GSTV

WTC Final / ટીમ ઇન્ડિયાના ‘સ્પેશિયલ 15’ ખેલાડીઓના નામ જાહેર, જાણો કયા પ્લેયરોને સ્થાન મળ્યું

Last Updated on June 15, 2021 by Dhruv Brahmbhatt

ન્યુઝીલેન્ડ વિરૂદ્ધ 18 જૂનથી સાઉથૈંપ્ટનમાં યોજાનાર ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ માટે ભારતીય ટીમ હવે તૈયાર છે. મેચ પ્રેક્ટિસ પણ થઇ ચૂકી છે. રોજ તેનો સતત અભ્યાસ પણ શરૂ છે પરંતુ આ સમયમાં સૌથી મહત્વનું કામ પણ હવે પૂર્ણ થઇ ગયું છે. ફાઇનલ મુકાબલા માટે ટીમ ઇન્ડિયાના 15 ખેલાડીઓની જાહેરાત કરી દેવાઇ છે, જેમાંથી પ્લેઇંગ ઇલેવન અને 12માં ખેલાડીની પસંદગી 18 જૂનના રોજ કરવામાં આવશે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ટીમ ઇન્ડિયાએ 5 ફાસ્ટ બોલરોને શામેલ કર્યા છે. જ્યારે ઋષભ પંત અને ઋદ્ધિમાન સાહા વિકેટકીપર તરીકે ટીમનો ભાગ છે. જો કે, ઓપનરની ભૂમિકા માટે ટીમમાં બેકઅપ તરીકે મયંક અગ્રવાલ અથવા કેએલ રાહુલને જગ્યા નથી મળી શકી.

ભારતીય ટીમએ ગયા મહીને જ આ ફાઇનલ અને ઇંગ્લેન્ડની સંપૂર્ણ મુલાકાત દરમ્યાન 20 ખેલાડીઓના નામની જાહેરાત કરી હતી. આ તમામ 24 ખેલાડીઓ 3 જૂનથી જ સાઉથૈંપ્ટનમાં સ્થાયી થઇ ગયા છે અને ફાઇનલમાં ન્યુઝીલેન્ડને માત આપવા માટે પૂરા જોરશોરથી તૈયારીઓ કરી રહ્યાં છે.

ટેસ્ટ ચેમ્પિયનશીપ ફાઇનલ માટે ભારતના 15 ખેલાડી

વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, અજિંક્ય રહાણે, ઋષભ પંત (વિકેટકીપર), હનુમા વિહારી, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, મોહમ્મદ શમી, ઇશાંત શર્મા, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, ઋદ્ધિમાન સાહા અને ઉમેશ યાદવ.

ન્યુઝીલન્ડના 15 ખેલાડીઓ

ભારતના પહેલાં મંગળવારના રોજ ન્યુઝીલેન્ડએ પણ પોતાના 15 ખેલાડીઓની જાહેરાત કરી દીધી હતી જે નીચે મુજબ છે…

કેન વિલિયમસન ( કેપ્ટન ), ટોમ લાથમ, ડેવન કૉનવે, હેનરી નિકોલ્સ, રૉસ ટેલર, વિલ યંગ, બીજે વૉટલિંગ, ટૉમ બ્લંડેલ, કૉલિન ડિ ગ્રેન્ડહોમસ, કાઇલ જૈમીસન, ટિમ સાઉદી, ટ્રેંટ બોલ્ટ, નીલ વૈગનર, એજાજ પટેલ અને મેટ હેનરી.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

READ ALSO

Related posts

જય ભીમ: સાઉથ સુપરસ્ટાર સૂર્યાએ ફેન્સને આપી ખુશખબર, આગામી ફિલ્મનું પોસ્ટર શેર કર્યું

Pravin Makwana

ગુરુ પૂર્ણિમા/ ડાકોર- શામળાજીમાં ઉમટ્યું માનવ મહેરામણ, અંબાજી સહિત આ યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ લીધો દર્શનનો લ્હાવો

Bansari

Bank Holiday: ઓગસ્ટ મહિનામાં 15 દિવસ બેંકો રહેશે બંધ, સાતમ-આઠમ પર પાંચ દિવસનું લોંગ વિકેન્ડ આવશે

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!