આગામી વર્ષે રમાનાર અંડર 19 વર્લ્ડ કપ માટે ભારતીય ક્રિકેટ ટીમનું એલાન કરવામાં આવ્યું છે. પ્રિયમ ગર્લને ટીમની કમાન સોંપવામાં આવી છે. સાથે જ આગ્રાના રહેવાસી ધ્રુવ ચંદ જુરેલ વિકેટ કીપર અને વાઇસકેપ્ટન્સીની જવાબદારી સંભાળશે. આ વખતે વર્લ્ડ કપ સાઉથ આફ્રિકામાં રમાશે.

ભારતીય ટીમ અત્યાર સુધી ચાર વાર અંડર 19 વર્લ્ડ કપ જીતી ચુકી છે. હવે ફરી એકવાર ટીમ ઇન્ડિયા જીતના મિશન પર લાગી જશે. આ વખતે વર્લ્ડ કપમાં કુલ 16 ટીમો હિસ્સો લઇ રહી છે. ટૂર્નામેન્ટની પહેલી મેચ 17 જાન્યુઆરીએ રમાશે અને ફાઇનલ મેચ 9 ફેબ્રુઆરીએ રમાશે.

આ વખતે વર્લ્ડ કપની લીગ મેચમાં ભારત અને પાકિસ્તાનની ટક્કર જોવા નહી મળે પરંતુ ભારતને ગ્રુપ એ અને પાકિસ્તાનને ગ્રુપ સીમાં મુકવામાં આવ્યું છે. ભારતની પહેલી મેચ 19 જાન્યુઆરીએ શ્રીલંકા સામે રમાશે. આ સાથે જ ભારતીય ટીમના અભિયાનનો શુભારંભ થશે. ભારતની બીજી મેચ 21 જાન્યુઆરીએ જાપાન અને ત્રીજી મેચ 24 જાન્યુઆરીએ ન્યૂઝીલેન્ડ સામે રમાશે.

આ છે ગ્રુપ
ગ્રુપ એ: ભારત, ન્યુઝીલેન્ડ, શ્રીલંકા, જાપાન
ગ્રુપ બી: ઑસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, વેસ્ટ ઇન્ડીઝ, નાઇજીરીયા
ગ્રુપ સી: પાકિસ્તાન, બાંગ્લાદેશ, ઝિમ્બાબ્વે, સ્કોટલેન્ડ
ગ્રુપ ડી: અફઘાનિસ્તાન, દક્ષિણ આફ્રિકા, સંયુક્ત આરબ અમીરાત, કેનેડા
ભારતીય ટીમ:
પ્રિયમ ગર્ગ (કેપ્ટન), ધ્રુવ ચંદ જુરેલ (વિકેટકીપર અને ઉપ-કપ્તાન), યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, દિવ્યાંશ સક્સેના, શાશ્વત રાવત, દિવ્યાંશ જોશી, શુભાંગ હેગડે, રવિ બિશ્નોઈ, આકાશ સિંહ, કાર્તિક ત્યાગી, અથર્વ અંકોલેકર (વિકેટકીપર), સુશાંત મિશ્ર, વિદ્યાધર પાટિલ
Read Also
- ખેડૂતો માટે ખુશખબર, ગુજરાતમાં 8 લાખ હેક્ટરમાં વાવેતર કરાયેલા પાકના પ્રથમવાર ભાવ વધવાની સંભાવના
- 2 લાખ રૂપિયામાં શરૂ કરો પોતાનો આ સદાબહાર બિઝનેસ, મોદી સરકાર પણ કરશે મદદ
- ચેકથી લઇને ATM સુધી SBIએ બદલી નાંખ્યા છે આ 6 નિયમો, તમારા માટે જાણવા છે ખૂબ જરૂરી
- પુત્રી માટે દર મહિને આ સરકારી યોજનામાં બચાવો પૈસા તો નહી રહે ઈનકમ ટેક્સની ચિંતા, જાણો કેવી રીતે?
- જેનિફરે શેર કર્યો અન-એડિટેડ અંડરઆર્મ્સનો ફોટો, ફેન્સે કોમેન્ટમાં લખ્યું, ‘જેવા મારા એવા….’