GSTV

ટીમ ઈન્ડિયાએ બ્રિસ્બેનમાં પહોંચી ખરાબ વ્યવસ્થાનો સામનો કરવો પડ્યો, હોટલમાં ટોઈલેટ પણ સાફ કરાયા નહોતા

ભારતીય ક્રિકેટ ટીમ આજે મંગળવારે સિડનીથી બ્રિસ્બેન પહોંચી ગઈ છે. ચોથી અને અંતિમ ટેસ્ટ અગાઉ થાકીને ભારતીય ખેલાડીઓ જેવા હોટલ પહોંચ્યો તો અહીં સામાન્ય વ્યવસ્થાઓ પણ કરવામા આવી નહોતી. તમામ તે વાયદાનો ભંગ કરવામા આવ્યો જે ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારતીય ટીમ મેનેજમેન્ટને કર્યો હતો.

ભારતીય ટીમ માટે ત્યાં એક પણ કર્મચારી નહોતો. રુમ સર્વિસ અને હાઉસકીપિંગની સુવિધાઓ પણ નહોતી. બેડ યોગ્ય કરવાની સાથે લઈ શૌચાલય સાફ કરવાના કામ ભારતીય ખેલાડીઓએ જાતે જ કરવા પડ્યા. જીમ પણ સામાન્ય સ્તરનું હતું. જેમાં ભાગ્ય જ કોઈ ઈન્ટરનેશનલ ક્રિકેટર યોગ્ય વર્કઆઉટ કરી શકે. ખેલાડીઓને હોટલમાં બાયો બબલમાં રાખવામા આવ્યા છે. ઈજાગ્રસ્ત ખેલાડીઓએ આખા દિવસના થાક બાદ માનસિક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવાનું હોય છે. હોટલનું સ્વિમિંગ પૂલ પણ ખેલાડીઓ માટે ઉપલબ્ધ નથી. કોરોના સંક્રમણના જોખમને કારણે ખેલાડીઓ હોટલની બહાર પણ જઈ શકતા નથી. આ સ્થિતિને જોતા ટીમના મેનેજરે BCCI સમક્ષ ફરિયાદ નોંધાવી છે.

BCCI સમક્ષ પહોંચી ફરિયાદ

હાલ બોર્ડ પ્રેસિડન્ટ સૌરવ ગાંગુલી, સેક્રેટરી જય શાહ અને સીઈઓ હેમંગ અમીન ક્રિકેટ ઓસ્ટ્રેલિયાનો સંપર્ક કરી ચૂક્યા છે. આ વ્યવસ્થાને વહેલી તકે સુધારી આપવા ઓસ્ટ્રેલિયન બોર્ડે વાયદો કર્યો છે. ક્વિન્સલેન્ડના કેપિટલમાં 15 જાન્યુઆરીથી ચોથી અને અંતિમ ટેસ્ટ યજમાની અંગે ઘણી અનિશ્ચિતતા હતી. બ્રિસ્બેનમાં 50 ટકા લોકોને સ્ટેડિયમમાં આવવાની મંજૂરી રહેશે.

બીસીસીઆઈએ અગાઉ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાને બ્રિસ્બેનના કડક ક્વોરેન્ટાઈન નિયમો અંગે પત્ર લખ્યો હતો. ભારતીય ખેલાડીઓ હોટલ બહાર જઈ શકતા નહોતા. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના ઈન્ટરિમ સીઈઓ નિક હૉકલેએ કહ્યું હતું કે,‘હું સમર્થન અને યોજના અનુસાર ચોથી ટેસ્ટના બ્રિસ્બેનમાં આયોજન માટે સીએ અને બીસીસીઆઈ સાથે કામ કરવાની ઈચ્છા રાખતી ક્વિન્સલેન્ડ સરકારનો આભાર માનું છું.’

READ ALSO

Related posts

આને કહેવાય સરકાર/ સરકારના એક મંત્રાલયની ભૂલ થતાં આખી કેબિનેટે રાજીનામું આપી દીધું, વડાપ્રધાન પણ પદ પરથી હટી ગયા

Pravin Makwana

વેક્સિનેશનની તૈયારીઓ પૂર્ણ જુદા જુદા જિલ્લા-તાલુકાઓમાં પહોંચાડાયો વેક્સિનનો જથ્થો

Pritesh Mehta

ઓસ્ટ્રેલિયન સ્પિનર લાયને ફટકારી ટેસ્ટ મેચોની ‘સદી’, હવે 400ના આંકડા પર છે તેની નજર

Ali Asgar Devjani
Do NOT follow this link or you will be banned from the site!