GSTV
Home » News » INDvAUS: પર્થ ટેસ્ટ માટે ભારતીય ટીમની ઘોષણા, આ 2 ખેલાડીઓને કરાયા બહાર

INDvAUS: પર્થ ટેસ્ટ માટે ભારતીય ટીમની ઘોષણા, આ 2 ખેલાડીઓને કરાયા બહાર

ઓસ્ટ્રેલિયા સામે ચાર ટેસ્ટ મેચની સિરિઝની બીજી ટેસ્ટ માટે ભારતે પોતાના 13 ખેલાડીઓ પસંદ કરી લીધાં છે. પર્થ ટેસ્ટ શુક્રવારથી શરૂ થશે. એડિલેડમાં રમાયેલી પહેલી ટેસ્ટ 31 રનથી જીતીને ટીમ ઇન્ડિયાએ સીરીઝમાં 1-0થી લીડ મેળવી લીધી છે.

BCCIએ ટીમ ઇન્ડિયાના 13 ખેલાડીઓના નામની કરી ઘોષણા

ટીમ-વિરાટ કોહલી (કેપ્ટન), મુરલી વિજય, કેએલ રાહુલ, ચેતેશ્વર પુજારા, આજિંક્ય રહાણે (વાઇસ કેપ્ટન), હનુમા વિહારી, ઋષભ પંત(વિકેટકીપર), રવિન્દ્ર જાડેજા, ઇશાંત શર્મા, મોહમ્મદ શમી, જસપ્રીત બુમરાહ, ભુવનેશ્વર કુમાર, ઉમેશ યાદવ.

બીજી ટેસ્ટ માટે પસંદ કરવામાં આવેલા 13 ખેલાડીઓમાં ઇજાગ્રસ્ત રવિચંદ્રન અશ્વિન નથી. 31 વર્ષીય આ સ્ટાર ઑફ સ્પિનરે એડિલેડ ટેસ્મટાં 6 વિકેટ ઝડપી હતી. તેવામાં રોહિત શર્મા પણ બહાર છે. તેણે પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગમાં 37 રન ફટકાર્યા હતા. જ્યારે બીજી ઇનિંગમાં માત્ર એક રન બનાવ્યો હતો.

ઇજાગ્રસ્ત ઓપનિંગ બેટ્સમેન પૃથ્વી શૉ સ્વસ્થ નવથી. તેથી તેના હાલ બહાર રાખવામાં આવ્યો છે. હનુમા વિહારી પણ પ્લેઇંગ-11માં સ્થાન મેળવવાની હોડમાં સામેલ છે. સ્પિ વિભાગ આ વખતે રવિન્દ્ર જાડેજા પાસે હશે. આ વખતે ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર અને ઉમેશ યાદવ પણ સામેલ કરવામાં આવ્યાં છે. હવે જોવું રહ્યું કે પ્લેઇંગ-11માં કોને સ્થાન મળે છે.

જણાવી દઇએ કે બીજી ટેસ્ટ પર્થના નવા સ્ટેડિયમમાં રમાશે. આ સ્ટેડિયમમાં ફક્ત 2 જ આંતરરાષ્ટ્રીય મેચ રમાઇ છે. આ મેદાન પર આ પહેલી ટેસ્ટ મેચ છે. તે વાતની ચર્ચા છે કે આ પિચથી બોલર્સને મદદ મળશે.

Read Also

Related posts

રાજકોટમાં સામાન્ય બાબતે ઝઘડો થતા યુવકની છરી ઘા મારી જાહેરમાં હત્યા

Nilesh Jethva

ગુજરાતનાં આ જિલ્લાઓમાં મેઘ મહેર, વરસાદથી જગતનાં તાતમાં છવાયો ખુશીનો માહોલ

Path Shah

મેલશિયાના રાજાએ આ સુંદર છોકરી માટે છોડી દીધુ સિંહાસન, હવે થયા છૂટાછેડા

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!