GSTV

ચા ઉત્પાદકોએ સરકાર દ્વારા 1984માં બહાર પાડવામાં આવેલ ટી માર્કેટિંગ કંટ્રોલ એટલે કે ટીએમસીને હટાવવાની કરી માંગ

Last Updated on October 22, 2021 by Vishvesh Dave

કૃષિ પ્રધાન દેશ ભારત વિશ્વમાં સૌથી મોટો ચા ઉત્પાદક દેશોમાં એક છે.જોકે ચાનો સમાવેશ કૃષિ ક્ષેત્રમાં થતો નથી.અને અંગે વારંવાર કેન્દ્ર સરકારને રજૂઆતો થઈ છે.. બીજી તરફ જીએસટી આવ્યા બાદ તો ચા ઉદ્યોગ પર માઠી અસર પડી રહી છે. ચા ઉત્પાદનમાં જોડાયેલી ડીએમ ગ્રુપ ઓફ કંપનીના મતે ગત જીએસટી ક્લિયર નથી. જેના કારણે ચાનુ ઉત્પાદન ડિસ્પેચ કરી શકતી નથી.તેઓએ મતે હવે તો તમામ કામગીરી ડીજીટલી છે. અને તેથી ગરબડ થવાની પણ સંભાવના નથી. તો સાથે જ સરકાર ટીએમસી હટાવી દે તેવી પણ માંગ ઉઠી છે.

ભારતમાં ચાનો ઈતિહાસ 2000 વર્ષ જૂનો છે, આ દેશના સૌથી સુંદર ચાના બગીચા છે

સરકારે 1984માં જે ટી માર્કેટિંગ કંટ્રોલ એટલે કે ટીએમસી આદેશ બહાર પાડ્યો તે હટાવવાની માંગ ઉઠી છે. ટી માર્કેટિંગ કંટ્રોલના આદેશ બાદ ચાના બગીચા માલિકોએ ચાનુ ઉત્પાદન ચા ઉત્પાદિત કેન્દ્રને જ વેચવુ પડે છે. જેથી અન્ય ખરીદદારો ચાના બગીચા માલિકોનો સંપર્ક કરી શકતી નથી. જો સરકાર ટીએમસી હટાવી દે તો તેઓના ચાના બગીચાના ઉત્પાદનને ઓપન બજાર મળી શકે. તો સાથે જ ચાને આવશ્યક વસ્તુઓની કેટેગરીમાં પણ મુકવામાં નથી આવતો જેના કારણે પણ ચા બગીચાના માલિકોને નુકસાન વેઠવાનો વારો આવે છે.

ચા બગીચાના માલિકોના મતે જો સરકાર ટીએમસીને ખતમ કરે તો ટી ગાર્ડન જીવિત રહી શકે છે. આ સાથે જ કૃષિ સેક્ટરમાં તેને સામેલ કરવામાં આવે તે એમએસપી મળી શકે. સરકારે ચાના બગીચાના માલિકોને ગ્રાન્ટ પણ આપવી જોઈએ તેવી પણ માંગ કરી રહ્યા છે..ઓછામાં ઓછી પ્રતિ ઈન્ડસ્ટ્રી ચારથી પાંચ કરોડ રૂપિયાના ગ્રાન્ટ જરૂરી છે. જો આસામમાં ચા ઉદ્યોગને પાંચ હજાર કરોડ રૂપિયાની આર્થિક મદદ મળે તો તે આગળ વધી શકે છે. આ ઉપરાંત સરકાર પ્રતિ યુનિટ ચારથી પાંચ કરોડ રૂપિયાની વ્યાજ વગરનો લોનની પણ વ્યવસ્થા કરે તેનાથી પણ રોજગારીની તકો યથાવત રહેવાની ચાના બગીચાના માલિકોને આશા છે. સરકાર પાસે વિવિધ રીતે મદદની અપેક્ષા સાથે બેઠેલા આ લોકો માટે સરકાર આગળ ન આવે તો લાંબા સમય બાદ ચા ઉદ્યોગને વ્યાપક અસર થઈ શકે છે.

ALSO READ

Related posts

વધુ એક સંકટ / હવે ઓમિક્રોનમાંથી ઉદ્ભવ્યો વધુ એક નવો વેરિઅન્ટ, સ્વાસ્થ્ય એજન્સીએ આપ્યા તપાસના તપાસ

GSTV Web Desk

ભાઈ…ભાઈ…/ પત્નીથી કંટાળી ગયેલા લોકો માટે આશ્રમ ખુલ્યો, અહીં એવા લોકોને જ આવવાની છૂટ છે જેને બીજા લગ્નનો વિચાર પણ ન આવે

Pravin Makwana

QR Code Scanning: ક્યૂઆર કોડના સ્કેનીંગથી ઓળખી શકાશે કે દવા અસલી છે કે નકલી, ખૂબ જ સરળતાથી જાણી શકશો આ વાત

Pravin Makwana
Do NOT follow this link or you will be banned from the site!