GSTV
Home » News » ઋષભ પંતને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન ન આપીને સિલેક્ટર્સે કરી મોટી ભૂલ? ઉઠી રહ્યાં છે સવાલો

ઋષભ પંતને વર્લ્ડ કપ ટીમમાં સ્થાન ન આપીને સિલેક્ટર્સે કરી મોટી ભૂલ? ઉઠી રહ્યાં છે સવાલો


વર્લ્ડ કપની ટીમમાંથી ઋષભ પંતને બહાર રાખવાનો પસંદગીકારોનો નિર્ણય ક્રિકેટ ચાહકોને ગળે ઉતરી રહ્યો નથી.ઋષભ પંતની જગ્યાએ બીજા વિકેટકીપર તરીકે કાર્તિકને તક અપાઈ છે પણ ઘણાનુ માનવુ છે કે, પંતને ટીમમાં સ્થાન મળવુ જોઈતુ હતુ કારણકે એક પીંચ હિટર બેટસમેન્ તરીકે પંત કોઈ પણ ક્રમે રમવા માટે સક્ષમ છે.

rishabh pant world cup

એક અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે મોટાભાગના પસંદગીકારો પંતને ટીમમાં રાખવા માંગતા હતા.તે નંબર ચાર પર બેટિંગ માટે પણ સારો વિકલ્પ પુરવાર થઈ શકે તેમ હતો.આ સ્થાન પર સારા બેટ્સમેનની શોધ કેટલાય વખતથી ચાલી રહી છે પણ એક સિલેક્ટરે પંતની પસંદગી સામે વાંધો ઉઠાવીને ચર્ચાને બીજા પાટે ચઢાવી હતી.આ સિલે્કટરને ટીમ ઈન્ડિયાના એક વરિષ્ઠ ખેલાડીનો સપોર્ટ છે.

પંતની પસંદગી આ કારણોસર કરવાની હતી તેવુ ઘણાનુ માનવુ છે. જેમ કે નંબર ચાર નહી કોઈ પણ ક્રમે બેટિંગ કરવા સક્ષમ ઓપનરો ઈજાગ્રસ્ત થાય તો પંત ઓપનિંગ પણ કરી શકે તેમ છે. પંત ભવિષ્ય માટે ભારતીય ટીમનો સભ્ય છે.

આવા ખેલાડીને બહાર રાખીને ક્રિકેટ બોર્ડે પોતાના જ વલણ પર સવાલ ઉભા કર્યા છે કારણકે તાજેતરમાં જ બોર્ડે પંતને એ ગ્રેડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે.જેમાં મોટાભાગે ટીમ ઈન્ડિયામાં રમનારા ખેલાડીઓ છે. પંતને સહેવાગ, ગાંગલુ અને પોન્ટિંગે પણ નંબર ચાર ક્રમ માટે બહેતર વિકલ્પ ગણાવ્યો હતો.

Read Also

Related posts

અમદાવાદ : યુવતીની છેડતીના આરોપી ભાવીન શાહનું બાઈક પોલીસે કબ્જે કર્યું

Mayur

ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આનંદો, પોતાના વતનની કોઈ પણ શાળાનું પરીક્ષા કેન્દ્ર પસંદ કરી શકશે

Mayur

બિહારમાં બાળકોને મળવા પહોંચ્યા આ અભિનેતા, લોકો લેવા લાગ્યા સેલ્ફી

Kaushik Bavishi
Do NOT follow this link or you will be banned from the site!