GSTV

આ એક્ઝામને લઈને શિક્ષકો પર દબાણ થવાના આક્ષેપ, સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા રદ્દ કરવા માંગ

Last Updated on August 21, 2021 by Pritesh Mehta

શિક્ષકો માટેની શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા આપવા દબાણ કરવામાં આવતું હોવાનો આક્ષેપ લાગ્યો છે. અને આ પરીક્ષા ન યોજવા શિક્ષણ સચિવને પત્ર લખીને રજૂઆત કરી છે. પ્રાથમિક સ્કૂલમાં શિક્ષકો ટેટ, ટાટની પરીક્ષા પછી જ શિક્ષક તરીકો જોડાયા છે. અને સર્વેક્ષણ પરીક્ષા લઈ શિક્ષકોનું અપમાન કરાઈ રહ્યાનો પત્રમાં ઉલ્લેખ કર્યો હતો. પ્રાથમિક શિક્ષકો તમામ રીતે નિપુણ છે છતાં આ પરીક્ષા લેવામાં આવી રહી છે.

શિક્ષકો
  • શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાને લઈને  ધારાસભ્યોએ લખ્યા પત્રો
  • ધાનેરાના ધારાસભ્ય નથાભાઈ પટેલે ભુપેન્દ્રસિંહને લખ્યો પત્ર
  • રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિદ પટેલે પણ શિક્ષણમંત્રીને લખ્યો પત્ર
  • રાજકોટ ગ્રામ્યના લખભાઈ સંગઠિયાએ CM ને લખ્યો પત્ર
  • શિક્ષક સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા શિક્ષકોનું અપમાન છે
  • આ પરીક્ષા લઇ 2 લાખ શિક્ષકોનું સરકાર અપમાન કરી રહી છે

શિક્ષકો માટેની શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ પરીક્ષા આપવા દબાણ કરવાના આક્ષેપ વચ્ચે આ પરીક્ષાને લઈને ધારાસભ્યોએ શિક્ષણ પ્રધાનને પત્ર લખ્યો છે. ધાનેરાના ધારાસબ્ય નથાભાઈ પટેલ, રાજકોટ દક્ષિણના ધારાસભ્ય ગોવિંદ પટેલે શિક્ષણ પ્રધાનને પત્ર લખ્યો છે. જ્યારે રાજકોટ ગ્રામ્યના ધારાસભ્ય લાખાભાઈએ મુખ્યપ્રધાનને પત્ર લખ્યો છે. અને શિક્ષણ સજ્જતા સર્વેક્ષણ પરીક્ષાએ શિક્ષકોનું અપમાન છે. આ પરીક્ષા લઈ સરકાર બે લાખ શિક્ષકોનું અપમાન કરી રહી હોવાનો આક્ષેપ ધારાસભ્યોએ લગાવ્યો છે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Related posts

બિહાર/ મંત્રીના ઓએસડીને ત્યાં એસવીયુના દરોડા, સોનાના બિસ્કિટ સહિત કરોડોની સંપત્તિ જપ્ત

Damini Patel

અમદાવાદમાં રખડતાં ઢોરનો ત્રાસ/ ગાયોના મુદ્દે ફરી રાજકારણ રમાયું, પશુમુક્ત શહેરની દરખાસ્તથી વિવાદ

Pravin Makwana

લેભાગુઓના કરતૂત યથાવત: છેલ્લા આઠ વર્ષમાં શહેરની વિવિધ બેન્કોમાં 6 કરોડથી વધુ નકલી નોટો થઈ જમા!

pratik shah
Do NOT follow this link or you will be banned from the site!