GSTV

Trolled: વિરાટ કોહલીને વર્કઆઉટ વીડિયો શેર કરવાનું પડી ગયું ભારે, ચાહકોએ કહ્યું – વજન છોડો ક્યારેક કપ પણ ઉઠાવો

Last Updated on July 8, 2021 by Vishvesh Dave

ભારતીય ટીમનો કેપ્ટન વિરાટ કોહલી એવો ક્રિકેટર છે જે તેની બેટિંગની સાથે સાથે તેની ફિટનેસ માટે પણ જાણીતો છે. કોહલીને ટીમ ઈન્ડિયાના ફિટનેસ સ્તરમાં સુધારાનો શ્રેય પણ આપવામાં આવે છે. કોહલી દરરોજ સોશિયલ મીડિયા પર તેનો વર્કઆઉટના વીડિયો શેર કરતો રહે છે. એક ટીવી શોમાં વિરાટ કોહલીએ ખુલાસો કર્યો હતો કે તે ટ્રેનિંગ દરમિયાન લગભગ 4 કલાક જીમમાં વિતાવે છે. જો કે, ડબ્લ્યુટીસીની ફાઇનલમાં હાર બાદ ચાહકોને તેનો વર્કઆઉટ વિડિઓ શેર કરવાનું પસંદ ન આવ્યું. આ વખતે ભારતીય કેપ્ટન ટ્રોલરોનું નિશાન બન્યો.

પ્રથમ વખત યોજાયેલી ડબ્લ્યુટીસી ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને આઠ વિકેટથી હરાવીને આ ચેમ્પિયનશિપ જીતી હતી. કોહલી લાંબા સમયથી ટીમ ઈન્ડિયાની કમાન સંભાળી રહ્યો છે, જોકે તે એક વખત પણ ભારતને આઈસીસીની કોઈપણ ટ્રોફી અપાવી શક્યો નથી.

વિરાટ કોહલીને ટ્રોલ કર્યો

વિરાટ કોહલીએ હાલમાં એક વીડિયો શેર કર્યો છે જેમાં તે વેઇટ લિફ્ટિંગ કરતો જોવા મળી રહ્યો છે. આ પોસ્ટમાં તેણે બે ટૂંકા વીડિયો શેર કર્યા છે. જોકે ચાહકોને આ વખતે આ વીડિયો પસંદ નથી આવ્યો અને તેણે કોહલીને જોરદાર ટ્રોલ કર્યો. ચાહકોએ કહ્યું કે વિરાટ કોહલીએ તેની બેટિંગ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. કેટલાક ચાહકોએ કહ્યું કે કોહલીએ ક્રિકેટ છોડીને દેશ માટે વેઇટ લિફ્ટિંગમાં ગોલ્ડ લાવવાનો પ્રયાસ કરવો જોઇએ. તે જ સમયે, કેટલાક લોકોએ કહ્યું, ‘વિરાટ ભાઈ, વજન છોડીને, ક્યારેકે કોઈ કપ પણ ઉપાડી ને બતાવો.’

વિરાટ કોહલીના બેટ માંથી બે વર્ષથી કોઈ સદી નીકળી નથી

વિરાટ કોહલીના બેટ માંથી બે વર્ષથી કોઈ સદી નીકળી નથી. તેની છેલ્લી સદી ટેસ્ટ ક્રિકેટમાં વર્ષ 2019 માં બાંગ્લાદેશ સામે રમાયેલી ડે-નાઇટ ટેસ્ટ મેચમાં આવી હતી. ચાહકો લાંબા સમયથી તેની સદીની રાહ જોતા હતા. ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પણ ચાહકોને આશા હતી કે કોહલી સદી ફટકારશે, પરંતુ વિરાટ કોહલી સસ્તામાં આઉટ થયો હતો. આ જ કારણ છે કે ચાહકો તેને ટ્રોલ કરી રહ્યાં છે.

ALSO READ

Related posts

ભ્રષ્ટાચાર / નીતિનિયમોને નેવે મૂકી વિકાસ કામો કર્યાનો આક્ષેપ, સરકારી યોજનાઓમાં થઈ રહી છે મોટાપાયે ગેરરીતી

GSTV Web Desk

Health Tips / કોવિડ-19માંથી સાજા થયા પછી ન કરો આ મોટી ભૂલ, નબળાઈ અને થાક નહીં છોડે પીછો

Vishvesh Dave

શેરબજાર માટે નોન ઇવેન્ટ પૂરવાર થશે બજેટ! સરકાર આ ક્ષેત્રો પર કરશે ધ્યાન કેન્દ્રિત

GSTV Web Desk
Do NOT follow this link or you will be banned from the site!