GSTV
World

Cases
3153584
Active
2641297
Recoverd
372023
Death
INDIA

Cases
93322
Active
91819
Recoverd
5394
Death

World Cup 2019: ટીમ ઇન્ડિયા માટે આ ખેલાડી સાબિત થશે ‘બ્રહ્માસ્ત્ર’,કેપ્ટન કોહલીએ કર્યા ભારોભાર વખાણ

vijay shankar india

તાજેતરમાં જ ભારતે વર્લ્ડ કપ 2019 માટે 15 સભ્યોની ટીમની ઘોષણા કરી છે. જેમાં ખાસ કરીને અંબાતી રાયડૂના સ્થાને વિજય શંકરને સ્થાન આપવામાં આવ્યું છે. વિજય શંકર ટીમ ઇન્ડિયા માટે કેટલો મહત્વપૂર્ણ છે તે અંગે કોહલીએ નિવેદન આપ્યું છે. કોહલીએ શંકરનું સ્વાગત કરતાં કહ્યું કે તેને આ ઓલરાઉન્ડરની ક્ષમતાઓ પર પૂરો ભરોસો છે.

virat kohali

કોહલીએ કહ્યું કે ઇંગ્લેન્ડમાં રમાનાર વર્લ્ડ કપમાં શંકર ટીમમાં બ્રહ્માસ્ત્રની જેમ કામ કરશે અને તે ઘણો ફાયદાકારક સાબિત થશે. આ સાથે જ વિરાટ કોહલીએ કહ્યં કે જો તે ચાલી જશે તો ટીમને લાભ થશે. જણાવી દઇ કે વિજય શંકર માટે આ પ્રથમ વર્લ્ડ કપ છે અને તેણે ફક્ત 4 મહિનામાં જ વન ડે કરિયરમાં પોતાનું સ્થાન નિશ્વિત કર્યુ છે. વિજય શંકરે અત્યાર સુધી પોતાના કરિયરમાં 9 વન ડે મેચ રમી છે.

વિજય શંકરે જે પાંચ મેચમાં બેટિંગ કરી છે તેમા તેણે 45,46,32 અને 16 રન બનાવ્યાં છે. આ ઉપરાંત વિજય શંકરે બે વિકેટ પણ ઝડપી છે. જણાવી દઇએ કે વિજય શંકરે 33ની સરેરાશથી આ રન બનાવ્યાં છે અને તેની પાસે ચોથા નંબરે પણ બેટિંગ કરાવવામાં આવી છે.

આ દરમિયાન શંકરે પોતાની જાતને સાબિત કરી છે. આ વર્ષે ઓસ્ટ્રેલિયા સામે 18 જાન્યુઆરીની મેચમાં તેણે ડેબ્યૂ કર્યુ હતુ. જણાવી દઇએ કે ઇંગ્લેન્ડમાં વર્લ્ડ કપની શરૂઆત 30 મેથી થશે અને ભારત પોતાની પહેલી મેચ 5 જૂને ઇંગ્લેન્ડ સામે રમશે.

Read Also

Related posts

ભાવનગરમાં ભારે પવનના કારણે સોલાર પેનલો ઉડી, અનેક જગ્યાએ ભરાયા પાણી

Nilesh Jethva

મોદી સરકારના આ મંત્રીએ કર્યો દાવો, આ સેક્ટરમાં દેશમાં 11 કરોડથી વધારે નોકરી મળી

Ankita Trada

રાજ્યમાં નિસર્ગ સાયક્લોનના સંકટને પગલે ગાંધીનગર ખાતે સ્ટેટ કંટ્રોલ રૂમ કરાયો શરૂ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!