગ્ગા અને 3 ચોગ્ગા શામેલ હતા. તેનો સાથ આપવા શ્રેયસ અય્યરે પણ ધમાકેદાર ઈનિંગ રમી હતી. તેની ઈનિંગમાં 33 બોલમાં 44 રનની ઈનિંગ જેમાં 3 છગ્ગા અને 1 ચોગ્ગો ફટકાર્યો હતો.

પ્રથમ બેટીંગ કરવા ઉતરી ન્યૂઝીલેન્ડની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 132 રન બનાવ્યા હતા. અને ભારતને જીત માટે 133 રનોનો ટાર્ગેટ આપ્યો હતો. જ્યારે ભારતીય ટીમ મજબૂત ઈરાદાઓ સાથે મેદાનમાં ઉતરી હતી. ત્યારે આ મેચમાં બોલરોએ તરખાટ મચાવ્યો હતો. ન્યૂઝીલેન્ડની શરૂઆતને ફાયદો મળ્યો નહોતો. ન્યૂઝીલેન્ડ તરફથી માર્ટીન ગપ્ટિલે 33 રન અને ટીમ સેફર્ટે પણ અણનમ 33 રન બનાવ્યા હતા. સાથે સાથે કોલિન મુનરો 26 રન, રોસ ટેલરે 18 અને કેપ્ટન કેન વિલિયમસનને 14 રન બનાવ્યા હતા. ભારતીય બોલરો સામે કીવીઝ ટકી શક્યા નહી. રવીન્દ્ર જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે બુમરાહ, શાર્દુલ ઠાકુર અને શિવમ દુબેએ 1-1 વિકેટ ઝડપી હતી.

ન્યૂઝીલેન્ડ તરફથી માર્ટીન ગપ્ટિલ અને કોલિન મુનરોની જોડી ઓપનિંગ કરવા ઉતરી હતી. બનન્ને બેટ્સમેનોએ પ્રથમ વિકેટની ભાગીદીરીમાં 48 રન જોડ્યા હતા. છઠ્ઠી ઓવરમાં શાર્દુલ ઠાકુરે માર્ટીન ગપ્ટિલને આઉટ કરીને ન્યૂઝીલેન્ડને પહેલો ઝટકો આપ્યો હતો. શાર્દૂલે ગપ્ટિલને વિરાટ કોહલીનાં હાથમાં કેચ આઉટ કર્યો હતો.

ત્યાર 9મી ઓવરમાં કોલિન મુનરોને શિવમ દુબેએ પોતાનો શિકાર બનાવ્યો હતો. ત્યાર પછી 13મી ઓવરમાં રવિન્દ્ર જાડેજાએ કોલિન ડી ગ્રેંડહોમમાં પોતાનાં હાથ પર કેચ આઉટ કર્યો હતો. આ મેચમાં ભારતની ફિલ્ડીંગ પણ મજબૂત હતી. અને ન્યૂઝીલેન્ડનાં રથને 132 રન સુધી રોકવામાં સફળ રહ્યા હતા.

ટીમો:

ભારત : રોહિત શર્મા, કેએલ રાહુલ(વિકેટકીપર), વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, મનીષ પાંડે, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, યુઝવેન્દ્ર ચહલ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને શાર્દુલ ઠાકુર.

ન્યૂઝીલેન્ડ : કેન વિલિયમસન (કેપ્ટન),કોલિન મુનરો, માર્ટિન ગુપ્ટિલ, રોસ ટેલર, કોલિન ડી ગ્રાન્ડહોમ, મિશેલ સેન્ટનર, ટિમ સેઈફર્ટ (વિકેટકીપર), હમિશ બેનેટ, ઇશ સોઢી, ટિમ સાઉથી અને બ્લેર ટિકનર.

READ ALSO

Related posts

ગુજરાતમાં છ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને આવ્યા મોટા સમાચાર, આ તારીખે યોજાઈ શકે છે ચૂંટણી

Nilesh Jethva

IPL 2020: કેએલ રાહુલનો સ્કોર પણ પાર ન કરી શકી વિરાટ સેના, પાણીમાં બેસી જતાં 97 રને થઈ ભૂંડી હાર

Pravin Makwana

વિમાનમાં મુસાફરી કરનારા માટે અગત્યની સૂચના/ ઘરેલૂ ફ્લાઈટમાં ચેક ઈન બેગેઝની મર્યાદા હટી, આવી ગઈ છે નવી એડવાઈઝરી

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!