GSTV
Home » News » 2019નાં વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી શરૂ, પરતું ચોથા નંબરે કોન આવશે?

2019નાં વર્લ્ડ કપ માટે ટીમની પસંદગી શરૂ, પરતું ચોથા નંબરે કોન આવશે?

ઈંગ્લેન્ડમાં 30 મેથી શરૂ થતા વર્લ્ડ કપ માટે ભારતીય ટીમના ખેલાડીઓ લગભગ નક્કી છે. પરંતુ ટીમના સંયોજનને ધ્યાનમાં લેવામાં આવશે. જ્યારે પસંદગીકારો આગામી મહિને શરૂ થનારી વર્લ્ડકપ માટે સોમવારે ભારતીય ટીમની પસંદગી કરશે, ત્યારે બીજો વિકેટકીપર, ચોથું ક્રમાંક અને ઝડપી બોલરની આવશ્યકતા મહત્તવની બાબતો હશે. ત્યારે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધની શ્રેણીમાં કેપ્ટન વિરાટ કોહલીએ સૂચવ્યું હતું કે એક જ જગ્યા બાકી છે, જ્યારે કોર ટીમ એક વર્ષ પહેલા નક્કી થઈ ગઈ હતી.ત્યારે યંગ રિષભ પંતનો બીજા વિકેટકીપર માટે અનુભવી દિનેશ કાર્તિક સાથે સીધો મુકાબલો છે.

જ્યારે રિષભ પંતે અત્યાર સુધી આઈપીએલમાં 222 રન કર્યા છે, જ્યારે કાર્તિકે ફક્ત 93 રન કર્યા છે. ત્યારે રિષભ પંતનું પલડું વધારે મજબુત છે. કારણ કે તે પહેલા નંબરથી સાતમાં નંબર સુધી બેટિંગ કરી શકે છે. અને વિકેટકીપિંગમાં સુધારાની જરૂર છે. પરંતુ છેલ્લા એક વર્ષમાં કાર્તિકનું પ્રદર્શન એટલું સારૂ રહ્યું નથી કે તે વર્લ્ડકપ માટે દાવો કરી શકે છે.

જ્યારે ત્રીજા ઓપનર માટે કેએલ રાહુલ પણ દાવો કરી શકે છે. જેણે અત્યાર સુધી આઈપીએલમાં 335 રન બનાવ્યા છે. જ્યારે તે ત્રીજા ઓપનર ઉપરાંત બીજા વિકેટકપરની ભૂમિકા પણ ભજવી શકે છે.

જો રાહુલને લેવા પછી ચોથા નંબરના બેટ્સમેન માટે મુખ્ય વિષય છે. ત્યારે તેના માટે અંબાતી રાયડુ માટે સ્થાન બની શકે છે. જ્યારે નવેમ્બર સુધી રાયડુ કોહલી અને રવિ શાસ્ત્રીની પ્રથમ પસંદગી હતી. પરંતુ ઘરેલું ક્રિકેટ રમવાનો અને ઝડપી બોલિંગ સામેની નબળી તકનીકથી રમવાનો તેમનો નિર્ણય તેમના વિરુદ્ધ ગયો હતો. જો ટીમ મેનેજમેન્ટ વિજય શંકરને પસંદ કરે છે, તો પછી રાયડુ માટે દરવાજા બંધ થઈ જશે.

જ્યારે ઈંગ્લેન્ડની ફાસ્ટ પિચ પર ચોથા વધારાના ફાસ્ટ બોલરની પસંદગી કરવી સરળ રહેશે નહીં. ત્યારે ઉમશ યાદવ સતત સારો દેખાવ કરી નથી રહ્યા. જ્યારે ડાબોડી ફાસ્ટ બોલર ખલીલ અહમદમાં મેચ્યોરિટીનો અભાવ છે.

સંભવિત ટીમ: જે ખેલાડીઓ લગભગ ચોક્કસ છે: વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા (ઉપ કપ્તાન), શિખર ધવન, કેએલ રાહુલ, મહેન્દ્ર સિંહ ધોની, કેદાર જાધવ, હાર્ડિક પંડ્યા, વિજય શંકર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહાલ, જસપ્રીત બૂમરા, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શામી, રવિન્દ્ર જાડેજા

15 મી સભ્ય: (વિકલ્પ) , બીજો વિકેટકીપર: રીષભ પંત / દિનેશ કાર્તિક ; ચોથો નંબર: અંબાતી રાયડુ -ચોથો ઝડપી બોલર: ઉમશ યાદવ / ખલીલ અહમદ / ઈશાંત શર્મા / નવદીપ સૈની.

READ ALSO

Related posts

AAPએ જાહેર કર્યો ચૂંટણી ઢંઢેરો, કેજરીવાલે કહ્યું- મોદી શાહની જોડી સિવાય કોઈ પણ પાર્ટીને સમર્થન

Arohi

રૂપાણી, નીતિનભાઈ અને વાઘાણીનું ભવિષ્ય નક્કી કરશે લોકસભાનું રિઝલ્ટ, મંત્રીમંડળમાં મોટા ફેરફારની શક્યતા

Karan

માયાવતી ઉપયોગમાં લીધેલ ટ્રાન્સફોર્મર જેવા, તેનાથી બલ્બ પણ પ્રકાશ આપતો નથી : સુરેશ ખન્ના

Mayur