GSTV
Home » News » ભારતમાં સતત ભાવ વધતા જાય છે અને પાકિસ્તાનમાં ચાની નિકાસ વધારાઈ, આ છે કારણ

ભારતમાં સતત ભાવ વધતા જાય છે અને પાકિસ્તાનમાં ચાની નિકાસ વધારાઈ, આ છે કારણ

પુલવામાં આતંકવાદી હુમલો અને બાલાકોટ એરસ્ટ્રાઈક પછી પાકિસ્તાનમાં ભારતની ચાની નિકાસ નબળી પડી હતી. પરંતુ હાલમાં તેમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. કેન્યામાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે, જેના પરિણામે ચાના ઉત્પાદનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે અને તેના પરિણામે મોમ્બાસાની હરાજીમાં ભાવમાં ૧૫-૨૦ ટકાનો વધારો થયો છે.

આથી પાકિસ્તાન પાસે ભારતમાંથી મોટા પ્રમાણમાં ચાની આયાત કરવા સિવાય અન્ય કોઈ વિકલ્પ નથી. આ વધારો ચાલું રહેશે, તો વર્ષ ૨૦૧૯માં ભારતની ચાની નિકાસમાં ૨-૨.૫ કરોડ કિલોગ્રામ જેટલો વધારો જોવા મળશે, જ્યારે વર્ષ ૨૦૧૮માં નિકાસ ૧.૫૮ કરોડ કિલોગ્રામની કરવામાં આવી હતી. યુએનના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન(એફએઓ) અનુસાર, વર્ષ ૨૦૦૭ થી વર્ષ ૨૦૧૬ વચ્ચેના સમયગાળા દરમિયાન પાકિસ્તાનના ચાનો પ્રતિ માથાદીઠ વપરાશમાં ૩૫.૮ ટકાનો વધારો નોંધવામાં આવ્યો હતો.

હાલમાં પાકિસ્તાની લોકો ૧,૭૨,૯૧૧ ટન બ્લેક ટીનો વપરાશ કરે છે, જ્યારે આ આંક વર્ષ ૨૦૨૭ સુધીમાં વધીને ૨,૫૦,૭૫૫ ટનનો થવાનો અંદાજ છે. ધ ઈન્ડિયન ટી એસોસિએશન(આઈટીએ) જણાવ્યું કે, જો આ વલણ ચાલું રહેશે, તો આ વર્ષે ૨-૨.૫ કરોડ કિલોગ્રામ નિકાસમાં વધારો થવાની આશા છે. ટી બોર્ડના સત્તાવાર આંકડા અનુસાર, માર્ચ મહિનામાં ભારતની ચાની નિકાસ વધીને રૂ.૭.૪૬ કરોડ કિલોગ્રામ જેટલી થઈ હતી, જે માર્ચ ૨૦૧૮માં ૬.૧૦ કરોડ કિ.ગ્રા હતું.

Read Also

Related posts

આઇટીબીપીના 57માં સ્થાપના દિવસ પહેલા ઇન્ડો તિબેટ બોર્ડર પોલીસના ડીજી એસ.એસ.દેસવાલે આપ્યું નિવેદન

pratik shah

દૂધ-પનીરનાં વધારે વપરાશથી વધી શકે છે પ્રોસ્ટેટ કેન્સરનો ખતરો, અભ્યાસમાં થયો દાવો

pratik shah

થરાદમાં વકરી રહ્યો છે રોગચાળો, રોજ ડેન્ગ્યૂનાં કેસ નોંધાતા ભયનો માહોલ

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!