આ ચા વાળો પ્રધાનમંત્રી કરતા પણ વધુ દેશ ફરી આવ્યો… અને એ પણ પત્ની સાથે: Video

મૌજ- મસ્તી અને હરવા ફરવાને કોઈ સીમા નથી હોતી. આ વાત સાબીત કરી બતાવી 70 વર્ષના એક ચા વાળાએ અને તેના પત્નીએ જે અત્યાર સુધી 23 દેશોની સફર કરી ચુક્યા છે. દેશભરના લોકો આ દંપત્તિના ફેન થઈ ચુક્યા છે. આટલું જ નહીં મહિંદ્રા ગ્રુપના ચેરમેન આનંદ મહિંન્દ્રા પણ તેમનાથી પ્રભાવીત થઈ ચુક્યા છે. તેમણે વિજયન અને તેમના પત્નીને દેશના સૌથી અમીર કપલ ગણાવ્યા.

આનંદે થોડા સમય પહેલા જ આ કપલનો વીડિયો ટ્વીટર પર પોસ્ટ કર્યો. જેની સાથે તેમણે લખ્યું કે આ દંપત્તિ ચોક્કસથી ફોબ્સ રિચ લિસ્ટનો ભાગ નથી. પરંતુ મારા હિસાબથી આ દેશના સૌથી ધની લોકોમાંથી એક છે. તેમની પૂંજી જીવનના પ્રત્યે તેમની વિચાર ધારા છે. તેમણે તે પણ જણાવ્યું કે હવે તે જ્યારે પણ કોચી જશે ત્યારે વિજયન અને મોહનાને જરૂરથી મળશે.

વાસ્તવમાં વિજેતા અને મોહના કોચીની વચ્ચે બાલજી કોફી હાઉસ ચાલાવે છે. 1963માં તેમણે ચાની પોતાની નાની દુકાન ખોલી હતી. જેની કમાણીનો હેતું દુનિયા ફરવાનો હતો. તેમણે પોતાની ચાની કમાણીથી રોજ 300 રૂપિયા ભેગા કરવાના શરૂ કરી દીધા. જ્યાર બાદ તેમણે એક એક કરીને દેશ ફરવાના શરૂ કર્યા. ગયા 55-56 વર્ષમાં તે 23 દેશ ફરી ચુક્યા છે પરંતુ હજી પણ દુનિયા ફરવાનું જનુન ઓછું નથી થયું. તે દેરક દેશ ફરવા માંગે છે.

આ દંપત્તિએ જે દેશોની યાત્રા કરી છે તેના પોસ્ટર્સને ફ્રેમ કરીને દીવાર પર લગાવ્યા છે. તેમણે વિદેશના બિલોની પોતાના દુકાનમાં પ્રદર્શની લગાવી છે. વિજયનને જણાવ્યું કે સિંગાપુર, સ્વિટ્ઝરલેન્ડ અને અમેરિકાનું ન્યૂયોર્ક તેમની પસંદગીની જગ્યા છે. હવે તેમની યોજના સ્વીડન, ડેનમાર્ક, ધ નીધરલેન્ડ્સ, ગ્રીનલેડ્સ અને નોર્વે ફરવાની છે.

આનંદે એક તરફ ટ્વીટ કરીને આ દંપત્તિ માટે સુંદર ગિફ્ટનો પણ સૂચનો કર્યા છે. તેમણે લખ્યું છે ક જો આપણે તેમની લગ્નની તારીખ જાણીને તેમને ક્રોડસોર્સિંગથી રકમ ભેગી કરીને આવતી યાત્રાને લઈને ધન ઉપલબ્ધ કરાવી લઈએ તો કેવું રહે? તેમના આ સૂચનો પર લોકોએ પણ પ્રતિક્રિયા આપી છે.

Read Also

ADVERTISEMENT
GSTVના લેટેસ્ટ News અને Videos માટે લાઈક કરો Youtube Twitter