પુત્ર પ્રાપ્તિની લ્હાયમાં પત્નીનો સાત વાર ગર્ભપાત કરાવનાર એક શિક્ષક પતિ સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. પત્નીએ જ સામેથી પતિની ફરિયાદ કરતા પોલીસે આ કાર્યવાહી કરી હતી.

આ પ્રકરણે પીડિત મહિલાએ કરેલ ફરિયાદમાં જણાવ્યાનુસાર તેના લગ્ન બીડ જીલ્લાના ચૌ સાળામાં રહેતા શિક્ષક ફિરોઝ શેખ સાથે ૨૦૦૮માં થયા હતા. ૨૦૧૧માં દંપત્તિને ઘરે પુત્રીનો જન્મ થયો.
શરૃઆતનું લગ્નજીવન સારું ચાલ્યું પણ પછી શેખે પુત્ર પ્રાપ્તિની લ્હાયમાં પત્નીને શારીરિક અને માનસિક ત્રાસ આપવાનું શરૃ કર્યું હતું. ત્યારબાદ એવું પણ બહાર આવ્યું કે શિક્ષક પતિને અન્ય એક મહિલા સાથે અનૈતિક સંબંધ પણ હતો.

પીડિત મહિલાએ આ સંબંધનો વિરોધ કરતા તેની વધુ સતામણી શરૃ થઈ હતી. આ દરમ્યાન વર્ષ ૨૦૧૨થી ૨૦૧૯ દરમ્યાન ફિરોઝે પુત્ર પ્રાપ્તિની લ્હાયમાં સાત વાર પત્નીનો ગર્ભપાત કરાવ્યો હતો. પીડિતા જ્યારે પણ ગર્ભપાતનો વિરોધ કરે ત્યારે તેની મારપીટ કરવામાં આવતી હતી.
અંતે આ વાત અસહ્ય બનતા પીડિતાએ સ્વયં આ બાબતે પોલીસમાં ફરિયાદ કરતા અહીંના નેકનૂર પોલીસે આઈપીસીની કલમ ૪૯૮, ૩૧૩ અને ૩૪ હેઠળ ગુનો નોંધી આ સમગ્ર પ્રકરણે વધુ તપાસ હાથ ધરી હતી.
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.
MUST READ:
- જુનિયર ક્લાર્કની પરીક્ષા રદ્દ થતા ઉમેદવારોનો સવાલ, “અમારી મહિનાઓની મહેનતનું શું?”
- પેપરલીક મામલે વિપક્ષ નેતા અમિત ચાવડાએ રાજયની ભાજપ સરકાર પર કર્યા પ્રહાર
- પોલિટિક્સ / મહેબૂબા-ઓમર કોંગ્રેસ સાથે હાથ મિલાવશે!, યાત્રમાં જોડાયા બાદ અટકળો
- સુરત / પાંડેસરામાં ગેસ ગળતરના કારણે 14 વર્ષીય સગીરાનું મોત
- Beauty Tips / ઠંડીની મોસમમાં યોગ્ય મોઈશ્ચરાઈઝર ત્વચાને રાખે મખમલી