GSTV
World

Cases
4695119
Active
5476311
Recoverd
516128
Death
INDIA

Cases
226947
Active
359860
Recoverd
17834
Death

સંભોગ માટે તડપતી ટીચર પોતાના વિદ્યાર્થીને લઈ ગઈ રૂમમાં, કંઈ ન થઈ શકતા કર્યું એવું કામ…

પટનાની એક સ્કૂલમાં મહિલા ટીચર દ્વારા સગીર વિદ્યાર્થીનું યૌન શોષણનો મામલો સામે આવ્યો છે. આ ઘટના બુદ્વા કોલોની સ્થિત એક ખાનગી સ્કૂલની છે. અહીં એક મહિલા ટીચરે પાંચમાં ધોરણમાં ભણતા વિદ્યાર્થી સાથે એવું કર્યું કે તેના બાળ મન પર તે ઘટના હંમેશા માટે અસર કરી ગઈ. મહાપર્વ છઠના ખરનાના દિવસે પીડિત વિદ્યાર્થીના પરિવારના લોકોએ પોલીસ સ્ટેશન પર પહોંચીને ફરિયાદ લખાવી. તે અનુસાર મહિલા ટિચરે પોતાની હવસની આગ સંતોષવા માટે વિદ્યાર્થીને શિકાર બનાવ્યો.  

પહેલી કર્યો સંબંધ બાંધવાનો પ્રયત્ન પછી માર્યો માર 

આરોપ છે કે 10 વર્ષના આ વિદ્યાર્થીને ટીચર જબરદસ્તી પોતાના ચેમ્બરમાં લઈ ગઈ અને તેની સાથે અશ્લીલ હરકતો કરવા લાગી. તેનો વિરોધ કરવા પર ટીચરે તેને માર પણ માર્યો. પીડિત વિદ્યાર્થીના શરીર પર મારપીટના નિશાન પણ છે.

સ્કૂલ ડાયરેક્ટરના સબંધી હોવાનો જમાવ્યો ધાક

પરિવારના લોકોએ જણાવ્યું કે જ્યારે તેમણે આ વિશે ટિચરને કંઈ પુછવાનો પ્રયત્ન કર્યો તે તેણે કહ્યું કે હું સ્કૂલ ડાયરેક્ટરની સંબંધી છું વધારે દલીલ કરી તો બાળકનું જીવન બરબાદ કરી નાખીશ.

સ્કૂલ ખુલવાની રાહ જોતી રહી પોલીસ

છઠ પર્વના કારણે સ્કૂલ બંધ હતી માટે પોલીસે સ્કૂલ ખુલવાની રાહ જોઈ. મામલાની જાણકારી ASP લો એન્ડ ઓર્ડરને પણ આપવામાં આવી. ચાર નવેમ્બરે સ્કૂલ ખુલવાની સાથે જ પોક્સો એક્ટ હેઠળ કેશ દાખલ કરવામાં આવ્યો. પોલીસ સ્ટેશનથી સ્કૂલ મેનેજમેન્ટને નોટિસ આપવામાં આવી છે પરંતુ આરોપી ટિચરની રજા હોવાના કારણે તપાસ પૂર્ણ નથી થઈ શકી. પોલીસે સ્કૂલ મેનેજમેન્ટ પાસે સીસીટીવી ફુટેજ મંગાવ્યા છે.  

Read Also

Related posts

કોરોનાના કહેર વચ્ચે ખાનગી એરલાઈન્સ કંપનીની મોટી જાહેરાત, કોરોના વોરિયર્સને મળશે ભાડામાં 25 ટકાનું ડિસ્કાઉન્ટ

Pravin Makwana

125 મહિલાઓને શિકાર બનાવનાર સીરીયલ રેપિસ્ટ ઝડપાયો, એટા હત્યાકાંડમાં મોટા ખુલાસા

Mansi Patel

અમદાવાદના નિકોલમાં જાહેરમાં દારૂ પીતા એએસઆઈનો વીડિયો વાયરલ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!