GSTV

બેંગ્લુરુમાં ટીમ ઈન્ડિયાનો ધમાકો, ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 2-1થી જીતી વનડે સીરીઝ

ભારત અને ઓસ્ટ્રેલિયાની વચ્ચે ત્રણ મેચોની સીરીઝની અંતિમ વનડે મેચ બેંગલુરુનાં કેએમ ચિન્નાસ્વામી સ્ટેડિયામ ખાતે રમાઈ હતી. ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવા ઉતરી ઓસ્ટ્રેલિયાની ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 286 રન બનાવ્યા હતા. જ્યારે યજમાન ટીમને સિરીઝ જીતવા માટે 287 રનનો વિક્રમજનક લક્ષ્યાંક આપ્યો હતો.

ત્યારે તેના જવાબમાં ઉતરી ટીમ ઈન્ડિયાએ 47.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 289 રન બનાવી લીધા હતા. સાથે સાથે આ મેચ જીતીને સીરીઝ પર પણ કબ્જો કર્યો છે.

ટીમ ઈન્ડિયાનાં વિસ્ફોટક બેટ્સમેન રોહિત શર્માએ વનડે ઈન્ટરનેશનલની 29મી ધમાકેદાર સદી ફટકારી છે. રોહિતે 128 બોલમાં 119 રનની ધમાકેદાર ઈનિંગ રમી જેમાં 6 છગ્ગા અને 8 ચોગ્ગા સામેલ હતા. આ સાથે રોહિતે સનથ જયસુર્યાનો રેકોડ પણ તોડ્યો છે.

રોહીત અને કોહલીનો જલવો

રોહિતે કાંગરૂ ટીમ સામે પોતાની આઠમી વખત સદી ફટકારી છે. જ્યારે કેએલ રાહુલ 27 બોલમાં 19 રન ફટકાર્યા હતા. ત્યારે કેપ્ટન કોહલી પણ આ રંગમાં રંગાયા હતા. કોહલીએ પણ 91 બોલમાં 89 રનની શાનદાર ઈનિંગ રમી હતી. પરંતુ કોહલી સદીથી ચૂકી ગયો હતો. શ્રેયસ અય્યરે જીતની બાજીમાં મહત્વનો ફાળો આપ્યો હતો. 35 બોલમાં 44 રનની અણનમ ઈનિંગ રમી હતી.

ટીમ ઈન્ડિયાની જીત

ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી સર્વાધિક ઈનિંગ વિસ્ફોટક બેટ્સમેન સ્ટિવ સ્મિથે કર્યો હતો. સ્ટિવની 131 રનની ઈનિંગમાં 1 છગ્ગો અને 14 છગ્ગા ફટકાર્યા હતા. સ્મિથે પોતાની વનડે કેરિયરની 9મી સદી ફટકારી હતી. આ સિવાય માર્નસ લાબુશેને અડધી સદી ફટકારી હતી. માર્નસની 54 રનની ઈનિંગમાં 5 ચોગ્ગા ફટકાર્યા હતા. જ્યારે ભારતીય બોલિંગ પાવરની વાત કરી એ તો મોહમ્મદ શમીએ સૌથી વધુ 4 વિકેટ, રવિન્દ્ર જાડેજાએ 2 વિકેટ ઝડપી હતી. જ્યારે નવદિપ સૈની અને કુલદિપ યાદવને 1-1 વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયાને ડેવિડ વોર્નર અને કેપ્ટન એરોન ફિંચની ઓપનિગં જોડી સાથે સારી શરૂઆતની આશા હતી. પરંતુ તે મુજબ થયું નહી.

ઓસ્ટ્રેલિયાની ઈનિંગની ચોથી ઓવરમાં જ ભારતીય ઝડપી બોલર મોહમ્મદ શમીએ કાંગારૂ ટીમને પહેલો ઝટકો આપ્યો ડેવિડ વોર્નરે કેએલ રાહુલને કેચ આપી દીધો અને ફક્ત 3 રને વોર્નર અને ફિંચ 19 રન બનાવીને આઉટ થયા હતા. જ્યારે માર્નસ લાબુશેન 54 રને આઉટ થયા. જાડેજાની બોલ પર કોહલીએ લાબુશનો કેચ ઝડપ્યો હતો. લાબુશે કારકીર્દીની પ્રથમ અડદી સદી ફટકારી હતી. લાબુશેન અને સ્મિથ સાથે ત્રીજી વિકેટ માટે 127 રનની ભાગીદારી નોંધાવી હતી.

ટીમો

ભારત: રોહિત શર્મા, શિખર ધવન, વિરાટ કોહલી (કેપ્ટન), કેએલ રાહુલ (વિકેટકીપર), શ્રેયસ ઐય્યર, મનીષ પાંડે, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને નવદીપ સૈની.

ઑસ્ટ્રેલિયા: ડેવિડ વૉર્નર, એરોન ફિંચ (કેપ્ટન), માર્નસ લાબુશાને, સ્ટીવ સ્મિથ, એશ્ટન ટર્નર, એલેક્સ કેરી (વિકેટકીપર), એશ્ટન એગર, મિશેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, કેન રિચાર્ડસન અને એડમ જામ્પા.

READ ALSO

Related posts

રિયાનો રેલો સારા, દીપિકા, શ્રદ્ધા અને નમ્રતા બાદ દિયા મિર્ઝા સુધી પહોંચ્યો, NCB કરશે પૂછપરછ

Mansi Patel

બેંગલોરની ટીમે ફરીથી નવી જોડી ઉતારી, ટીમ આ રેકોર્ડ સર્જી ચૂકી છે

Mansi Patel

આ દેશની સરકારની છે અનોખી સ્કીમ, જે પણ લગ્ન કરે તેને મળે છે 4.20 લાખ રૂપિયા

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!