GSTV
Home » News » તમે વિદ્યાર્થીનીઓને પાર્ટીમાં કેમ બોલાવી? એમ કહીને પ્રૉફેસરને ચાકુ ખોંસી દીધી, ત્યાં જ મોત

તમે વિદ્યાર્થીનીઓને પાર્ટીમાં કેમ બોલાવી? એમ કહીને પ્રૉફેસરને ચાકુ ખોંસી દીધી, ત્યાં જ મોત

murder of gangster by wife

સાહેબની હત્યા પોતાનો જ વિદ્યાર્થી હુમલો કરે એવી ઘટનાં ઓછી બનતી હોય છે. પરંતુ નાપાક પાકમાં એક ઘટના બની છે. બુધવારે પશ્ચિમ પાકિસ્તાનમાં એક કોલેજ પ્રોફેસરની તેના જ એક વિદ્યાર્થીએ હત્યા કરી નાખી હતી. પ્રોફેસરે પોતાની ફેરવેલ પાર્ટી માટે કોલેજની વિદ્યાર્થિનીઓને આમંત્રણ આપ્યું હતું.

આ વાતને લઈને વિદ્યાર્થીને ખોટું લાગ્યું. પાર્ટીમાં મહિલાઓને બોલાવવાની વાતને બિન-ઇસ્લામિક ગણાવીને વિદ્યાર્થીએ પ્રોફેસરની હત્યા કરી નાખ્યાનું કહેવામાં આવી રહ્યું છે.
ખાલીદ હમીદ બહાવલપુરની પ્રસિદ્ધ સરકારી સાદીક ઇગર્ટન કોલેજમાં અંગ્રેજીના પ્રોફેસર હતા. તેઓ પોતાની ફેરવેલ પાર્ટીની તૈયારી કરી રહ્યા હતા ત્યારે એક વિદ્યાર્થીએ કટારથી તેમના પર હુમલો કરી દીધો હતો.

સ્થાનિક પોલીસનું કહેવું છે કે, “પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે વિદ્યાર્થી કોઈ ધાર્મિક જૂથ સાથે જોડાયેલો નથી. હત્યા પાછળનું કારણ શોધવા માટે અમે તેના ભૂતકાળ અને તેના વિચારો અંગે તપાસ કરી રહ્યા છીએ.” પોલીસના કહેવા પ્રમાણે આરોપીએ પૂછપરછમાં જણાવ્યું છે કે પ્રોફેસરે પાર્ટીમાં વિદ્યાર્થિનીઓને આમંત્રણ આપ્યું હોવાથી તેની હત્યા કરી નાખવામાં આવી છે. હત્યા કરનાર વિદ્યાર્થી ખતીબ હુસૈન હાલ પોલીસ કસ્ટડીમાં છે. તેના સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

ખતીબે જ્યારે હુમલો કર્યો હતો ત્યારે અમુક વિદ્યાર્થીઓ પાર્ટી માટે રિહર્સલ કરી રહ્યા હતા. પ્રોફેસર પર હુમલો થતાની સાથે જ વિદ્યાર્થીઓએ ખતીબને પકડીને જમીન પર પછાડી દીધો હતો. જોકે, આ દરમિયાન તેણે પ્રોફેસર પર કટારથી હુમલો કરી દીધો હતો. પ્રોફેસરને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમને બચાવી શકાયા ન હતા.

READ ALSO

Related posts

સ્કૂલ ડ્રેસમાં દીપિકા પાદુકોણને ઓળખી પણ નહી શકો, ‘છપાક’ના સેટ પરથી લીક થયો વધુ એક વીડિયો

Bansari

દેશભક્તિની મોટી મોટી ફિલ્મો કરનારા આ 11 હિરો-હિરોઈન મતદાન જ નહીં કરી શકે!

Riyaz Parmar

આંતકવાદ સાફ કરવાની બૂમો પાડનાર BJPએ આતંકવાદના આરોપીને ટિકિટ આપી!

Alpesh karena