GSTV
Gujarat Government Advertisement

IND vs AUS: આખરે ત્રીજી વન-ડેમાં ભારતે ટોસ જીત્યો અને બેટિંગ કરશે, ભારતે ઘણા ફેરફાર કર્યા

વન

Last Updated on December 2, 2020 by Bansari

ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન વન-ડે ક્રિકેટ સિરીઝમાં ઉપરા ઉપરી બે મેચ હારી ગયેલી ભારતીય ક્રિકેટ ટીમ બંને મેચમાં બીજી બેટિંગ કરીને હારી હતી. જોકે આ વખતે ભારત પહેલા બેટિંગ કરશે. બુધવારે કેનબેરા ખાતે રમાનારી ત્રીજી અને અંતિમ વન-ડેમાં ભારતે ટોસ જીત્યો હતો.

કોહલીએ બેટિંગ કરવાનો નિર્ણય લીધો

ભારતીય સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતને પળભરની વાર કર્યા વિના જ બેટિંગ કરવાનો નિર્ણય જાહેર કરી દીધો હતો. ટોસ જીતીને કોહલીએ જણાવ્યું હતું કે અહીંની પિચ બેટિંગ માટે અનુકૂળ છે અને અમે પહેલા બેટિંગ કરીશું,

કોહલીએ જણાવ્યું હતું કે અમે પહેલા બેટિંગ કરીને હરીફ ટીમને દબાણમાં લાવવા માગીએ છીએ. છેલ્લે ચાર વર્ષ અગાઉ અમે અહી રમ્યા હતા અને એ વખતે પણ વિકેટ ખૂબ સારી હતી. એ વખતે બંને ટીમ 300+ના સ્કોર નોંધાવ્યા હતા.

શુભમન ગિલને ટીમમાં સ્થાન

વન

બુધવારની મેચમાં ભારતે ઓપનર શુભમન ગિલને ટીમમાં સામેલ કર્યો છે. આમ મયંક અગ્રવાલને બદલે આ મેચમાં ગિલ રમશે.
આ ઉપરાંત ભારતીય ટીમમાં શાર્દૂલ ઠાકુર, ટી. નટરાજન અને કુલદીપ યાદવને પણ સામેલ કરવામાં આવ્યા છે. ભારતીય ટીમમાંથી મયંક અગ્રવાલ ઉપરાંત મોહમ્મદ શમી, નવદીપ સૈની અને યુઝવેન્દ્રસિંહ ચહલની બાકબાદી કરી નાખવામાં આવી છે. આમ ચહલને સ્થાને ચાઉનામેન બોલર કુલદીપ યાદવને સામેલ કરાયો છે.

બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ પણ તેની ટીમમાં ત્રણેક ફેરફાર કર્યા છે. કેમરૂન ગ્રીન તેની કરિયરની પહેલી વન-ડે રમશે. આ ઉપરાંત ટીમમાં સિન એબોટ અને એશ્ટન એગરને સામેલ કરાયા છે. ઇજાગ્રસ્ત ડેવિડ વોર્નરને સ્થાને મેરનસ લબુશેન ઓપનિંગ કરશે.

Read Also

Gujarat Government Advertisement

Related posts

જો તમે વર્ક ફ્રોમ હોમ દરમિયાન તણાવ અનુભવો છો તો અજમાવો આ પદ્ધતિઓ

Vishvesh Dave

ખૂબ જ ટૂંક સમયમાં બદલાશે તમારી વોટ્સએપ ચેટની ડિઝાઇન, એપ્લિકેશનમાં કરવામાં આવી રહ્યા છે ફેરફાર

Vishvesh Dave

આ બેંકે 50 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે રજૂ કર્યો વિશેષ એફડી પ્લાન, મળશે આ મોટા ફાયદાઓ

Vishvesh Dave
Do NOT follow this link or you will be banned from the site!