GSTV
Ajab Gajab India News Trending

શાળા દેખાય તે રીતે હવે દિવસમાં ત્રણ વખત શિક્ષકોને લેવી પડશે સેલ્ફી, જાણો શું છે નિયમ

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શિક્ષકો માટે પ્રેરણા એપ અને પ્રેરણા વેબ પોર્ટલ લોન્ચ કર્યું. આ એપ દ્વારા સ્કૂલમાં શિક્ષકોની હાજરી દાખલ કરી શકાય. એટલે શિક્ષકોએ પોતાની હાજરી દાખલ કરાવવા માટે સ્કૂલની સામે ત્રણ વખત પોતાની સેલ્ફી લેવાની રહેશે. આ એપ વિશે જ્યારે શિક્ષકોને જાણ થઈ તો તે પ્રેરણા એપ દ્વારા હાજરી દાખલ કરાવવા પર નાખુશ જોવા મળ્યા. જ્યાર બાદ એપને લઈને યુપીના ઘણા શિક્ષકોએ વિરોધ શરૂ કરી દીધો છે.

શિક્ષકોએ કાલે રસ્તા પર વિરોધ કર્યો. સાથે જ સરકારને કહ્યું કે તે નિયમ પાછો લઈ લે. તમને જણાવી દઈએ કે, ‘પ્રેરણા એપ’ અને ‘પ્રેરણા વેબ પોર્ટલ’ લોન્ચ થવાની સાથે જ જરૂરી કરી દીધુ હતુ.

શિક્ષકોનું કહેવું છે કે જ્યારે મંત્રી, ધારાસભ્યો, ડીએમ, સાંસદ સહિત ઘણા ઉચા પદો પર કાર્ય કરી રહેલા લોકો સેલ્ફી લેઈને હાજરી નથી આપી રહ્યા તો અમને આમ કરવાનું કેમ કહેવામાં આવી રહ્યું છે? ત્યાં જ સરકારનું કહેવું છે કે શિક્ષકો ભણાવવામાં બેદરકારી કરે છે આવામાં આ નિયમ જરૂરી છે.

જાણીએ શું છે ત્રણ સેલ્ફીનો ફંડા

પ્રેરણા એપ અને પ્રેરણા વેબ પોર્ટલ પર હવે પ્રાઈમરી શિક્ષકોને દિવસમાં ત્રણ વખત, સવારે-બપોરે-શાજે સેલ્ફી લેવાની રહેશે. સેલ્ફી એવી રીતે લેવાની રહેશે કે પાછળ સ્કૂલ દેખાય. તમને જણાવી દઈએ કે, બપોરે બાળકોને મિડ ડે મીલ ખવડાવતા સેલ્ફી લેવાની રહેશે સ્કૂલ છુટ્યા બાદ વિદ્યાર્થીઓ સાથે એક સેલ્ફી લેવાની રહેશે. 

Read Also

Related posts

જાણો, આ સ્થળે પરણીત મહિલાઓ જ બની શકે છે વેપારી, 200 વર્ષથી ધમધમે છે એશિયાનું સૌથી મોટું વુમન માર્કેટ

GSTV Web Desk

ભાગવતના હિન્દુ અંગેના નિવેદનની પ્રસંશા, ભારતમાં કોઈએ પણ હિન્દુ બનવા માટે ધર્મપરિવર્તન કરવાની જરૂર નથી

Hemal Vegda

કોંગ્રેસમાં એક સાંધે ત્યાં તેર તૂટે તેવો ઘાટ, રાજસ્થાનમાં કોંગ્રેસ પાર્ટી વિખેરાવાના એરણે

Hemal Vegda
GSTV