ટેસ્ટ ક્રિકેટમાં સફળતાનાં રથ પર સવાર વિશ્વની નંબર વન ટીમ ભારત શુક્રવારથી ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ શરૂ થવા વાળી પ્રથમ ટેસ્ટ મેચમાં જ્યારે ઉતરશે તો ટીમનું અભેદ્ય લક્ષ્ય 11 વર્ષ પછી કીવી જમીન પર સીરીઝ પર જીત પ્રાપ્ત કરવાનો રહેશે. કેપ્ટન વિરાટ કોહલીનાં નેતૃત્વ હેઠળની ભારતીય ટીમને ન્યૂઝીલેન્ડ પ્રવાસની ધમાકેદાર શરૂઆત કરી હતી, અને ટી-20 સીરીઝ 5-0થી અજેય સફળતા પ્રાપ્ત કરી હતી. પરંતુ ત્રણ મેચોની વનડે સીરીઝમાં ટીમ ઈન્ડિયાનો 0-3 સફાયો થયો હતો.
ટીમનું અભેદ્ય લક્ષ્ય 11 વર્ષ પછી કીવી જમીન પર સીરીઝ પર જીત પ્રાપ્ત કરવાનો
ક્રિકેટનાં નાનાં ફોર્મેટ પછી હવે આ પ્રવાસનો અંતિમ ચરણમાં મોટું ફોર્મેટનો વારો છે, અને વિશઅવની નંબર એક ટીમ સીરીઝને જીતવાની પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, પરંતુ ટીમ ઈન્ડિયાએ યજમાન ટીમના પડકારને વનડેમાં પ્રદર્શનનાં આધાર પર ગંભીરતાથી લેવું પડશે. અને તે પ્રમાણે તમામ પ્રકારની રણનીતિ ઘડવી પડશે.
વિરોધી ટીમ વિરુદ્ધ તમામ પ્રકારની રણનીતિ ઘડવાનો પડકાર
ભારત આ બે ટેસ્ટ મેચોની સીરીઝમાં મુખ્ય લક્ષ્ય 11 વર્ષનાં અંતરાળ પછી ન્યૂઝીલેન્ડમાં ટેસ્ટ સીરીઝ જીતવાનું રહેશે. ભારતે છેલ્લે વર્ષ 2008-09માં ન્યૂઝીલેન્ડમાં ત્રણ મેચોની સીરીઝ 1-0થી જીત પ્રાપ્ત કરી હતી. ત્યાર પછી ભારતને વર્ષ 2013-14માં ન્યૂઝીલેન્ડમાં બે મેચોની સીરીઝમાં 1-0થી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારત છેલ્લી પાંચ સીરીઝથી અજેય છે. અને આ દરમ્યાન તેણે વેસ્ટઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, વેસ્ટઈન્ડિઝ, દક્ષિણ આફ્રિકા અને બાંગ્લાદેશને હરાવ્યું છે.
READ ALSO
- સુરત / કડોદરા ચાર રસ્તા પરથી સબસિડીવાળું યુરિયા ભરેલી ટ્રક પકડાઈ, 10 લાખનો મુદ્દામલ જપ્ત
- અમદાવાદ / 11.82 લાખના ડ્રગ્સ સાથે બે ભાઈઓ સહિત ત્રણની ધરપકડ
- દુનિયાના આ દેશોને થાય છે અઢળક આવક, લોકોએ એક પણ રુપિયાનો ભરવો પડતો નથી ટેકસ
- શું તમે લેબમાં તૈયાર કરવામાં આવતા હીરા વિશે જાણો છો? ભારતમાં વર્ષ 2004માં લેબમાં હીરો તૈયાર કરાયો હતો
- પૃથ્વીના સૌથી સક્રિય ભૂકંપ ક્ષેત્ર પર વસ્યું છે તુર્કી, ૧૯૩૯માં ભૂકંપ ૩૩૦૦૦ને ભરખી ગયો હતો