GSTV

કોહલીની વાપસી-રોહિતને આરામ, કાંગારૂઓ સામે આવી હશે ટીમ ઇન્ડિયાની સ્ક્વૉડ

ઓસ્ટ્રેલિયાની ટીમ ભારતના પ્રવાસે પાંચ વન ડે અને બે ટી-20 મેચની સીરીઝ રમશે. ઓસ્ટ્રેલિયાનો ભારત પ્રવાસ 13 માર્ચે પૂરો થશે. તેની પહેલાં 15 ફેબ્રુઆરીના રોજ ટીમ ઇન્ડિયાની સ્ક્વૉડની ઘોષણા થશે. ઓસ્ટ્રેલિયા સામે ટીમ ઇન્ડિયાની સ્ક્વૉડમાં આ ખેલાડીઓને સ્થાન આપવામાં આવે તેવી સંભાવના છે.

ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા સામે આગામી સીરીઝમાં ટીમનો હિસ્સો બની શકે છે. આ ઉપરાંત ઓપનર બેટ્સમેન કેએલ રાહુલ અને ફાસ્ટ બોલર ઉમેશ યાદવનું પણ કમબેક થઇ શકે છે. જ્યારે રોહિત શર્મા સહિત મોહમ્મદ શમીને આરામ આપવામાં આવે તેવી શક્યતા છે.

ટૉપ ઓર્ડર

રોહિતની ગેરહાજરીમાં બીજા ઓપનર બેટ્સમેન તરીકે શિખર ધવન ઉપલબ્ધ રહી શકે છે. આ ઉપરાંત રોહિતના સ્થાને કેએલ રાહુલની પણ વાપસી થઇ શકે છે. ત્રીજા નંબરે બેટિંગ માટે કેપ્ટન વિરાટ કોહલી સિલેક્ટર્સની પહેલી પસંદ હોઇ શકે છે.

મિડલ ઑર્ડર

અંબાતિ રાયડુને નંબર 4 અને એમએસ ધોનીને નંબર 5 પર બેટિંગની જવાબદારી સોંપવામાં આવી શકે છે. છઠ્ઠા અને સાતમા નંબર માટે દિનેશ કાર્તિક, કેદાર જાધવ અને હાર્દિક પંડ્યા પર સિલેક્ટર્સની નજર હશે.

આ જ પોઝીશન માટે સિલેક્ટર્સ સામે ઋષભ પંત અને વિજય શંકર જેવા યુવા ખેલાડીઓનું નામ પણ હશે. ઓલરાઉન્ડર તરીકે રવિન્દ્ર જાડેજા ફરી એકવાર ટીમ સાથે જોડાઇ શકે છે.

બોલર

ટીમ ઇન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહની લાંબા સમયે ટીમમાં વાપસી થઇ શકે છે. જ્યારે શમીને આરામ આપવામાં આવી શકે છે. ભુવનેસ્વર કુમાર પણ બુમરાહ સાથે સ્ક્વોડમાં સામેલ થઇ શકે છે.

ત્રીજા પેસર સાથે ખલીલ અહેમદ અને ઉમેશ યાદવમાંથી કોઇ એકને તક આપવામાં આવી શકે છે. સ્પિનર ડિપાર્ટમેન્ટની વાત કરીએ તો કુલદીપ યાદવ અને યુજવેન્દ્ર ચહલની જોડી પર સિલેક્ટર્સ ફરી એકવાર વિશ્વાસ મુકી શકે છે.

Read Also

Related posts

Coronaના કહેરના 100 દિવસ: દુનિયાભરમાં અધધ 95 હજારથી વધુ લોકોને ભરખી ગયો, 16 લાખને ભરડામાં લીધાં

Bansari

લૉકડાઉન: દિલ્હીમાં ફસાયા જયા બચ્ચન, બર્થ ડે પર મા માટે અભિષેકે લખી ઇમોશનલ પોસ્ટ

Bansari

એલર્ટ ! ભારતમાં પહેલીવાર, એક જ દિવસમાં Corona સંક્રમણનો આંકડો 700ને પાર

Bansari
Do NOT follow this link or you will be banned from the site!