GSTV
World

Cases
5058620
Active
6847690
Recoverd
560141
Death
INDIA

Cases
283407
Active
515386
Recoverd
22123
Death

કારગિલ યુદ્ધ સમયે ત્યાં જ રોકાઇ ગયો હતો આ ચા-વાળો, જાતે ચા બનાવી જવાનોને પીવડાવતો

ટૉલોલિંગની લડાઇ વર્ષ 1999ના કારગિલ યુદ્ધના નિર્ણાયક બિંદુઓમાંની એક હતી. ટૉલોલોંગ શિખર શ્રીનગર-લેહ રાજમાર્ગ પર આવેલ છે. યુદ્ધ દરમિયાન પાકિસ્તાની ઘુસણખોરો એક ચોટી પર કબ્જો કરી લીધો હતુ, ત્યારબાદ પહાડીઓના મુશ્કેલ વિસ્તારોમાં આ ચોટીને પાછી મેળવવા માટે ભારતીય સેનાને ઘણા પડકારોનો સામનો કરવાનો હતો.

ટૉલોલિંગની ચોટી પાછી ભારતમાં લાવવા માટે મેજર રાજેશ અધિકારી, દિગેન્દ્ર કુમાર અને કર્નલ રવિંદ્રનાથે મહત્વનો રોલ અદા કર્યો હતો. મેજર રાજેશ અધિકારી (મરણોપરાંત) અને દિગ્ર્ન્દ્ર કુમારને ટૉલોલિંગ ચોટી હાસિલ કરવામાં મહત્વનો રોલ અદા કરવા માટે ભારતના બીજા સૌથી મોટા સૈન્ય સન્માન મહા વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

તો કર્નલ રવિંદ્રનાથને લડાઇમાં તેમની ભૂમિકા બદલ વીર ચક્રથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સિવાય એવા ઘણા હીરો આ લડાઇમાં હતા, જેમનું નામ લેવામાં આવ્યું નથી પરંતુ ટૉલોલિંગ ચોટી પાછી મેળવવામાં તેમનું યોગનામ મહત્વનું હતું. આજે અમે એક એવા હીરો વિશે વાત કરી રહ્યા છીએ, જેથી પાસે પૂરેપૂરી તક હતી કે, યુદ્ધ સમયે સુરક્ષિત સ્થળે જતા રહેવું, છતાં આ નસીમ અહમદે એવું ન કર્યું અને ત્યાં જ રહ્યો.

61 વર્ષના નસીમ અહમદ વર્ષોથી ચા વેચી રહ્યા છે. દેહરાદૂનના રહેવાસી નસીમ કારગિલ યુદ્ધ દરમિયાન જમ્મૂ એન્ડ કશ્મીરમાં રહેતા હતા. સ્થાનિક અને બહારના લોકો જંગ દરમિયાન ત્યાંથી નીકળી ગયા, પરંતુ નસીમ ત્યાં જ રહ્યા અને ચાની દુકાન ચલૌ રાખી અને ભારતીય સૈનિકોને ચા પીવડાવતા રહ્યા.

એક રિપોર્ટ અનુસાર, નસીમે કહ્યું, “મને ડ્રાસમાંથી નીકળવાની ઘણી તકો મળી હતી, પરંતુ મારા દિલે મને મંજૂરી ન આપી. એટલું જ નહીં, મારી દુકાન પર કામ કરતા લોકો પણ ભાગી ગયા. આ વિસ્તારમાં બહુ ઓછી ચાની દુકાનો હતી, યુદ્ધ દરમિયાન બધી જ બંધ થઈ ગઈ હતી. જીવન અસ્ત-વ્યસ્ત થઈ ગયું હતું. મેં નક્કી કર્યું કે, હું અહીં જ રોકાઇશ અને ભારતીય સેનાની સેવા કરીશ.”

ત્યારબાદ નસીમ અહમદે કહ્યું, “સેનાનો કાફલો જ્યારે પણ દ્રાસથી પસાર થતો ત્યારે મારી ચાની દુકાને આવીને ઊભો રહેતો, હું તેમને ચા પીવડાવતો અને ખવડાવતો હતો. મને ખબર હતી કે આ જોખમી છે, પરંતુ મને એ વાતનો સંતોષ હતો કે, હું દેસ માટે મારું થોડું તો યોગદાન આપી શકું છું.”

યુદ્ધના અંતિમ દિવસોને યાદ કરતાં નસીમ અહમદે કહ્યું, “એક આર્મી ઓફિસર મારા વતન દેહરાદૂનના હતા. તેમણે મને પ્રેરણા આપી કે હું અહીં જ રહું. મને આર્મી દ્વારા રાશન આપવામાં આવતું હતું અને હું જવાનો માટે ચા અને જમવાનું બનાવતો હતો. સેના માટે આ બધુ કરવામાં મને સંતોષ મળતો હતો. આ બધુ હું જીવનમાં ક્યારેય નહીં ભૂલી શકું. એ દિવસોમાં ત્યાં રહેવું ખૂબજ મુશ્કેલ હતું.”

ત્યારબાદ નસીમે કહ્યું, “હું ભગવાનને પ્રાર્થના કરું છું કે, ફરી ક્યારેય આવું ન થાય. અત્યારે દ્રાસ પૂરેપૂરું બદલાઇ ગયું છે. અત્યારે બહુ વિકાસ થઈ ગયો છે. યુદ્ધના કારણે દુનિયાભરના લોકો દ્રાસ વિશે જાણતા થઈ ગયા છે.”

Related posts

કારગિલ યુદ્ધમાં થઇ ગઇ આ એક ચૂક અને જીવતાં બચી ગયાં હતાં મુશર્રફ અને નવાઝ શરીફ

Bansari

કારગિલ વિજય દિવસ પર અક્ષય કુમારે ભારતના જવાનોને સલામ કરતો વીડિયો શેર કર્યો

GSTV Web News Desk

કારગિલના શૌર્યને સલામ: 20 વર્ષ પહેલાં જ્યારે ભારતે દુનિયાને આપ્યો પોતાની તાકાતનો પરચો

Bansari
Do NOT follow this link or you will be banned from the site!