GSTV
Cricket Sports Trending

T20 વર્લ્ડ કપ 2021ની સેમીફાઇનલમાં ટીમ ઇન્ડિયાની એન્ટ્રી થશે કે નહીં? આ દેશ કરશે નક્કી

વર્લ્ડ

ભારતીય ટીમને દુબઈની પિચો કંઇ ખાસ જામી નથી રહી. T20 વર્લ્ડ કપ 2021ની બીજી મેચમાં ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને 8 વિકેટે હરાવ્યું. આ મેચમાં ભારતનો એકપણ બેટ્સમેન મોટી ઇનિંગ રમી શક્યો ન હતો અને ન તો કોઇ બોલર શાનદાર પ્રદર્શન કરી શક્યો હતો. ભારતને પહેલી મેચમાં પાકિસ્તાને 10 વિકેટે હરાવ્યું હતું. આ બે હાર સાથે, ટીમ ઈન્ડિયાનું T20 વર્લ્ડ કપ 2021 અભિયાન સમાપ્ત થવાના આરે છે, પરંતુ હજુ પણ આશાનું કિરણ બાકી છે. તમામ ભારતીયોને આશા છે કે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં પહોંચશે. ચાલો જાણીએ કે ટીમ ઈન્ડિયા સેમીફાઈનલમાં કેવી રીતે એન્ટ્રી કરશે.

વર્લ્ડ

ડેથ ઑફ ગ્રુપ

T20 વર્લ્ડ કપમાં જે ગ્રુપ સૌથી સરળ માનવામાં આવતું હતું. એ જ ગ્રુપ 2 ભારત માટે માથાનો દુખાવો બની રહ્યું છે. ટીમ ઈન્ડિયાએ પોતાની બંને મેચો, પહેલી મેચ પાકિસ્તાન સામે અને બીજી મેચ ન્યૂઝીલેન્ડ સામે ખરાબ રીતે હારી છે. ભારતની ત્રણ મેચ બાકી છે. જો સેમિફાઇનલમાં પહોંચવું હોય તો અફઘાનિસ્તાન, સ્કોટલેન્ડ અને નામિબિયાને મોટા માર્જિનથી હરાવવું પડશે જેથી તેમનો નેટ રન રેટ ઉપર પહોંચી શકે. ભારતીયોએ પણ પ્રાર્થના કરવી પડશે કે અફઘાનિસ્તાન તેની છેલ્લી મેચમાં ન્યુઝીલેન્ડને હરાવી દે. જેના કારણે ભારત ગ્રુપમાં બીજા સ્થાને પહોંચી જશે અને તેના માટે સેમિફાઇનલના દરવાજા ખુલશે.

પાકિસ્તાનની સેમી ફાઇનલમાં એન્ટ્રી નક્કી

પાકિસ્તાન તેની ત્રણેય મેચ જીત્યા બાદ ગ્રુપમાં ટોપ પર છે, તેનું સેમિફાઇનલમાં પહોંચવું નિશ્ચિત છે. બીજી ટીમ માટે આ ગ્રૂપમાં હજુ જંગ ચાલી રહી છે. પાકિસ્તાનની ટીમે ભારતને હરાવી ઇતિહાસ બદલી નાખ્યો. ન્યૂઝીલેન્ડ અને અફઘાનિસ્તાનને પણ પાકિસ્તાની ટીમે શાનદાર રીતે પરાજય આપ્યો હતો.

3 નવેમ્બરે અફઘાનિસ્તાન સામેની મેચ

ટીમ ઈન્ડિયા પોતાની બંને હારને ભૂલીને પૂરી તૈયારી સાથે અફઘાનિસ્તાન સામે ઉતરશે. ભારત આ મેચને હળવાશથી લેવા માંગશે નહીં, કારણ કે અફઘાનિસ્તાન પાસે રાશિદ ખાન અને મુજીબ ઉર રહેમાન જેવા મેચ વિનિંગ સ્પિનરો છે, જે કોઈપણ સમયે મેચને પલટી શકે છે. ટીમ ઈન્ડિયાએ આ બંનેથી સાવધાન રહેવાની જરૂર છે.

ન્યુઝીલેન્ડ સામે હારનો સિલસિલો યથાવત

બીજી મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીના નસીબે ફરી સાથ ન આપ્યો અને તે ટોસ હારી ગયો. ન્યૂઝીલેન્ડે ભારતીય ટીમને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું અને સમગ્ર ટીમ ઈન્ડિયા 20 ઓવરમાં 110 રન જ બનાવી શકી. ભારત પાસે ઘણા મોટા ખેલાડીઓ હતા, પરંતુ આ મેચમાં કોઈ પણ શાનદાર પ્રદર્શન કરી શક્યું ન હતું. કિવી ટીમે 14.3 ઓવરમાં 111 રન બનાવીને મેચ જીતી લીધી હતી.

Read Also

Related posts

સંશોધનમાં દાવો: અપરિણીત લોકોની હાર્ટ એટેકથી મૃત્યુ થવાની શક્યતા વધુ , તેઓ રોગનો સામનો કરવામાં ઓછા સક્ષમ હોય છે

Zainul Ansari

હરિયાણાના ક્રિકેટરે ઋષભ પંત સાથે 1.5 કરોડથી વધુની છેતરપિંડી કરી, બ્રાન્ડેડ ઘડિયાળ આપવાના નામે પડાવ્યા લાખો રૂપિયા

Zainul Ansari

ઈન્ડિયા ઈન્ડસ્ટ્રી 4.0ની તૈયારી શરૂ, અમદાવાદમાં સ્માર્ટ મેન્યુફેક્ચરિંગ કોમ્પિટન્સી સેન્ટર શરૂ

Zainul Ansari
GSTV