શિક્ષકોના વિવિધ પ્રશ્નોને લઇને રાષ્ટ્રીય શિક્ષક મહાસંઘે આંદોલનનું રણશિંગુ ફૂંક્યું છે. શિક્ષક મહાસંઘ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી આંદોલનની શરૂઆત કરાઇ છે. આંદોલનના પ્રથમ દિવસે જ રાજ્યના 20 હજાર કરતા વધુ શિક્ષકોએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને વિરોધ વ્યક્ત કર્યો.

શિક્ષકો લડી લેવાના મુડમાં
બિનસરકારી અનુદાનિત અને સરકારી માધ્યમિક તથા ઉચ્ચતર માધ્યમિક શાળાઓના પ્રશ્નો, શિક્ષણ સહાયકોની પાંચ વર્ષની નોકરી, સાતમા પગાર પંચના બાકી હપ્તા, ફાજલના કાયમી રક્ષણનો સુધારા ઠરાવ. હાઈકોર્ટના ચુકાદા બાદ પણ જૂના શિક્ષકોની લંબાયેલ ભરતી પ્રક્રિયા અને આચાર્યની નિમણૂંક વખતે ઠરાવ મુજબ તમામને એક ઈજાફાનો લાભ તથા જૂની પેન્શન યોજના સહીતના મુદ્દાઓને લઇને શિક્ષકો લડી લેવાના મુડમાં છે.
શિક્ષકો હવે મેદાને પડ્યા
શિક્ષકો દ્વારા અગાઉ શિક્ષણપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન તથા મુખ્યપ્રધાનને પણ રજૂઆત કરાઇ હતી.પરંતુ કોઇ નક્કર કાર્યવાહી ન થતાં શિક્ષકો હવે મેદાને પડ્યા છે.
READ ALSO
- સેન્ટ્રલ બેંકોએ ઓક્ટોબરમાં 41 ટકા ઓછું સોનું ખરીદ્યું, જાણો RBIએ કેટલા ટન ખરીદ્યું ગોલ્ડ
- લગ્ન મુહૂર્ત 2024: જાણો 2024માં લગ્ન માટે ક્યારે છે શુભ મુહૂર્ત, તારીખ અને સમય સાથેનું કેલેન્ડર
- વર્ષ 2024માં ક્યારે-ક્યારે લાગશે ગ્રહણ?, જાણો ભારતમાં દેખાશે કે નહીં
- ‘એનિમલ’ની સિક્વલ ‘એનિમલ પાર્ક’ પણ હશે વધુ હિંસક અને ખતરનાક, જાણો ફિલ્મના મેકર્સએ શું કહ્યું
- જાણો આ વર્ષે વિકિપીડિયામાં સૌથી વધુ શું સર્ચ કરવામાં આવ્યું, ટોપ સર્ચમાં સામેલ આ મોટી માહિતીઓ