GSTV
Home » News » તો શું ટીમ ઈન્ડિયામાંથી કપાઈ ગયું અશ્વિનનું પત્તુ, કોચ શાસ્ત્રીએ આપ્યું આ નિવેદન

તો શું ટીમ ઈન્ડિયામાંથી કપાઈ ગયું અશ્વિનનું પત્તુ, કોચ શાસ્ત્રીએ આપ્યું આ નિવેદન

ભારતીય ક્રિકેટ ટીમના મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ ઓસ્ટ્રેલિયા સામેની સિડની ટેસ્ટમાં પાંચ વિકેટનો હવાલો આપીને કહ્યું કે વિદેશી ધરતી પર અનુભવી રવિચંદ્રન અશ્વિનની જગ્યાએ કુલદીપ યાદવ ટીમના મુખ્ય સ્પિનર હશે. શાસ્ત્રીએ સ્પષ્ટતા કરતા કહ્યું છે કે કુલદીપ પહેલા જ અશ્વિન અને જાડેજાથી આગળ નિકળીને દેશના નંબર વન સ્પિનર છે.

શાસ્ત્રીએ ક્રિકબઝ વેબસાઇટને કહ્યું, ‘તેઓ પહેલા પણ વિદેશમાં ટેસ્ટ ક્રિકેટ રમી ચૂક્યા છે અને પાંચ વિકેટ લીધી છે. એવામાં તેઓ અમારા મુખ્ય સ્પિનર હશે.’ તેમણે કહ્યું, દરેક લોકોને સમય હોય છે (અશ્વિનની ખરાબ ફોર્મ તરફ ઈશારો કરીને) પરંતુ હવે કુલદીપ વિદેશમાં અમારા સર્વોચ્ચ સ્પિનર હશે.

કુલદીપે વરસાદથી પ્રભાવિત આ મેચમાં પાંચ વિકેટ લીધી હતી અને મોટાભાગના ઓસ્ટ્રેલિયન બેટ્સમેન તેમની બોલને સમજવામાં નિષ્ફળ રહ્યાં હતાં. શાસ્ત્રીએ કહ્યું, કુલદીપે જે પદ્ધતિથી સિડનીમાં બોલિંગ કરી તેનાથી હું ઘણો ઉત્સાહિત છું. ટેસ્ટ ક્રિકેટમાં પણ આ સમયે સ્પિનરો છે. તેમની સિડનીની બોલિંગ પરથી સ્પષ્ટ થાય છે કે તેઓ અમારા મુખ્ય સ્પિનર હશે. ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં જીતના નાયક રહેલા ચેતેશ્વર પુજારાને આ અગાઉ ઈંગ્લેન્ડ સામે બર્મિઘમ ટેસ્ટમાં અંતિમ 11માં સ્થાન મળ્યું નહતું. શાસ્ત્રીએ કહ્યું તેમની ટેકનિકમાં કોઈ ઘટાડો ન હતો, પરંતુ તેમણે ક્રીઝ પર ઉભા રહેવાની પદ્ધતિમાં ફેરફાર કર્યો જેનો ફાયદો તેમને મળ્યો.

પૂર્વ ભારતીય દિગ્ગજે કહ્યું, “તેમની સાથે ટેકનિકલી કોઈ સમસ્યા નથી. ચેતેશ્વર પૂજારા જે રીતે ક્રીઝ પર ઉભા રહેતા હતાં તે જ મોટું કારણ હતું. આ મોટી વાત ન હતી. જ્યારે તમે ક્રિકેટ રમો છો આ વસ્તુ તમારી સાથે પણ થઇ શકે છે.”

શાસ્ત્રીએ કહ્યું, “આપણે એ નક્કી કરવાનું હતુ કે તેમણે પ્રથમ ટેસ્ટ (ઈંગ્લેન્ડ)માં રમવાનુ જોખમ લઇને આગામી સાત થી આઠ મેચો માટે તેમને ફેરફાર કરવાની તક આપે.” કેપ્ટન વિરાટ કોહલીના પ્રશંસક મનાતા શાસ્ત્રીએ ફરી એક વખત તેમના વખાણ કર્યાં. તેમણે કોહલીની તુલના વેસ્ટ ઈન્ડીઝના મહાન ખેલાડી સર વિવિયન રિચર્ડસ અને પૂર્વ પાકિસ્તાની કેપ્ટન ઈમરાન ખાન સાથે કરી છે.

READ ALSO

Related posts

IPL 2019: આજિંક્ય રહાણે પાસેથી ઝૂંટવી લેવાઇ રાજસ્થાન રૉયલ્સની કેપ્ટન્સી, આ ખેલાડીને સોંપાઇ ટીમની કમાન

Bansari

રિલીઝના બીજા જ દિવસે કલંકનો બોક્સઓફિસ પર ફટાકીયો થઈ ગયો

Mayur

ફક્ત 17 મિનિટમાં ફુલ ચાર્જ થઇ જશે સ્માર્ટફોન, Xiaomi લાવી રહી છે દુનિયાનું સૌથી ફાસ્ટ ચાર્જર

Bansari