GSTV
Gujarat Government Advertisement

ભારતીય ટીમના ઓપનર પૃથ્વી શોને ગોવા રજાઓ ગાળવા જતાં પોલિસે અટકાવ્યો, ક્રિકેટરને અટકાવવાનું આ છે કારણ

Last Updated on May 14, 2021 by Harshad Patel

ઈન્ડિયન પ્રીમિયર લીગ 14 ટળ્યા પછી દિલ્હી કેપિટલ્સના યુવા બેટ્સમેન પૃથ્વી શો ગોવામાં રજાઓ ગાળવા માટેનો નિર્ણય લીધો. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ અને ઈંગ્લેન્ડની વિરુદ્ધ ટેસ્ટ સીરિઝ માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા ન મેળવી શકનાર પૃથ્વી શો ખાલી સમયનો આનંદ ઉઠાવવા માગતો હતો.

મહારાષ્ટ્રના અંબોલીમાં પોલિસે ગાડી રોકી લીધી

પૃથ્વી શો માટે ગોવાનો પ્રવાસની શરૂઆત સારી ના રહી. તેને મહારાષ્ટ્રના અંબોલીમાં પોલિસે ગાડી રોકી લીધી છે. જણાવી દઈએ કે કોરોના સંક્રમણ ફેલાવતું રોકવા માટે અહીં લોકડાઉન લાગુ કરાયેલું છે. પૃથ્વી શો કોલ્હાપુરના રસ્તે ગોવા જઈ રહ્યો હતો. 21 વર્ષીય શો પાસે ઈ પાસ નહોતો. શોએ અધિકારીઓને તેણે જવા દેવા માટે અપીલ કરી પરંતુ તેઓ માન્યા નહીં.

પૃથ્વી શોએ મોબાઈલ દ્વારા ઈ પાસની એપ્લાય કરી

લગભગ 1 કલાકની મહેનત પછી પૃથ્વી શોએ મોબાઈલ દ્વારા ઈ પાસની એપ્લાય કરી. જે પછી તેને ગોવા જવા માટે મંજૂરી મળી છે. દેશમાં હાલ કોરોનાની બીજી લહેર ચાલુ છે. એવામાં શોને રજાઓ ગાળવા ગોવામાં જવું હેરાન કરનારો નિર્ણય છે. સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ છેલ્લા 24 કલાકમાં 3.40 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. 4 હજારથી વધુ લોકોના મોત થયા છે.

ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં સિલેક્શન થયું નથી.

મુંબઈના આ બેટ્સમેનની ઈંગ્લેન્ડ પ્રવાસ માટે ટીમ ઈન્ડિયામાં સિલેક્શન થયું નથી. વિજયહજારે ટ્રોફી અને આઈપીએલમાં શાનદાર પ્રદર્શન છતાં ટીમમાં જગ્યા ન મળતાં કેટલાય એક્સપર્ટે હેરાનગતિ બતાવી હતી.એક્સપર્ટના મુજબ ટીમ ઈન્ડિયામાં પાછી જગ્યા મેળવવા માટે ફિટનેશ પર કામ કરવું પડશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને  કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

શરમ કરો/ ઓક્સિજનના અભાવે સૌથી વધુ મોત થયા છે એ દિલ્હીમાં જરૂર કરતાં 4 ગણી કરાઈ ડિમાન્ડ, કેજરીવાલ પર ઢોળાયો દોષનો ટોપલો

Damini Patel

બબાલ મચી/ Live બુલેટિનમાં એન્કરનું ઉભરાઈ આવ્યું પગાર ના મળવાનું દર્દ, રઘવાયેલી ચેનલે ગણાવ્યો પી-ક્લાસ

Pritesh Mehta

અમદાવાદ: સોલા વિસ્તારમાં નાની લારી ચલાવી ગુજરાન ચલાવતા દંપતિને ત્રણ શખ્સો હેરાન કરતા પોલીસે રક્ષણ આપ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!