GSTV

અમદાવાદમાં હવે નહીં થાય ચાય પે ચર્ચા, કોરોના સંક્રમણ વધતાં કીટલીઓ કરાવાઈ રહી છે બંધ

અમદાવાદ શહેરમાં વધી રહેલા જીવલેણ કોરોના વાયરસના કેસ વચ્ચે મનપા દ્વારા ચાની કીટલી પર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે શહેરમાં જે કીટલી પર વધુ ભીડ દેખાય ત્યા કીટલી બંધ કરાવવામાં આવી છે. શહેરમાં કોરોના વધુ ન વકરે તે માટે મનપા દ્વારા તવાઈ શરૂ કરવામાં આવી છે.

ચાની કીટલીઓ ઉપર માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનો અભાવ

ચાની કીટલીઓ પર પર માસ્ક પહેર્યા વગર લોકોની ભીડ અને સોશિયલ ડિસ્ટન્સીંગનો અભાવ હોવાની ફરિયાદ ઘણીવાર ઉઠવા પામી છે ત્યારે આજે મનપાએ મણીનગર, ઇસનપુર અને પશ્ચિમના વિસ્તારોમાં ચાની કીટલીઓ બંધ કરાવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. જોકે, હજુ સુધી તંત્ર દ્વારા કેટલા દિવસ માટે બંધ કરવામાં આવી તેવી કોઇ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

બેવડી ઋતુના કારણે વાયરલ ઈન્ફેક્શનના કેસોમાં વધારો

અમદાવાદમાં કોરોનાનો પ્રકોપ ઘટવાના બદલે વધતો જાય છે. બીજી તરફ નજીકમાં જ શિયાળાની ઋતુ આવી રહી છે. બેવડી ઋતુના ગાળામાં શરદી-ખાંસી, વાયરલ ઈન્ફેકશનના કેસો વધતાં હોય છે. આ ગાળામાં કોરોના વધુ વકરવાની ભીતિ પણ કેટલાંક વ્યક્ત કરી રહ્યાં છે. દરમ્યાનમાં આજે છેલ્લા 24 કલાકમાં સરકારી યાદી મુજબ વધુ 152 લોકો કોરોનાની ઝપેટમાં આવી ગયા છે. જ્યારે સારવાર લઈ રહેલાં દર્દીઓમાંથી ચાર લોકોએ જીવ ગુમાવ્યા છે. બીજી તરફ કોરોનાને હરાવીને 199 લોકો સાજા થતાં તેઓને ડિસ્ચાર્જ કરાયા છે. અત્યાર સુધીમાં મ્યુનિ.ની હદમાં કોરોનાના દર્દીઓની સંખ્યા 37061એ પહોંચી ગઈ છે. 1723 દર્દીઓના સારવાર દરમ્યાન કરૂણ મોત થયા છે. તેમજ 26583 લોકો સાજા થઈ ડિસ્ચાર્જ કરાયા છે.એક તરફ લક્ષણો વગરના કે હળવા લક્ષણોવાળા દર્દીઓની સંખ્યા વધી રહી છે, તો બીજે છેડે ગંભીર દર્દીઓની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે, સિવીલ, એસવીપી અને ખાનગી હોસ્પિટલોમાં આઈસીયુ અનએ વનેટીલેટર પરના દર્દીઓ વધતાં જાય છે

Related posts

ખતરો/ ભારત માટે કેટલો ખતરનાક સાબિત થઈ શકે છે ચીનનો આ નવો વાયરસ, કેવી સાવધાની રાખવી પડશે

Pravin Makwana

IPL 2020: કલકત્તાએ નોંધાવી પ્રથમ જીત, સનરાઈઝ હૈદરાબાદની સતત બીજી હાર

Pravin Makwana

LIVE સંસદમાં સાંસદે પાર્ટનરના પ્રાઈવેટ પાર્ટને કરી લીધી કિસ, આપવું પડ્યુ મંત્રી પદેથી રાજીનામું

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!