GSTV

શિક્ષિકાએ ઢોર માર મારતા હોસ્પિટલમાં દાખલ થયો વિદ્યાર્થી, ‘સોટી વાગે સમસમ અને વિદ્યા આવે રમઝમ…’નો બહોળા પ્રમાણમાં કર્યો ઉપયોગ

સ્કૂલમાં વિદ્યાર્થી શિક્ષા પ્રાપ્ત કરવા જાય છે, પરંતુ કેટલીક વખત વિદ્યાર્થીને શિક્ષક દ્વારા કઠોર સજા આપવામાં આવે છે. ત્યારે આવી ઘણી ઘટનાઓ સર્જાતી હોય છે તે કારણે વિદ્યાર્થી ઘણી વખત ગભરાય જાય છે. ત્યારે આવી જ એક ઘટના ટીંટોડામાં બની છે. જેમાં ટીંટોડાની હાઇસ્કુલમાં ધોરણ-૯માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીને શિક્ષકના રોષનો ભોગ બનવું પડયું છે. એટલું જ નહીં શિક્ષિકાએ સોટી વડે વિદ્યાર્થીને પીઠ ઉપર ઢોર માર મારતાં વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવો પડયો છે.

શિક્ષિકાએ સોટી વડે વિદ્યાર્થીને પીઠ ઉપર ઢોર માર મારતાં વિદ્યાર્થીને હોસ્પિટલમાં દાખલ કરવો

વિદ્યાર્થીઓને શાળામાં શિક્ષણકાર્ય બાબતે માર મારવો એ હવે કાયદેસરનો ગુનો ગણવામાં આવે છે. જેને લઇને શિક્ષકોને સ્પષ્ટ સુચના આપવામાં આવી છે કે, કોઇ પણ બાબતે વિદ્યાર્થીઓને મારવા નહીં તેમ છતાં હજુ પણ ઘણા શિક્ષકો ‘સોટી વાગે સમસમ અને વિદ્યા આવે રમઝમ…’ એમ જ માનીને વિદ્યાર્થીઓને સામાન્ય બાબતે પણ ખોટી રીતે મારતાં હોય છે. ગાંધીનગર નજીક આવેલાં ટીંટોડાના બાપુપુરાની ડો.આર.ડી. ગાર્ડી હાઇસ્કુલમાં પણ આવો જ એક બનાવ આજે બન્યો હતો. ત્યારે આ બનાવની વિગત એમ છે કે, ટીંટોડામાં રહેતો બજરંગ કાનાજી ઠાકોર નામનો ધોરણ-૯નો વિદ્યાર્થીઓ આજે હિન્દીના પિરયડ વખતે શાળામાં હતો ત્યારે શિક્ષિકા વસંતીબેન પટેલ ભણાવતાં હતાં. ત્યારે પેન નહીં હોવાના કારણે બજરંગ પોતાની નોટબુકમાં કાંઇ લખતો ન હતો. આ અંગે વસંતીબેન બજરંગને પુછ્યું હતું કે, કેમ લખતો નથી ?

કેમ લખતો નથી ? કહી રોષ ઠાલવ્યો

ત્યારે મારી પાસે પેન નથી તેવો જવાબ આપતાં શિક્ષિકા વસંતીબેન રોષે ભરાયા હતાં અને સોટી વડે બજરંગને ખૂબ ઢોર માર માર્યો હતો. પીઠના ભાગમાં ખુબ જ સોટીઓ મારી હોવાના કારણે બજરંગ રોવા લાગ્યો હતો. ત્યારે આ અંગે બજરંગના વાલી તેના કાકાને આ બાબતની જાણ થતાં તેઓ તાત્કાલિક શાળાએ ધસી આવ્યા હતાં. શિક્ષિકાની સોટીથી પીઠના ભાગે ગંભીર ઇજાઓ થતાં બજરંગને સારવાર આપવી પડે તેમ લાગતાં તાત્કાલિક બજરંગને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેને દાખલ કરીને સારવાર આપવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે, વિદ્યાર્થીઓને મારવો તે અપરાધ છે તેમ છતાં નાની એવી ભુલના કારણે વિદ્યાર્થીને આ ઢોર માર મારનાર શિક્ષિકા વિરૂદ્ધ કાર્યવાહી થશે કે નહીં તે તો જોવું જ રહ્યું .

READ ALSO

Related posts

કોરોનાવાયરસનો કહેર: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે શ્રમિકો માટે કરી આ જાહેરાત

pratik shah

લૉકડાઉન: મહિલા પોલીસનું શરમજનક કૃત્ય, મજૂરને પકડી માથા પર ન લખવાનું લખી દીધું

Pravin Makwana

OMG! કોરોનાના કારણે ટેન્ટમાં રહવા મજબૂર ડૉક્ટર, સ્નેક્સ ખાઈ વિતાવી રહ્યો છે જિંદગી

Ankita Trada
Do NOT follow this link or you will be banned from the site!