GSTV

OMG! WTCમાં ભૂંડી હાર છતાં ટીમ ઇન્ડિયા થઇ માલામાલ, ICCએ આપી આટલી તગડી રકમ

Last Updated on June 24, 2021 by Bansari

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલમાં ટીમ ઈન્ડિયાને હરાવીને ન્યુઝીલેન્ડ ટેસ્ટનો વર્લ્ડ ચેમ્પિયન બન્યુ છે. તેણે બુધવારે (રિઝર્વે-ડે) વિરાટ કોહલીની આગેવાની હેઠળની ભારતીય ટીમને 8 વિકેટે હરાવી હતી. ન્યુઝિલેન્ડને 139 રનનો લક્ષ્યાંક મળ્યો હતો, જે તેણે 2 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો. આ જીતની સાથે જ ન્યુઝીલેન્ડની ટીમ પર ધન વર્ષા થઇ છે. આ સાથે જ રનર-અપ ટીમ ઈન્ડિયાને પણ સારી રકમ મળી છે.

જાણો કઇ ટીમને મળી કેટલી રકમ

ડબ્લ્યુટીસીની ફાઇનલની શરૂઆત પહેલા આઈસીસીએ ઇનામની રકમ જાહેર કરી હતી. કિવિ ટીમને 6 1.6 મિલિયન (લગભગ 11.72 કરોડ) ઇનામ તરીકે આઇસીસી ટેસ્ટ ચેમ્પિયનશિપ ગદા મળી છે.

ટીમ

આ સ્પર્ધામાં ભારતીય ટીમ બીજા સ્થાને રહી. તેને 8 લાખ ડોલર (આશરે 5.86 કરોડ રૂપિયા) મળ્યા છે, જ્યારે ત્રીજા સ્થાને રહેલી ટીમને (ઓસ્ટ્રેલિયા) 4.50 લાખ ડોલર અથવા લગભગ 3.9 કરોડ મળશે, જ્યારે ચોથા સ્થાન પર ઇંગ્લેન્ડને 3.50 લાખ ડોલર (રૂ. 2.56 કરોડ) આપવામાં આવશે. પાંચમા સ્થાને રહેલી ટીમને રૂ. 1.46 કરોડ (2 લાખ ડોલર) આપવામાં આવશે, જ્યારે બાકીની ચાર ટીમોને 1-1 લાખ (લગભગ 73 લાખ રૂપિયા) આપવામાં આવશે.

પહેલી દસ ઓવરમાં જ પરિણામ નક્કી થઈ ગયુ હતુ

વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિશનશિપની ફાઈનલમાં ભારતના કારમા પરાજય બાદ ક્રિકેટ ચાહકો નિરાશ છે અને પૂર્વ ક્રિકેટરો પણ ટીમના પ્રદર્શનથી નારાજ છે. માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ભારતની હારનુ કારણ આપતા કહ્યુ છે કે, પાંચમા દિવસની રમતની શરૂઆતની દસ જ મિનિટમાં ભારતે પહેલા કોહલી અને પછી પૂજારાની વિકેટ ગુમાવી હતી અને આ જ ભારતની હારનુ કારણ હતુ. તેંડુલકરે ન્યૂઝીલેન્ડને વિશ્વ ચેમ્પિયન બનવા બદલ અભિનંદન આપતા કહ્યુ તુ કે, ન્યૂઝીલેન્ડ વધારે સારી ટીમ હતી અને ટીમ ઈન્ડિયા પોતાના દેખાવથી ચોક્કસ નિરાશ હશે.

ટીમ

સચિને આગળ કહ્યુ હતુ કે, પહેલી 10 ઓવર મહત્વપૂર્ણ રહેશે તેવુ હું પહેલા પણ કહી ચુકયો હતો અને એવુ જ થયુ હતુ. પહેલી દસ ઓવરમાં માત્ર 10 બોલમાં કોહલી અને પૂજારા આઉટ થયા હતા અને તેનાથી બીજા બેટસમેનો પર ભારે દબાણ સર્જાયુ હતુ.

કોહલી અને પૂજારા ન્યૂઝીલેન્ડના લાંબા કદના ઓલરાઉન્ડર કાયલે જેમીસનના હાથે આઉટ થયા હતા. જેમીસને મેચના રિઝર્વ ડેના દિવસે પણ પીચ પરથી બોલને મૂવ કરાવ્યો હતો અને ભારતીય બેટસમેનોને પરેહાશન કર્યા હતા.

બીજી તરફ પૂર્વ દિગ્ગજ બેટસમેન લક્ષ્મણે પણ કહ્યુ હતુ કે, ન્યૂઝીલેન્ડની ટીમ જીતની હકદાર છે. ન્યૂઝીલેન્ડના બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી અને બીજી ઈનિંગમાં વિલિયમસન અને ટેલરે પોતાનો અનુભવ કામે લગાડીને બેટિંગ કરી ટાર્ગેટ હાંસલ કર્યુ હતુ.

Read Also

Related posts

મલાઈકા ફરી ચડી કેમેરાની નજરે : ટોપ અને ટાઈટ લેગિંગમાં વિખેરી આ અભિનેત્રીએ પોતાની અદાઓ, ક્યારેય નથી ચૂકતી વર્કઆઉટ રૂટિન

Zainul Ansari

સામૂહિક પિતૃતર્પણ / કોરોનાકાળમાં વિધવા સ્ત્રીઓને જીવન જીવવાનો કેડો બતાવ્યો, 51 મહિલાઓ થશે પોતાને પગભર

Dhruv Brahmbhatt

પાર્ટનર સાથેના સબંધમાં આ વાતોની ના કરો અવગણના, નહીંતર કમજોર થઇ શકે છે તમારી રિલેશનશિપ

Damini Patel
Do NOT follow this link or you will be banned from the site!