GSTV

રાજકોટમાં ધુમ મચાવ્યા બાદ ટીમ ઇન્ડિયા કાનપુર મેચ માટે રવાના, આ દિવસે બાંગ્લાદેશ સામે થશે ફાઇનલ ટક્કર

રાજકોટના ખંઢેરી સ્ટેડિયમ ખાતે ગુરુવારના રોજ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે રમાયેલી ટી-20 મેચમાં ભારતનો શાનદાર વિજય થયો હતો જેમાં રોહીત શર્મા અને શીખર ધવનની ધુંવાધાર બેટીંગથી સ્ટેડીયમમાં હાજર રાજકોટ વાસીઓ ઝુમી ઉઠ્યા હતા.

ભારતના વિજય સાથે જ ત્રણ ટી ટ્વેન્ટી મેચ ની આ શ્રેણીમાં ભારત અને બાંગ્લાદેશે એક એક જીત પોતાના નામે કરી છે. ત્યારે આગામી 10 તારીખ ના રોજ કાનપુર ખાતે ટી ટ્વેન્ટીની ફાઇનલ મેચ યોજાશે.જે માટે ભારત અને બાંગ્લાદેશની ટીમ આજે રાજકોટ એરપોર્ટથી પ્લેન મારફતે રવાના થઈ હતી. આ સમયે રાજકોટ એરપોર્ટ ખાતે મોટી સંખ્યામાં ક્રિકેટરોના ફેન્સ આવી પહોંચ્યા હતા.

અહીં ખંઢેરી સ્ટેડિયમ પર બાંગ્લાદેશ સામેની બીજી ટી-20 મેચમાં રોહિત શર્માએ કેપ્ટન ઇનિંગ સાથે 43 બોલમાં 85 રનની આક્રમક વિજયી બેટિંગ રમીને એવો માહોલ સર્જ્યો હતો કે રાજકોટમાં ‘મહા’ વાવાઝોડાની જગ્યાએ જાણે રોહિત શર્માની બેટિંગ ત્રાટકી હોય. મેન ઓફ ધ મેચ રોહિત શર્માએ તેની 100મી આંતરરાષ્ટ્રીય ટી-20ને યાદગાર બનાવતા 6 ચોગ્ગા અને 6 છગ્ગાની વિસ્ફોટ બેટિંગ રમી હતી જેમાં મોસાડેક હોસેનની એક ઓવરના પ્રથમ ત્રણ બોલને સતત ત્રણ છગ્ગા તેણે ફટકાર્યા હતા. ભારતે જીતવા માટેનો 154 રનનો પડકાર માત્ર 15.4 ઓવરોમાં 2 વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.

રાજકોટના ક્રિકેટ ચાહકોને ભારતની કિફાયતી બોલિંગ બાદ આતશબાજી જેવી બેટિંગ માણવા મળી હોઇ તેઓ ખુશખુશાલ થઇ ગયા હતા તેમાં પણ સૌરાષ્ટ્રના દરિયાકાંઠો ‘મહા’ વાવાઝોડાની અસર હેઠળ વરસાદ પણ પડે અને મેચ ધોવાઇ જાય કે પૂરેપૂરી ના રમાય  તેવી ગઇકાલ સુધી આશંકા હતી.તેની જગ્યાએ પૂરેપૂરી અને ભરપૂર મનોરંજન સાથેની મેચ ચાહકોને માણવા મળી હતી. ભારતે ત્રણ ટી-20ની પ્રથમ મેચમાં નવી દિલ્હીમાં પરાજય સહન કરવો પડયો હતો. પણ આજે જીતી જતા શ્રેણી 1-1થી સરભર થતા હવે ત્રીજી નિર્ણાયક મેચજે 10 નવેમ્બરે રમાનાર છે તે રોમાંચક બનશે.

Read Also

Related posts

OMG: આ દેશમાં ટામેટાની રખેવાળી માટે ખેડૂતોએ હથિયારબંધ રક્ષકો રાખ્યા, કારણ જાણશો તો..

pratik shah

અંકલેશ્વર જીઆઇડીસીમાં આવેલી હિમસન કંપનીમાં આગ લાગતા મચી અફરાતફરી

Nilesh Jethva

અમેરિકામાં ગુજરાતી યુવકોની હત્યા બાદ વાયરલ થયેલા વીડિયો અંગે થયો આ ખુલાસો

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!