GSTV
Cricket Cricket World Cup 2023 Sports Trending

ઓસ્ટ્રેલિયા સામે પાંચ ટી-20 મેચોની સિરીઝ માટે ટીમ ઈન્ડિયાનું એલાન, ટીમની કમાન સૂર્યકુમાર યાદવ સંભાળશે

ટીમ ઈન્ડિયાને ઓસ્ટ્રેલિયા સામે ફાઈનલ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો પરિણામે વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું તૂટી ગયું હતું. જોકે, હવે આસ્ટ્રેલિયા સામે પાંચ મેચોની ટી-20 શ્રેણી 23 નવેમ્બરથી શરૂ થવાની છે. જેના પગલે આજે ટીમ ઈન્ડિયાનું એલાન કરવામાં આવ્યું છે. જેમાં ટીમની કમાન સૂર્ય કુમાર યાદવને સોંપવામાં આવી છે. જ્યારે સિનિયર ખેલાડીઓને આરામ અને યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે.

ભારતીય ટીમઃ સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ (વાઈસ-કેપ્ટન), ઈશાન કિશન, યશસ્વી જયસ્વાલ, તિલક વર્મા, રિંકુ સિંહ, જીતેશ શર્મા (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શિવમ દુબે, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, પ્રસિદ્ધ કૃષ્ણ, આવેશ ખાન, મુકેશ કુમાર.

પાંચ મેચોનો ટી-20 કાર્યક્રમ

પ્રથમ મેચ- 23 નવેમ્બર, ગુરુવાર, રાજશેખર રેડ્ડી ACA-VDCA ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
બીજી મેચ- 26 નવેમ્બર, રવિવાર, ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, તિરુવનંતપુરમ
ત્રીજી મેચ- 28 નવેમ્બર, મંગળવાર, બારસાપારા ક્રિકેટ સ્ટેડિયમ, ગુવાહાટી
ચોથી મેચ- 01 ડિસેમ્બર, વિદર્ભ ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ, નાગપુર
પાંચમી મેચ- 03 ડિસેમ્બર, રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમ, હૈદરાબાદ

નોંધનીય છે કે, પાંચ ટી- 20ની સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાની સ્ક્વોડ અગાઉ એનાઉન્સ કરી દીધી હતી. જેમાં ટીમની કમાન મેથ્યૂ વેડને સોંપવામાં આવી છે.

T20 સીરીઝ માટે ઓસ્ટ્રેલિયાનું સ્ક્વોડ

મેથ્યુ વેડ (કેપ્ટન), મેથ્યુ શોર્ટ, ટિમ ડેવિડ, સ્ટીવ સ્મિથ, ટ્રેવિસ હેડ, ડેવિડ વોર્નર, ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઈનીસ, સીન એબોટ, જોશ ઈંગ્લિસ, તનવીર સંઘા, નાથન એલિસ, જેસન બેહરેનડોર્ફ, સ્પેન્સર જોન્સન, એડમ ઝમ્પા.

READ ALSO

Related posts

Solar Highway / UPમાં બની રહ્યો છે પહેલો સોલર એક્સપ્રેસ વે, જાણો શું છે ખાસ વાત

Nelson Parmar

India Vs South Africa Series: ભારતીય ટીમના પ્રવાસથી ક્રિકેટ સાઉથ આફ્રિકા થશે માલામાલ

Hardik Hingu

તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડી KCRને મળવા હોસ્પિટલ પહોંચ્યા

Rajat Sultan
GSTV