GSTV
Home » News » શ્રીલંકા સામે વન ડે મેચમાં આ સ્થાને બેટિંગ કરશે રાહુલ

શ્રીલંકા સામે વન ડે મેચમાં આ સ્થાને બેટિંગ કરશે રાહુલ

ભારતીય ટીમના પસંદગીકાર એમએસકે પ્રસાદે કહ્યું છેકે, શ્રીલંકા સામે વન ડે સિરીઝમાં લોકેશ રાહુલ ચાર નંબર પર બેટિંગ કરતો નજરે આવશે. ઉલ્લેખનીય છેકે, શ્રીલંકા સામે લોકેશ રાહુલે ટેસ્ટ સિરીઝની બે મેચોની બે ઇનિંગ્સમાં સતત અર્ધ સદી ફટકારીને ઇજા બાદ શાનદાર વાપસી કરી શ્રીલંકા સામે વન ડે સિરીઝમાં 15 સભ્યોની ટીમમાં સ્થાન મેળવ્યું છે.

એમએસકે પ્રસાદે વન ડે ટીમમાં રાહુલની પોઝીશનને લઇને કહ્યું કે, રાહુલને એ સમયે અંતિમ ઇલેવનમાંથી બહાર રાખવો યોગ્ય હતો, જ્યારે રોહિત અને ધવન શાનદાર ફોમમાં હતા પરંતુ, રાહુલની વાપસી બાદ તેને ટીમમાં ચાર નંબર પર અજમાવી શકાય છે. તેમણે વન ડે ટીમમાં ચાર નંબરના સ્થાનને લઇને કહ્યું કે, અમારે નંબર ચારને લઇને યુવા ખેલાડીઓને મોકો આપવાની જરૂર છે અને તેમના પ્રદર્શનને પણ ધ્યાનમાં રાખવું પડશે. રાહુલ ઉપરાંત અન્ય બેટસમેન પણ આ તકની રાહમાં છે પરંતુ, રાહુલના હાલના ફોમને જોતા તે અંતિમ ઇલેવનનો હકદાર છે અને નંબર ચારનું સ્થાન તેના માટે યોગ્ય રહેશે. શિખર ધવન અને રોહિત શર્મા ભારત માટે ઓપનિંગ બેટસમેનના રૂપમાં જ નજરે આવશે. એટલા માટે અમે રાહુલને નંબર ચાર પર અજમાવવાનો વિચાર કરી રહ્યાં છીએ.

Related posts

મોહમ્મદ શમી પછી હવે બુમરાહનાં બચાવમાં આવ્યા ટીમનાં આ વરિષ્ઠ ખેલાડી

pratik shah

એવું તે શું થયું છે ઈશાંત શર્માને, કે બે દિવસથી સુઈ શકતો નથી !

Pravin Makwana

વેસ્ટઈન્ડિઝના આ મહાન ખેલાડીએ બનવા માગે છે પાકિસ્તાની, રાષ્ટ્રપતિને કરી નાગરિકતાની અરજી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!