GSTV
World

Cases
7044422
Active
12826901
Recoverd
749358
Death
INDIA

Cases
653622
Active
1695982
Recoverd
47033
Death

ચાની ચૂસ્કી થશે મોંઘી, જૂન મહિનામાં વિવિધ બ્રાન્ડની ચાના ભાવમાં 10.6 ટકાનો વધારો

આ વર્ષે દેશમાં ચાના ભાવ વધવાના એંધાણ છે. ફાસ્ટ મુવીંગ કન્ઝ્યુમર ગુડ્ઝ મેજર હિંદુસ્તાન યુનિલિવર લિમિટેડ અને ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સએ જુન મહિનામાં વિવિધ બ્રાન્ડની ચાના ભાવમાં 10.6 ટકાનો વધારો કર્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું છે. ડીલરોના જણાવ્યાં અનુસાર હિન્દુસ્તાન યુનિલીવરે તાજા ટીના વેરિયન્ટના ભાવમાં 9.1% અને તાજમહેલ ટીના ભાવમાં 10.6% સુધી વધારો કર્યો છે.

ડીલરોએ જણાવ્યું હતું કે તેણે લિપ્ટન યલો લેબલ ટીના વિવિધ પ્રકારોના ભાવમાં પણ 10% અને બ્રૂક બોન્ડ રેડ લેબલ ટી અને બ્રૂક બોન્ડ રેડ લેબલ નેચરલ કેર ટીના ભાવમાં અનુક્રમે 10.5% અને 12.5% સુધી વધારો કર્યો છે. રિફ્રેશમેન્ટ બિઝનેસમાં જેમાં ચા અને કોફીનો સમાવેશ થાય છે તેમાં યુનિલિવર 15% હિસ્સો ધરાવે છે. બીજી તરફ એ જ રીતે ટાટા કન્ઝ્યુમર પ્રોડક્ટ્સે જૂનમાં ટાટા ટી જેમિનીના ભાવમાં લગભગ 2% જેટલો વધારો કર્યો છે.

ટાટા ટી જેમિનીના 250 ગ્રામ પેકેટની કિંમત હવે 100 રૂપિયા થશે જે અગાઉ 98 રૂપિયામાં મળતું હતું. COVID-19 અને દેશવ્યાપી લોકડાઉનને કારણે ચાના ઉત્પાદનમાં ઘટાડો જોવા મળ્યો હતો. ટી-બોર્ડ ઈન્ડિયાના અધિકારીઓએ જણાવ્યું છે કે જાન્યુઆરી-જૂન દરમિયાન આસામમાં ઉત્પાદનમાં વર્ષે આશરે 45 ટકાનો ઘટાડો જોવા મળે છે. જે દેશના કુલ વાર્ષિક ઉત્પાદનમાં રાજ્યનો અડધો હિસ્સો છે.

અત્રે નોંધનીય છે કે દેશમાં પ્રથમ વખત ચાની કિંમતોમાં 40થી 60 ટકાનો વધારો જોવા મળ્યો છે. ચાની મજબૂત માંગ અને ભારે અછતને કારણે આ સ્થિતિ જોવા મળી છે. ટી બોર્ડના આંકડાઓ અનુસાર ગૌહાટીમાં મે માસ દરમિયાન થયેલ પ્રથમ હરાજીમાં ચાની કિંમત 50 ટકા વધીને 217.12 રૂપિયા પ્રતિકિલો થઇ ગઈ છે.

READ ALSO

Related posts

ફારુખ અબ્દુલ્લાની અરજી પર જમ્મુ કાશ્મીર હાઇકોર્ટમાં રાજ્ય સરકારની રજૂઆત, કહ્યું: “એકપણ નેતા નથી અટકાયતમાં”

pratik shah

સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષા, ડેમમાં આવ્યા નવા નીર

pratik shah

તમારા ખિસ્સામાં હંમેશાં રાખો આ વસ્તુ, ક્યારેય પૈસાની નહીં થાય તંગી

Mansi Patel
Do NOT follow this link or you will be banned from the site!