GSTV

ટીમ ઇન્ડિયાના આ ત્રણ બેટ્સમેન કોહલીને આપી રહ્યાં છે દગો, ચોથી ટેસ્ટમાં ખુલી પોલ

Last Updated on September 3, 2018 by Bansari

ટીમ ઇન્ડિયાએ રવિવારે ઇંગ્લેન્ડ સામે ચોથી ટેસ્ટમાં 60 રનથી કારમા પરાજયનો સામનો કરવો પડ્યો. આ સાથે જ પાંચ મેચની ટેસ્ટ સિરિઝમાં વિરાટ સેના 1-3થી પાછળ રહી ગઇ છે અને સાથે જ સિરિઝ પણ ગુમાવી દીધી છે. 245 રનનો પીછો કરતાં બીજી ઇનિંગમાં ટીમ ઇન્ડિયા 184 રને સમેટાઇ ગઇ.

ટીમ ઇન્ડિયાનો રેકોર્ડ ચોથી ઇનિંગમાં ટાર્ગેટનો પીછો કરતા સમયે ખરાબ રહ્યો. જો પાછળી ત્રણ હારનો હિસાબ લગાવવામાં આવે તો ટીમ ઇન્ડિયાએ તેના શીર્ષ ક્રમના કારણે હારનો સામનો કરવો પડ્યો છે.

ઇન્ડિયા V/S ઇંગ્લેન્ડ-બર્મિંઘમ

ટીમ ઇન્ડિયા હાલની સિરિઝ પહેલાં ટેસ્ટમાં 194 રનના ટાર્ગેટનો પીછો કરવલા મેદાનમાં ઉતરી હતી. બીજી ઇનિંગમાં મુરલી વિજય અને શિખર ધવન અનુક્રમે 6 તથા 13 રન બનાવીને આઉટ થઇ ગયાં હતા. ત્રીજા ક્રમ પર આવેલા કેએલ રાહુલ ફક્ત 13 રન બનાવીને પેવેલિયન પરત ફર્યા. ટીમ ઇન્ડિયાના શીર્ષ ત્રણ બેટ્સમેન ફક્ત 32 રન જોડી શક્યા. ટીમ ઇન્ડિયાએ આ મેચમાં 31 રને હારનો સામનો કરવો પડ્યો હતો.

ઇન્ડિયા V/S સાઉથ આફ્રિકા- સેંચુરિયન

સાઉથ આફ્રિકાની સામે બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયા 287 રનના ટાર્ગેટની પીછો કરવા મેદાનમાં ઉતરી હતી. ટીમ ઇન્ડિયાના ટોચના ત્રણ બેટ્સમેને ફરીથી નિરાશ કર્યા અને સસ્તામાં આઉટ થઇને પેવેલિયન ભેગા થઇ ગયાં. મુરલી વિજય ફક્ત 9 રન બનાવીને આઉટ થઇ ગયો. કેએલ રાહુલ 4 અને પુજારા 19 રન બનાવીને આઉટ થયા. ટીમ ઇન્ડિયા આ મેચમાં 135 રને હારી અને સિરિઝમાં 0-2થી પાછળ રહી.

ઇન્ડિયા V/S સાઉથ આફ્રિકા-કેપટાઉન

સાઉથ આફ્રિકા સામે ત્રણ મેચોની સિરિઝ પહેલા ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને મુશ્કેલ પીચ પર 208 રનની જરૂર હતી. વિરાટ કોહલીની સેનાએ સારી શરૂઆત કરવાની જરૂર હતી જેથી તે લીડ મેળવી શકે પરંતુ કેપ્ટન કોહલી માટે ફરી એકવાર ટોચના બેટ્સમેન વિલન સાબિત થયા. મુરલી વિજય 13 અને શિખર ધવન 16 રન બનાવીને પેવેલિયન ભેગા થઇ ગયા. ત્રીજા નંબરે આવેલા ચેતેશ્વર પુજારાએ પણ 4 જ રન કર્યા. ટીમ ઇન્ડિયા ફક્ત 135 રનમાં સમેટાઇ ગઇ અને 72 રનના વિશાળ અંતરે મેચ ગુમાવી.

Related posts

સર ટી હોસ્પિટલ ફરી વિવાદમાં / નર્સિંગ સ્ટાફના 100થી વધુ કર્મચારીઓને એકાએક કરી દેવાયા છુટા

Pritesh Mehta

કોંગ્રેસ વિધાનસભા પક્ષની બેઠકમાં 2 ઠરાવો પસાર, સોનિયા ગાંધી પંજાબના નવા મુખ્યમંત્રીની કરશે પસંદગી

Vishvesh Dave

રાજીનામા બાદ કેપ્ટનનું મોટું નિવેદન : નવજોત સિંહ સિદ્ધુ પાકિસ્તાનના પીએમ ઇમરાન અને આર્મી ચીફ બાજવાના મિત્ર, તે દેશની સુરક્ષા માટે નથી ઠીક

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!