સુરતમાં સેન્ટ્રલ ઝોનમાં આજથી ચાની લારી અને પાનના ગલ્લા ત્રણ દિવસ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે. ચાની લારીઓ અને પાનના ગલ્લાઓ પર થતી ભીડના પગલે નિર્ણય લેવાયો છે. મહાપાલિકા કર્મચારીઓની રજા પણ રદ્દ કરવામાં આવી છે. સુપર સ્પ્રેડર બનતા લોકો સામે અગાઉ પણ પગલાં લેવાઇ ચૂક્યા છે. તકેદારીના ભાગરૂપે મહાપાલિકાએ નિર્ણય લીધો છે. આ ઉપરાંત સુરત મહાનગરપાલિકા કમિશનર અને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન વચ્ચે બેઠક યોજાઇ હતી.

મહાનગરપાલિકા કમિશનર અને ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન વચ્ચે બેઠક યોજાઇ
જેમાં ખાનગી હોસ્પિટલમાં કોરોના માટે રિઝર્વ બેડની વ્યવસ્થા કરવા સૂચના આપવામાં આવી છે. કોરોનાના કેસ વધે તો ઓક્સિજન..વેન્ટિલેટર સહિતની વ્યવસ્થા પૂરતી સંખ્યામાં રાખવા આદેશ અપાયો છે. આગામી દિવસોમાં પરિસ્થિતિ બગડે તો તે પ્રમાણેનું આયોજન કરવા પણ સૂચન કરવામા આવ્યુ છે.

ગુજરાતમાં કોરોનાથી દિવસેને દિવસે ભયાવહ સિૃથતિ

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં કોરોનાથી દિવસેને દિવસે ભયાવહ સિૃથતિ સર્જાઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં રેકોર્ડ 1515 વ્યક્તિ કોરોનાના સંક્રમણમાં સપડાઇ છે. ગુજરાતમાં કોરોનાએ 1500ની સપાટી વટાવી હોય તેવું સૌપ્રથમવાર બન્યું છે. આ સાથે જ ગુજરાતમાં કોરોનાના કુલ કેસનો આંક હવે 1,95,917 થઇ ગયો છે. હાલ 13285 એક્ટિવ કેસ છે જ્યારે 95 દર્દી વેન્ટિલેટર પર છે. છેલ્લા 24 કલાકમાં વધુ 9 સાથે કોરોનાથી કુલ મરણાંક હવે 3846 છે. છેલ્લા 24 કલાકની સિૃથતિ પ્રમાણે ગુજરાતમાંથી પ્રત્યેક મિનિટે 1થી વધુ વ્યક્તિને કોરોનાની ઝપેટમાં આવી રહી છે.
READ ALSO
- ‘ભારતે આ બાબતને ગંભીરતાથી લેવાની જરૂર છે…’ અમેરિકાના દાવા બાદ કેનેડાના PM જસ્ટિન ટ્રુડોનું મોટું નિવેદન
- અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી કિસિંજરનું નિધન, 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન વિવાદાસ્પદ રહી હતી ભૂમિકા
- ભાગ્યશાળી લોકોના શરીરની આ જગ્યાઓ પર તલ હોય છે, તેઓ અચાનક બની જાય છે ધનવાન
- શિયાળામાં આદુનો હલવો ખાવાથી મળે છે આ 5 સ્વાસ્થ્ય લાભ, આજે જ આહારમાં કરો સામેલ
- સુરત/ એથર કંપનીમાં બ્લાસ્ટ મામલો: છ કર્મચારીઓના મૃતદેહ મળ્યા, FSLની ટીમ ઘટનાસ્થળે પહોંચી