GSTV
Home » News » ટીમ ઈન્ડિયા ફેન ચારુલતા પટેલને મળ્યું એડમાં કામ, થોડા સમયમાં કરશે શૂટિંગ શરૂ

ટીમ ઈન્ડિયા ફેન ચારુલતા પટેલને મળ્યું એડમાં કામ, થોડા સમયમાં કરશે શૂટિંગ શરૂ

આઈસીસી વર્લ્ડ કપમાં બાંગ્લાદ્શ સામે ટીમ ઈન્ડિયા માટે ચીયર કરનારી 87 વર્ષની ચારુલતા પટેલને પેપ્સીકોએ તેને પોતાની એડમાં સામેલ કરી લીધી છે. બર્મિંગમમાં બાંગ્લાદેશ સામે મેચ જીત્યા પછી વિરાટ કોહલી અને રોહિત શર્માએ વુદ્ધ મહિલા ફેન સાથે મુલાકાત કરી હતી.

ચારુલતા સાથે ક્રિકેટર્સના ઘણા ફોટા અને વીડિયો વાયરલ થયા હતા. મીડિયાને મળેલા સમાચાર મુજબ પેપ્સીકોએ ચારુલતા પટેલને વર્લ્ડ કપમાં સ્વેગ સ્ટાર માટે જાહેર કરવાની તૈયારી કરી લીધી છે. પેપ્સીકો આઈસીસી વર્લ્ડ કપ 2019 માટે હેશટેગ #HarGhoontMeinSwagHai સાથે જાહેરાત અભિયાન ચલાવે છે.

ચારુલતા પટેલને એડમાં લાવવાથી પેપ્સીકોના આ અભિયાનમાં તેજી આવવાની આશા છે. પેપ્સીકોના પ્રવક્તાએ કહ્યું કે, જે રીતે તેમને મેચ જોવામાં રસ અને જુસ્સો છે તે જણાવે છે કે જીવનની અદભુત પળોને જીવવા માટે કોઈ ઉંમરનો બાધ હોતો નથી.

આઈસીસી વર્લ્ડ કપ 2019માં ઈન્ડિયા અને બાંગ્લાદેશની મેચ દરમિયાન સ્ટેડિયમમાં હાજર ચારુલતા પટેલે બધાનું ધ્યાન ખેંચ્યું હતું. ભારતીય ટીમ જ્યારે બેટિંગ કરી રહી હતી ત્યારે જોરશોર સાથે ટીમ ઈન્ડિયાને સપોર્ટ કરી રહી હતી. ભારતીય ટીમ જ્યારે બેટિંગ કરી રહી હતી ત્યારે ચારુલતા પટેલે કહ્યું કે વર્લ્ડ કપ ઈન્ડિયા જીતશે.

તેણે એ પણ કહ્યું કે ટીમ ઈન્ડિયા તેની ટીમ છે. માટે તે ટીમને સપોર્ટ કરશે. તેણે કહ્યું કે, ‘ જ્યારે તે આફ્રીકામાં હતા ત્યારથી મેચ જોઈ રહ્યા છે, આ પહેલા હું ટીવી પર જોતી હતી ત્યારે હું કામ કરતી હતી, પરંતુ હવે રિટાયર્ટ થઈ ગઈ છું તો લાઈવ જોવા આવી.’

Read Also

Related posts

પંકજ અડવાણીએ જીત્યું વિશ્વ બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપનું ટાઈટલ, 22મીં વખત બન્યા વર્લ્ડ ચેમ્પિયન

GSTV Desk

સાઉથ આફ્રિકા સામે ભારતને ઘરઆંગણે ટ્વેન્ટી-20માં સૌપ્રથમ વિજયની તલાશ

Bansari

ઝિમ્બાબ્વે સામે અફઘાન બેટ્સમેનોના સતત ૭ બોલમાં ૭ છગ્ગા : ૮ બોલમાં ૪૭ રન ફટકાર્યા

Bansari
Do NOT follow this link or you will be banned from the site!