GSTV
Gujarat Government Advertisement

IND Vs AUS: ત્રીજી ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાનું એલાન, નવદીપ સૈની કરશે ડેબ્યૂ, આ ખેલાડીનું પત્તુ કપાયુ

ટેસ્ટ

Last Updated on January 6, 2021 by Bansari

7 જાન્યુઆરીએ સિડનીમાં રમાનાર ત્રીજી ટેસ્ટ મેચ માટે બીસીસીઆઇએ ટીમ ઇન્ડિયાનું એલાન કરી દીધું છે. ત્રીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા બે બદલાવ સાથે મેદાન પર ઉતરશે. સ્ટાર ઓપનર રોહિત શર્માની વાપસી થઇ છે. નવદીપ સૈનીને ત્રીજી ટેસ્ટમાં ડેબ્યૂ કરવાનો મોકો મળશે. બે ટેસ્ટમાં નિષ્ફળ રહેનાર ઓપનર મયંક અગ્રવાલને બહારનો રસ્તો દેખાડવામાં આવ્યો છે.

મયંક અગ્રવાલના સ્થાને રોહિત શર્મા રમશે

રોહિત શર્માની વાપસીના ક્યાસ પહેલાથી જ લગાવવામાં આવી રહ્યાં હતા. જો કે તે સ્પષ્ટ ન હતું કે રોહિત શર્મા મયંક અગ્રવાલનું સ્થાન લેશે કે હનુમા વિહારીનું. પરંતુ ટીમ ઇન્ડિયાએ વિહારીને એક મોકો આપવાનો નિર્ણય લીધો.

ટેસ્ટ

ઉમેશ યાદવ ઘાયલ હોવાના કારણે ટીમ ઇન્ડિયા માટે વધુ એક બદલાવ કરવા માટે મજબૂર થવુ પડ્યુ. નવદીપ સૈનીને ટીમ ઇન્ડિયાએ ડેબ્યૂ કરવાનો મોકો આપ્યો છે. નવદીપ સૈની ત્રીજી ટેસ્ટમાં જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજનો સાથ આપશે.

સ્પિન બોલીંગની જવાબદારી આ સીરીઝમાં શાનદાર ફોર્મમાં રહેલા આર અશ્વિનના ખભે છે. રવિન્દ્ર જાડેજાએ પહેલી ટેસ્ટમાં 57 રનની ઇનિંગ ઓલરાઉન્ડર તરીકે રમીને ટીમમાં પોતાનુ સ્થાન નિશ્વિત કરી લીધું.

ત્રીજી ટેસ્ટમાં નટરાજનના ડેબ્યૂને લઇને ઘણી ચર્ચાઓ થઇ રહી હતી. એવા ક્યાસ લગાવવામાં આવી રહ્યાં હતાં કે સૈનીના બદલે ટી નટરાજનને ડેબ્યૂનો મોકો મળશે. પરંતુ એવુ ન બન્યુ અને નટરાજનને હજુ ટેસ્ટ ક્રિકેટ રમવા માટે વધુ રાહ જોવી પડશે.

ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયાના આ ખેલાડીઓને મળ્યું પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન

રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અંજિક્યા રહાણે (કેપ્ટન), હનુમા વિહારી, રિષભ પંત, રવિન્દ્ર જાડેજા, આર અશ્વિન, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, નવદીપ સૈની

Read Also

Gujarat Government Advertisement

Related posts

શરમ કરો/ ઓક્સિજનના અભાવે સૌથી વધુ મોત થયા છે એ દિલ્હીમાં જરૂર કરતાં 4 ગણી કરાઈ ડિમાન્ડ, કેજરીવાલ પર ઢોળાયો દોષનો ટોપલો

Damini Patel

Live બુલેટિનમાં એન્કરનું ઉભરાઈ આવ્યું પગાર ના મળવાનું દર્દ, રાઘવાયેલી ચેનલે ગણાવ્યો પી-ક્લાસ

Pritesh Mehta

અમદાવાદ: સોલા વિસ્તારમાં નાની લારી ચલાવી ગુજરાન ચલાવતા દંપતિને ત્રણ શખ્સો હેરાન કરતા પોલીસે રક્ષણ આપ્યું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!