GSTV
World

Cases
7120116
Active
13263665
Recoverd
764319
Death
INDIA

Cases
668220
Active
1808936
Recoverd
49036
Death

મુંબઈમાં ટીમ ઈન્ડિયાની થઈ હાર, ઓસ્ટ્રેલિયાએ 10 વિકેટથી હરાવ્યું….

ઓસ્ટ્રેલિયાએ મુંબઈમાં રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતને 10 વિકેટથી હરાવીને ત્રણ મેચની વનડે સિરીઝમાં 1-0ની લીડ મેળવી છે. ટોસ હાર્યા બાદ ટીમ ઈન્ડિયા પહેલા બેટિંગ કરવાઉતરી હતી અને 49.1 ઓવરમાં 255 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જ્યારે ઓસ્ટ્રેલિયાને જીત માટે 256 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાએ આ લક્ષ્ય કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 37.4 ઓવરમાં હાંસલ કરી લીધું હતું.

ડેવિડ વોર્નર 128 રને અને કેપ્ટન એરોન ફિંચ 110 રને અણનમ રહ્યા હતા. બંનેએ રન ચેઝ કરીને ભારત સામેની સૌથી મોટી ભાગીદારીનો રેકોર્ડ બનાવ્યો હતો. આ પહેલા 1997 માં વેસ્ટ ઈન્ડિઝના શિવનારાયણ ચંદરપૌલ અને સ્ટુઅર્ટ વિલિયમ્સે અણનમ 200 રનની ધમાકેદાર ભાગીદારી કરી હતી. જ્યારે આ મેચમાં ફિંચે 16 મી અને વોર્નરે 18 મી સદી ફટકારી હતી. બંનેએ સતત 5 મી વખત ભારત સામે 50+ રનની ભાગીદારી કરી હતી. આ પહેલા પાકિસ્તાનના સઈદ અનવર અને આમિર સોહેલે 1994 થી 1996 દરમિયાન છ વખત આવું કામ કર્યુ હતું.

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી પહેલી વન ડેમાં ભારતે પ્રથમ દાવમાં 255 રન કર્યા છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના કેપ્ટન આરોન ફિન્સે ટોસ જીતીને ભારતને બેટિંગ આપી હતી. ભારતની શરૂઆત નબળી રહી હતી. રોહિત શર્મા 10 રન બનાવી આઉટ થયો હતો. ત્યારબાદ શિખર ધવન અને રાહુલે બાજી શંભાળી હતી. શિખર ધવને 74 અને કેએલ રાહુલે 47 રનનું યોગદાન આપ્યું હતું.

49.1 ઓવરમાં 255 રન બનાવી ઓલ આઉટ

આ બન્ને શિવાય ભારતનો કોઈપણ બેટ્સમેન મોટો સ્કોર કરી શક્યો ન હતો. ભારતની પુરી ટીમ 49.1 ઓવરમાં 255 રન બનાવી ઓલ આઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી મિચેલ સ્ટાર્કે 3,પેટ કમિન્સ અને કેન રિચાર્ડસન બે-બે જ્યારે એડમ ઝાંપા- એસ્ટન અગરને એક-એક વિકેટ લીધી હતી.

ભારતની ટીમ

શિખર ધવન, રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ ઐયર, ઋષભ પંત, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી અને જસપ્રીત બુમરાહ

View image on Twitter

ઓસ્ટ્રેલિયા ટીમ

ડેવિડ વોર્નર, આરોન ફિન્ચ (કેપ્ટન) સ્ટીવ સ્મિથ, માર્નસ લબુશેન, એસ્ટન ટર્નર, એલેક્સ કેરી (વિકેટકીપર), એસ્ટન અગર, પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, કેન રિચાર્ડસન અને એડમ ઝાંપા

READ ALSO

Related posts

હવે માણસોની ભાષા બોલશે સેક્સ રોબર્ટ, અહીં થઈ રહ્યુ છે ઉત્પાદન

Pravin Makwana

LICની આ પોલીસીમાં રોકાણ કરીને આપ વર્ષે 50 લાખ સુધીનું પેન્શન મેળવી શકશો, જીંદગીભર મળશે ફાયદો

Pravin Makwana

લર્નિંગ લાઈસન્સ માટે ક્યા પ્રકારની પ્રોસેસ હોય છે, આ રીતે કઢાવી શકશો તમારુ કાચુ લાઈસન્સ

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!