GSTV
Gujarat Government Advertisement

ટીમ ઈન્ડિયાએ સિડનીથી મોકલી રાહુલ દ્રવિડને ‘બર્થ-ડે ગિફ્ટ’, વર્ષો સુધી યાદ રાખશે ‘ધ વૉલ’

Last Updated on January 11, 2021 by Ali Asgar Devjani

ટીમ ઈન્ડિયાએ ઐતિહાસિક પ્રદર્શન કરતા સિડની ટેસ્ટ ડ્રો કરાવવામાં સફળતા મેળવી. 407 રનના ટાર્ગેટને ચેઝ કરતા એક સમયે ભારતીય ટીમ ઘણી દબાણ હેઠળ હતી. સોમવારે રમત શરૂ થઈ ત્યારે જીત તો દૂર મેચ ડ્રો કરવાની શક્યતાઓ પણ લાગી રહી નહોતી. આ સમયે કેપ્ટન રહાણે અને ચેતેશ્વર પૂજારા ફિલ્ડ પર હતા. પરંતુ ભારતીય ફેન્સને આ સમયે રાહુલ દ્રવિડની યાદ આવી રહી હતી. તેઓ ઈચ્છતા હતા કે ભારત માટે દ્રવિડની જેમ કોઈ ખેલાડી ‘વૉલ’ની ભૂમિકા ભજવે. આ પ્રાર્થનાઓ ફળી અને 1-2 નહીં પણ 3 ખેલાડીઓએ આ ભૂમિકા ભજવી હતી. આ સાથે ત્રણેય ખેલાડીઓ તરફથી ટીમ ઈન્ડિયાના ‘ધ વૉલ’ને સિડનીથી જન્મદિવસની ભેટ આપી હતી.

પૂજારાએ ટ્રોલર્સને આપ્યો જડબાતોડ જવાબ

ઓસ્ટ્રેલિયાએ ભારત સામે 407 રનનો લક્ષ્યાંક રાખ્યો હતો. ભારતે ચોથા દિવસના અંતે 2 વિકેટે 98 રન કર્યા હતા. જે પછી સૌથીવધુ આશા પૂજારા પાસેથી હતી. પૂજારાએ પણ સૌને નિરાશ ના કર્યા. પૂજારાને દ્રવિડનો યોગ્ય ઉત્તરાધિકારી માનવામા આવે છે. 80મી ટેસ્ટ રમતા પૂજારાએ બીજી ઈનિંગ્સમાં 205 બોલનો સામનો કર્યો અને 77 રન કર્યા હતા. પૂજારાની આ ઈનિંગ્સ એ લોકો માટે વળતો જવાબ હતો જેમણે તેને પ્રથમ ઈનિંગ્સમાં સ્લો રમવા માટે ટ્રોલ કર્યો હતો.

ઈજાગ્રસ્ત હોવા છતાં વિહારીએ કરી બેટિંગ…

ચેતેશ્વર પૂજારાનું ડિફેન્સ 205માં બોલે તૂટી ગયું. પરંતુ તેના આઉટ થયા બાદ હનુમા વિહારી અને રવિચંદ્રન અશ્વિને એવી રમત રમી કે જાણે ટીમ ઈન્ડિયાના ‘ધ વૉલ’ બનવા માટે હરિફાઈ કરી રહ્યાં હતા. અશ્વિન (128 બોલમાં 39 રન) એવી રીતે નાથન લાયનને રમી રહ્યો હતો કે જાણે બેટ્સમેનોને શીખવી રહ્યો હોય. હનુમા વિહારી ઈજાગ્રસ્ત હતો અને દોડી શકતો નહોતો, પરંતુ ટીમ ઈન્ડિયાને તેની જરૂર હતી તેથી તેણે બેટિંગ ચાલુ રાખી અને પોતાની વિકેટ ગુમાવી નહીં. એક અહેવાલ અનુસાર પંત અને હનુમા વિહારીએ પેન કિલર્સ લઈને બેટિંગ કરી હતી. બંને ખેલાડીઓ ભારે પીડાનો સામનો કરી રહ્યાં હતા. વિહારી કદાચ ચોથી ટેસ્ટમાં ના રમી શકે તેવું પણ બને. જોકે આ અંગે હાલ કોઈ સત્તાવાર અહેવાલ આવ્યા નથી.

ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ માનસિક-શારીરિક રીતે થાકી ગયા

હનુમા વિહારીએ 161 બોલમાં પોતાની ઈનિંગ્સમાં માત્ર 2 શૉટ્સ ફટકાર્યા હતા. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન એલન બોર્ડરને લાગ્યું હશે કે હનુમાને શૉટ્સ ફટકારતા આવડતું નથી. બોર્ડરે ભલે ભારતીય બેટ્સમેનોને દબાણમાં લાવવા આ વાત કહી હોય પરંતુ તેમને દરેક ડોટ બોલ પર ઘણી પીડા થઈ હશે. ભારતીય બેટ્સમેનો ડૉટ બોલ્સ રમીને જ મેચ ડ્રો કરી ગયા. વાસ્તવમાં આ ઓસ્ટ્રેલિયાની હાર અને ભારતની માનસિક જીત માનવામાં આવી રહી છે. 130થી વધુ ઓવર સુધી ફિલ્ડિંગ અને બોલિંગ બાદ ઓસ્ટ્રેલિયન ખેલાડીઓ માનસિક અને શારીરિક રીતે ભાંગી પડ્યા હશે. હવે 3 દિવસ બાદ જ ચોથી ટેસ્ટ રમાવવાની છે ત્યારે તેમની માટે માનસિક-શારીરિક થાકને દૂર કરવો એક પડકાર રહેશે.

READ ALSO

Gujarat Government Advertisement

Related posts

સંબંધોને લાંછન: મોટાભાઈએ સગી બહેન પર દુષ્કર્મ આચરી આપી ધમકી, આખરે પોત પ્રકાશ્યું

Pritesh Mehta

લગ્નમાં પહોંચ્યો કન્યાનો એક્સ, પછી જે બન્યું તે જોતા જ રહી જશો આપ

Vishvesh Dave

રામ મંદિર નિર્માણમાં ભ્રષ્ટાચાર બાદ ભડક્યાં સાક્ષી મહારાજ, કહ્યું – ‘રસીદ દેખાડો અને ડોનેશન લઇ જાઓ’

Dhruv Brahmbhatt
Do NOT follow this link or you will be banned from the site!