GSTV
Home » News » World Cup : નંબર-4 પર ભારતીય ટીમના 6 બેટ્સમેન રમ્યા, પરંતુ એકપણ સદી તો ન જ ફટકારી શક્યા

World Cup : નંબર-4 પર ભારતીય ટીમના 6 બેટ્સમેન રમ્યા, પરંતુ એકપણ સદી તો ન જ ફટકારી શક્યા

ક્રિકેટની સૌથી મોટી ઇવેન્ટ વર્લ્ડ કપ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. ટૂર્નામેન્ટ માટે ટીમ ઇન્ડિયા રવાના થઇ ચુકી છે. ટીમ ઇન્ડિયામાં હાલ સૌથી વધુ ચર્ચા નંબર-4 પોઝીશન પર બેટિંગને લઇને છે. 1 જૂન 2015થી અત્યાર સુધીના વર્લ્ડ કપમાં સામલે થઇ રહેલી તમામ 10 ટીમોના રેકોર્ડને જોઇએ તો નંબર 4 પર ભારત અને શ્રીલંકા બંને ટીમોએ સૌથી વધુ 12-12 ખેલાડીઓને ઉતાર્યા.

ત્યાં ઇંગ્લેન્ડે સૌથી ઓછા 5 બેટ્સમેનને ચોથા ક્રમે ઉતાર્યા. ન્યુઝીલેન્ડે 9 ખેલાડીઓને બેટિંગ માટે મોકલ્યા અને સૌથી વધુ 3494 રન બનાવ્યાં. તેમાં 9 સદી સામેલ છે. ત્યાં ટીમ ઇન્ડિયાએ 2411 રન બનાવ્યા. સૌથી વધુ રન બનાવવાના મામલે ટીમ પાંચમા નંબરે છે.

વર્લ્ડ કપમાં સામેલ ટૉપ-10 ટીમોનો રેકોર્ડ

ટીમ ખેલાડી રન સરેરાશ સદી અડધીસદી
ન્યુઝીલેન્ડ 9 3494 61 9 21
ઇંગ્લેન્ડ 5 3476 51 7 25
સાઉથ આફ્રિકા 10 2773 48 6 15
શ્રીલંકા 12 2719 39 3 20
ભારત 12 2411 37 3 13
ઓસ્ટ્રેલિયા 11 2292 34 3 15
પાકિસ્તાન 11 2198 36 2 15
બાંગ્લાદેશ 7 1861 38 3 13
વેસ્ટઇન્ડીઝ 11 1708 28 3 8
અફઘાનિસ્તાન 9 1642 30 2 13
           

હાલની ટીમ ઇન્ડિયામાં સામેલ 15 ખેલાડીઓમાંથી 6ને ગત ચાર વર્ષમાં નંબર 4 પર બેટિંગ કરવાની તક મળી. પરંતુ તે એપ પણ સદી ફટકારી નથી શક્યા. તેવામાં ટીમ નંબર 4 પર કયા ખેલાડીને ઉતારશે.  તેને લઇને હજુ પણ સ્થિતી સ્પષ્ટ નથી. લોકેસ રાહુલ, વિજય શંકર અને ધોની આ ક્રમે બેટિંગ માટે ફિટ માનવામાં આવે છે.

2019 વર્લ્ડ કપ રમી રહેલા ટૉપ 10 ખેલાડીઓની લિસ્ટ

ખેલાડી દેશ રન સરેરાશ સદી
રોસ ટેલર ન્યુઝીલેન્ડ 2892 69 8
ઇયાન મોર્ગન ઇંગ્લેન્ડ 2634 53 5
મુશફિકુર રહીમ બાંગ્લાદેશ 1579 46 3
ફાફ ડૂ પ્લેસિસ સાઉથ આફ્રિકા 657 66 1
મોહમ્મદ હાફિઝ પાકિસ્તાન 626 33 0
અસગર અફઘાન અફઘાનિસ્તાન 620 30 1
હસમાતુલ્લાહ શાહિદી અફઘાનિસ્તાન 498 55 0
કુશલ મેંડિસ શ્રીલંકા 453 35 0
મહેન્દ્ર સિંહ ધોની ભારત 448 41 0
બાબર આઝમ પાકિસ્તાન 399 33 0

Read Also

Related posts

VIDEO: અચાનાક દેખાયો 13 ફૂટનો કિંગ કોબ્રા, મચી ગયો હડકંપ….

pratik shah

નવસારીના જમાલપોર ગામે થયો હોબાળો, વિધર્મી યુવાને યુવતિને ફસાવી પ્રેમજાળમાં પછી..

pratik shah

ભારતના તે પાંચ શહેરોની કરો સેર, જ્યાંની દિવાળી હોય છે અનોખી 

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!