IPL એક એવી લીગ છે જેણે દુનિયાને મોટા સ્ટાર ક્રિકેટરો આપ્યા છે. આઈપીએલની શરૂઆત થયા પછી ટીમ ઈન્ડિયાને ઘણા સ્ટાર ખેલાડીઓ મળ્યા છે. દર વર્ષે આઈપીએલમાં પોતાનું કૌવત દાખવનારા ખેલાડીઓને ટીમ ઈન્ડિયાનો ભાગ બનવા મળ્યું છે. આ વર્ષે આઈપીએલમાં બે સ્ટાર ખેલાડીઓનું પ્રદર્શન કેપ્ટન તરીકે શાનદાર રહ્યું છે. આવનારા સમયમાં આ ખેલાડીઓ ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરતા જોવા મળી શકે છે. બીજી તરફ રોહિત શર્માનું પ્રદર્શન જોઈને લાગી રહ્યું છે કે તેઓને આ જવાબદારી ખૂબજ જલદીથી સોંપવામાં આવી શકે છે.

આઈપીએલ 2022માં બે ખેલાડીઓની કેપ્ટનશિપે દમ બતાવ્યો છે. કેપ્ટનશીપ તરીકેની નવી જવાબદારી ઉઠાવીને આ ખેલાડીઓએ પોતાની ટીમને મજબૂત સ્થિતિમાં મૂકી છે. આ ખેલાડીઓ આગામી સમયમાં ટીમ ઈન્ડિયાની કમાન સંભાળતા પણ જોવા મળી શકે છે. રોહિત પછી ભારતીય ટીમના કેપ્ટન કોણ તેના સવાલના જવાબમાં આ ખેલાડીઓ તૈયાર છે. અહીં એવા બે ખેલાડીઓ વિશે વાત કરી રહ્યા છીએ તે બીજું કોઈ નહીં પણ હાર્દિક પંડ્યા અને કેએલ રાહુલ છે. ગુજરાતની કેપ્ટનશિપ કરનાર હાર્દિક અને લખનૌના કેપ્ટન કેએલ રાહુલ કેપ્ટન તરીકે શાનદાર રહ્યા છે. આવનારા સમયમાં ટીમ ઈન્ડિયાના નવા કેપ્ટન બનવા માટે આ બંને ખેલાડીઓ વચ્ચે ચોક્કસપણે જંગ જામશે.

હાર્દિકની કેપ્ટનશીપમાં સૌથી વધુ મેચ જીતી
હાર્દિક પંડ્યા IPL 2022ના સૌથી બેસ્ટ કેપ્ટન તરીકે ઉભરી આવ્યો છે. આઈપીએલમાં હાર્દિકે ખૂબ જ શાનદાર રીતે ગુજરાત ટાઈટન્સની કેપ્ટનશિપ કરી છે અને આ ટીમ હવે ટાઈટલ જીતવાની સૌથી મોટી દાવેદાર માનવામાં આવે છે. હાર્દિકે અત્યાર સુધી 12 મેચમાં કેપ્ટનશિપ કરતાં 9 મેચમાં ટીમને જીત અપાવી ટાઈટલની દાવેદાર બનાવી દીધી છે. હાર્દિકની ટીમ 18 પોઈન્ટ સાથે પ્લેઓફમાં સૌથી પહેલા જગ્યા બનાવી લીધી છે અને હવે તેની નજર ટાઈટલ જીતવા પર છે.
કેએલ રાહુલે પણ પોતાનો દમ બતાવ્યો
બીજી તરફ, હાર્દિક સિવાય જો કેએલ રાહુલની વાત કરવામાં આવે તો તેણે પણ આઈપીએલ 2022માં શાનદાર કેપ્ટનશિપ કરી છે. છેલ્લા ઘણા સમયથી કેએલ રાહુલ પંજાબની કેપ્ટનશીપ પણ કરી રહ્યો હતો અને આ દરમિયાન તે કંઈ ખાસ કરી શક્યો નહોતો. પરંતુ જેવી રાહુલને લખનૌ સુપર જાયન્ટ્સની કેપ્ટનશીપ મળી કે તેનું નસીબ સંપૂર્ણપણે ચમકી ગયું. ગુજરાત ઉપરાંત લખનૌની એકમાત્ર એવી ટીમ છે જેને આ વર્ષે ટાઈટલની દાવેદાર માનવામાં આવી રહી છે. લખનૌની ટીમ 12 મેચમાં 8 જીત સાથે 16 પોઈન્ટ સાથે ટેબલમાં બીજા સ્થાને છે.એક જીત મળતાં તેની પ્લેઓફની જગ્યા ફાઈનલ થઈ જશે.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
READ ALSO
- લાંબા સમય સુધી સૂર્યના કિરણોના સંપર્કમાં રહેવાથી ટેનિંગની સમસ્યા થઇ શકે છે, તેને દૂર કરવા માટે આ બાબતોનું ખાસ ધ્યાન રાખો
- સ્વાસ્થ્ય અને સંપત્તિનો ખજાનો માનવામાં આવતું આ રત્ન અદ્દભુત, જાણો તેને ધારણ કરવાની વિધિ
- ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં કોંગ્રેસના કેટલાક નેતાઓએ 35 બેઠકો વેચી ખાધી!, ફેક્ટ ફાઈડિંગ કમિટીના રિપોર્ટમાં મોટો ઘટસ્ફોટ
- જમ્મુમાં 32 કરોડના ખર્ચે તિરુપતિ બાલાજી મંદિરનું નિર્માણ: આજે પહેલીવાર કપાટ ખુલશે
- રાત્રે સુતા પહેલા ફોલો કરો આ સ્કિન કેર રૂટિન, ત્વચા હાઈડ્રેટેડ રહેશે તેમજ ચહેરાને મળશે પ્રાકૃતિક સૌંદર્ય