ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે શ્રેણીની અંતિમ અને ઔપચારિક ત્રીજી વન ડે મેચ ઈન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં રમાઈ હતી જેમાં ન્યૂઝીલેન્ડ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જેના પગલે ભારતે પ્રથમ બેટિંગ કરતા 386 રનનો પહાડ લક્ષ્ય આપ્યો હતો જેના જવાબમાં ન્યૂઝીલેન્ડની ટીમ 295 રનમાં જ ઓલઆઉ થઈ ગઈ હતી પરિણામે ભારતનો સતત ત્રીજી મેચમાં વિજય થયો છે આમ ઘરઆંગણે શ્રીલંકાનો વ્હાઈવોશ કર્યા બાદ ન્યૂઝીલેન્ડ સામે પણ 3-0થી સીરીઝ જીતી લીધી છે. બીજી તરફ આ જીત સાથે ટીમ ઈન્ડિયા વન ડે રેન્કિંગમાં ટોપ પર પહોંચી ગઈ છે.

લોર્ડ શાર્દુલની શાનદાર બોલિંગ
ભારતીય ટીમે આપેલા વિશાળ લક્ષ્યને પાર પાડવા ઉતરેલી ન્યૂઝીલેન્ડની ટીમની શરૂઆત ખરાબ રહી હતી. પ્રથમ ઓવરમાં જ હાર્દિક પંડ્યાએ ફિન એલન બોલ્ડ માર્યો હતો. જોકે બાદમાં કોનવે અને નિકોલ્સ વચ્ચે 100થી વધુ રનની ભાગીદારી થઈ હતી પણ કુલદીપ યાદવે નિકોલ્સ આઉટ કરીને ભારતને બીજી સફળતા અપાવી હતી. ન્યૂઝીલેન્ડ તરફથી ડેવોન કોનવે એક માત્ર ખેલાડીએ સદી ફટકારી હતી. શાર્દુલ ઠાકુરે 6 ઓવરમાં 45 રન આપીને મહત્વની ત્રણ વિકેટ ઝડપી હતી જે બાદ કુલદીપ યાદવે પણ 3 ખેલાડીઓને આઉટ કર્યા હતા. યુઝવેન્દ્ર ચહલ પણ 2 વિકેટ ઝડપી હતી.
India rise to the top of the @MRFWorldwide ICC Men’s ODI Team Rankings with a 3-0 whitewash over New Zealand 💥
— ICC (@ICC) January 24, 2023
Details 👇#INDvNZhttps://t.co/w06fqEcylw
શુભમન ગીલની ચોથી સદી
શુભમન ગીલ પણ શરૂઆતથી જ ધમાકેદાર બેટીંગ કરતો જોવા મળ્યો હતો. આ દરમિયાન શુભમન ગીલે પણ સિરીઝમાં બીજી સદી ફટકારી હતી. ગિલે 78 બોલમાં 5 સિક્સ અને 13 ફોરની મદદથી 112 રન બનાવીને આઉટ થયો હતો. આ સાથે તેણે ODI ક્રિકેટ કારકિર્દીની ચોથી સદી પુરી કરી છે.
રોહિત શર્મા સદી ફટકારી આઉટ
આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની મેચમાં ભારતીય ઓપનર રોહિત શર્મા અને શુભમન ગીલની શાનદાર બેટિંગ જોવા મળી હતી. બંને ઓપનર ખેલાડીઓ વચ્ચે 212 રનની ભાગીદારી નોંધાવી હતી. બેટ્સમેનોએ મેદાનની ચારેકોર ફોર-સિક્સ ફટકારીને પ્રેક્ષકોને ખુશ કરી દીધા હતા. રોહિત શર્માએ ધમાકેદાર શરૂઆત કરી 30મી સદી પૂરી કરી હતી. દરમિયાન રોહિત શર્માએ 6 સિક્સ અને 9 ફોર સાથે 85 બોલમાં 101 રન ફટકારી આઉટ થયો હતો.
બંને ટીમોની પ્લેઈંગ-11
ભારત : રોહિત શર્મા (સુકાની), શુભમન ગિલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, ઈશાન કિશન (વિકેટ કીપર), હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, ઉમરાન મલિક
ન્યુઝીલેન્ડ : ફિન એલન, ડેવોન કોનવે, હેનરી નિકોલ્સ, ડેરીલ મિશેલ, ટોમ લેથમ (વિકેટ કીપર અને સુકાની), ગ્લેન ફિલિપ્સ, માઈકલ બ્રેસવેલ, મિશેલ સેન્ટનર, લોકી ફર્ગ્યુસન, જેકબ ડફી, બ્લેર ટિકનર
READ ALSO
- Adani row/ વીમા પોલીસી ધારકોને ધ્રાસકો, હવે LIC પોલીસી ધારકોના રૂ.૫૫.૦૫૦ કરોડ ધોવાઇ ગયા
- Assamમાં કિશોરી સાથે પરણનારા સામે પોક્સો : 2 હજારની ધરપકડ
- જાણો આજનુ પંચાંગ તા.4-2-2023, શનિવાર
- જાણો તમારું આજનું 04 ફેબ્રુઆરી, 2023નું રાશિ ભવિષ્ય
- કચ્છના રણમાં 7 થી 9 ફેબ્રુઆરી દરમિયાન G-20 પ્રવાસન કાર્યકારી જૂથની પ્રથમ બેઠક યોજાશે