GSTV

શરમજનક: મોદીની વાહવાહી કરવામાં શૈક્ષણિક સંસ્થાઓને પણ ન છોડી, પીએમ મોદીનો આભાર માનતા બૈનરો લગાવવા યુનિવર્સિટીઓને આપ્યા આદેશ

Last Updated on June 22, 2021 by Pravin Makwana

યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને તમામ યુનિવર્સિટીઓ, કોલેજે અને ટેકનિકલ સંસ્થાઓમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને મફતમાં રસીકરણ શરૂ કરવા માટે થઈને વડાપ્રધાન મોદીનો આભાર માનતા બેનરો લગાવવાનું તઘલખી ફરમાન જાહેર કર્યુ છે. આ અંહે સૂત્ર પાસેથી સોમવારે વિગતો મળી આવી છે.

આ મહિનાની શરૂઆતમાં વડાપ્રધાન દ્વારા જાહેર કરવામાં આવેલા સંશોધિત દિશા-નિર્દેશ સોમવારથી લાગૂ થયા હતાં. આ ગાઈડલાઈનમાં 18 વર્ષથી મોટી ઉંમરના લોકોને મફતમાં રસી લગાવવાની વાત પણ કહેવામાં આવી છે. અલગ અલગ યુનિવર્સિટીઓના અધિકારીઓને રવિવારે મોકલવામાં આવેલા વોટ્સએપ મેસેજમાં યુજીસી સચિવ રજનીશ જૈને સંસ્થાઓને પોતાના સોશિયલ મીડિયા પેજ પર બેનરો લગાવવાનો કહ્યુ છે. આ અંગેની પુષ્ટિ ત્રણ યુનિવર્સિટીઓના અધિકારીઓએ તો કહી છે.

જૈનના કથિત મેસેજમાં શું કહેવાયુ છે.

‘‘ભારત સરકાર આવતીકાલે 21 જૂન 2021 થી 18 વર્ષ કે તેથી વધુ વય જૂથ માટે નિ: શુલ્ક રસીકરણની શરૂઆત કરી રહી છે. આ સંદર્ભમાં, યુનિવર્સિટીઓ અને કોલેજોને તેમની સંસ્થાઓમાં આ હોર્ડિંગ્સ અને બેનરો લગાવવા વિનંતી છે. “મેસેજમાં કહેવામાં આવ્યું છે કે,” હિન્દી અને અંગ્રેજીમાં હોર્ડિંગ્સ અને બેનરોની મંજૂરીવાળી ડિઝાઇન, અને પ્રસારણ મંત્રાલય દ્વારા પૂરી પાડવામાં આવી છે. તમારી સુવિધા માટે જોડાયેલ છે.…।’’

પોસ્ટરમાં પ્રધાનમંત્રીની તસ્વીર છે. સાથે જ તેમને ધન્યવાદ પીએમ મોદી લખેલુ છે. દિલ્હી યુનિવર્સિટી, હૈદરાબાદ યુનિવર્સિટી, ભોપાલ સ્થિત એલએનસીટી યુનિવર્સિટ, બેનેટ યુનિવર્સિટ (ગ્રેટર નોઈડા), ગુરૂગ્રામની નાર્થકૈપ યુનિવર્સિટી સહિત અન્ય યુનિવર્સિટીએ આ આદેશ માની સોશિયલ મીડિયા પેજ પર થેક્યુ મોદીજી હૈશટૈગ સાથે શેર કર્યા હતા.

આ પ્રકારની વાહવાહી લૂંટવાના કાંડ બાદ એકેડમિક જગતના લોકો, વિદ્યાર્થી સંગઠન અને નેતાઓ સહિત કેટલાય સંગઠનોએ આકરી પ્રતિક્રિયા આપી છે.

આ અગાઉ દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ આરોપ લગાવ્યો હતો કે કેન્દ્ર સરકાર નિ:શુલ્ક રસી માટે વડા પ્રધાનનો આભાર માનીને જાહેરાતો આપવા માટે દિલ્હીના અધિકારીઓ પર દબાણ લાવી રહી છે. કોંગ્રેસ સાથે જોડાયેલા એનએસયુઆઈના રાષ્ટ્રીય અધ્યક્ષ નીરજ કુંદને કહ્યું હતું કે, “… પછી તમામ સરકાર તેના અભિયાન વિશે વિચારી રહી છે, જે એક મજાક છે.” સંસ્થાઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે, જે યોગ્ય નથી.

READ ALSO

Related posts

UP Assembly Election: પરફોર્મન્સ રિપોર્ટ સારો હશે તો જ લડી શકાશે ચૂંટણી, 35 ટકા ધારાસભ્યોની ટિકિટ કાપી શકે છે ભાજપ

Vishvesh Dave

કોરોના મહામારી / શહેરી અને ગ્રામ્ય બેરોજગારી દરમાં થયો વધારો, ત્રીજી લહેરની આશંકાએ લોકોમાં વધ્યો ડર

Zainul Ansari

ઉદારીકરણના 30 વર્ષ / તત્કાલિન નાણા પ્રધાન મનમોહન સિંહ સામે હતા ઘણા પ્રકારો, જાણો 1991 પછીથી કેવી રીતે બદલાઇ ગયું ભારતનું અર્થતંત્ર

Zainul Ansari
Do NOT follow this link or you will be banned from the site!