પુજારાથી લઇને રોહિતે બનાવ્યાં ફક્ત 6 રન, ભારતના જ આ શરમજનક રેકોર્ડનું થયું પુનરાવર્તન!

ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની ઘાતક બોલીંગના કારણે પહેલી ઇનિંગમાં મોટી લીડ મેળવ્યાં બાદ પણ ઓસ્ટ્રેલિયાને ફૉલોઓન માટે આમંત્રિત ન કરવાનો ભારતનો નિર્ણય ખોટો સાબિત થયો. પેટ સમિંસના કાતિલ સ્પેલથી બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયા ખખડી ગઇ.

કેપ્ટન વિરાટ કોહલીએ વર્તમાન ચલણનું અનુસરણ કરતાં ઓસ્ટ્રેલિયાને ફોલોઓન ન આપ્યું. જ્યારે ભારતના બોલર્સ પણ થાક્યા ન હતા. પોતાની પહેલી ઇનિંગ સાત વિકેટ પર 443 રન બનાવીને ઘોષિત કરમાર ભારતે ત્રીજા દિવસે રમત પૂરી થઇ ત્યાં સુધીમાં પાંચ વિકેટ પર 54 રન બનાવ્યા છે અને ભારતે કુલ 346 રનની લીડ મેળવી છે.

બીજી ઇનિંગમાં ભારતની બેટિંગ ખરાબ રહી

ભારતે 28 રનના સ્કોર પર હનુમા વિહારી, ચેતેશ્વર પુજારા અને વિરાટ કોહલીની વિકેટ ગુમાવી તથા 32 રનના સ્કોર પર આંજિક્ય રહાણેની વિકેટ પણ ગુમાવી. 44 રનના સ્કોર પર રોહિત શર્મા આઉટ થયો. પુજારા અને કોહલી તો ખાતુ પણ ખોલાવી ન શક્યા. તેવામાં રહાણેએ 1 રન, રોહિતે 5 રન બનાવ્યા. ટીમ ઇન્ડિયાના 3 નંબરથી લઇને 6 નંબર સુધીના બેટ્સમેને 6 રન જ બનાવ્યા.

ઓવરઓલ ભારતના મિડલ ઓર્ડરે મેલબર્ન ટેસ્ટની બીજી ઇનિંગમાં ફક્ત 6 રન બનાવ્યાં જે 72 વર્ષ જૂના શરમજનક ભારતીય રેકોર્ડની બરાબરી છે. બીજી રીતે કહીએ તો હાલની ટીમ ઇન્ડિયાએ તેનું પુનરાવર્તન કર્યુ છે. હકીકતમાં ટીમ ઇન્ડિયાએ આવો રેકોર્ડ પહેલીવાર વર્ષ 1946માં પટૌડીની કેપ્ટન્સીમાં ઇંગ્લેન્ડ સામે માન્ચેસ્ટરમાં બનાવ્યો હતો.

ટીમ ઇન્ડિયાના 3થી 6 નંબરના બેટ્સમેન દ્વારા બનાવવામાં આવેલા સૌથી ઓછા રન


ઇંગ્લેન્ડ વિરુદ્ધ 6 રન- માનચેસ્ટર,1946
ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 6 રન-મેલબર્ન,2018
ન્યુઝીલેન્ડ વિરુદ્ધ 9 રન- હૈદરાબાદ,1969
વેસ્ટઇન્ડીઝ વિરુદ્ધ 9 રન-અમદાવાદ,1983

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter