GSTV

હોમવર્કનાં કરવા પર ભડકી ઉઠી ટીચર, આઠ વર્ષની બાળકીને આપી આવી નિર્દય સજા

મહારાષ્ટ્રમાં હોમ વર્ક નાં કરવા પર આઠ વર્ષીય બાળકી સાથે કથિત રૂપે 450 ઉઠક બેઠક કરવા પર એક ખાનગી ટ્યુશન શિક્ષિકા વિરુદ્ધ ફરીયાદ દાખલ કરવામાં આવી છે. પોલીસનાં જણાવ્યા મુજબ બાળકી ઠાણે જિલ્લાની એક સ્કૂલમાં ત્રીજા ધોરણમાં ભણે છે. શુક્રવારે થઈ આ ઘટના પછી આ બાળકીની તબિયત એટલી ખરાબ થઈ ગઈ કે તેને હોસ્પિટલમાં દાખલ કરાવવી પડી હતી.

નયા નગર પોલીસ સ્ટેશનનાં ઉપ નિરિક્ષક સોહેલ પઠાણે બાળકીની માતા દ્રારા દાખલ કરાવેલી ફરિયાદનાં આધાર પર જણાવ્યું કે શિક્ષિકાની ઓળખ લત્તા તરીકે થઈ છે.

આ ઘટનાનાં લગભગ એક મહિના પહેલા પણ આ શિક્ષિકાએ તેને હોમ વર્કનાં કરવા બદલ બાળકીનાં કપડા ઉતારીને બેંતથી નિર્દયતાથી ફટકારી હતી.

તપાસ અધિકારી એ જણાવ્યું હતું કે શિક્ષિકાએ શુક્રવારે હોમ વર્કનાં લાવવા પર 450 ઉઠબેસ કરવાનું જણાવ્યું હતું. બાળકી શાંતિ નગરનાં મીરા રોડ વિસ્તારની રહેવાસી છે.

READ ALSO

Related posts

ખેડૂત આંદોલન/ મોદીનો છે કાર્યક્રમ એ લાલ કિલ્લા પર પહોંચી ખેડૂતોનો લલકાર, કૃષિ કાયદાઓને પાછા હટાવો

Karan

Health Tips/ મેન્ટલ હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે હ્યૂમન ટચ, જાણો હગ કરવાના શું છે ફાયદા

Ankita Trada

ડેપ્યુટી સીએમ નીતિન પટેલે રાત્રી કર્ફ્યુમાં રાહતમાં આપ્યા સંકેત

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!