Don’t Consume Tea With Namkeen: ભારતમાં ચાને શોખનું બીજું નામ કહેવામાં આવે છે, કારણ કે તે પાણી પછી સૌથી વધુ પીવાતુ પીણું છે. સવારની શરૂઆત હોય કે સાંજનો આરામનો સમય, ચાની ચુસ્કી લીધા વગર પસાર થતો નથી. પરંતુ ચા પીતી વખતે ઘણી વખત એવી ભૂલો થઈ જાય છે જે સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે. ઘણા લોકોને ચાની સાથે નમકીન નાસ્તો ખાવાનું પસંદ હોય છે, પરંતુ મોટાભાગના લોકોને ખબર નથી હોતી કે આમ કરીને તેઓ પોતાના જ શરીરના દુશ્મન બની રહ્યા છે. આ અંગે નિષ્ણાતે જણાવ્યું કે ચા સાથે નમકીન ખાવાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે.

ચા અને નમકીન એકસાથે ખાવાના ગેરફાયદા
અપચો
ચા બનાવવા માટે ખાંડનો ઉપયોગ થાય છે અને નમકીન બનાવવા માટે મીઠું વપરાય છે. મોટાભાગના ડોકટરો ખારી અને મીઠી વસ્તુઓ એકસાથે ખાવાની ભલામણ કરતા નથી. આમ કરવાથી પેટમાં ગેસ બને છે અને અપચાની સમસ્યા ઉભી થાય છે.
એસિડિટી
કેટલીક ખારી વસ્તુઓ છે જેમાં ડ્રાય ફ્રુટ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તમને જણાવી દઈએ કે બદામ ક્યારેય ચા સાથે ન ખાવી જોઈએ. જો તમે ચા સાથે ડ્રાયફ્રુટ્સ વાળુ નમકીન ખાઓ છો તો એસિડિટીની સમસ્યા થઈ શકે છે.

પેટમાં ચૂક આવવી
ચામાં દૂધનો ઉપયોગ થાય છે અને દૂધ સાથે ખારી વસ્તુઓ બિલકુલ ન ખાવી જોઈએ કારણ કે તે સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. ખારી વસ્તુઓમાં શુદ્ધ કાર્બોહાઇડ્રેટ હોય છે, જે પચવામાં પણ ખૂબ જ મુશ્કેલ હોય છે. જો તમે ચા અને નમકીન એકસાથે ખાઓ છો તો પેટમાં ચૂક આવી શકે છે.
પેટમાં દુખાવો
કેટલાક નમકીન ચણાના લોટની મદદથી બનાવવામાં આવે છે, પરંતુ તેને ચા સાથે ખાવાથી પેટમાં દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે. તેમજ હળદર વાળુ નમકીન ખાવાથી પાચન બગડે છે. જો તમે પણ ચા અને નમકીન એકસાથે ખાવાના શોખીન છો તો આજે જ આ આદત છોડી દો નહીંતર નુકસાન ઉઠાવવા તૈયાર રહેજો.
Read Also
- મોટી દુર્ઘટના ટળી/ સુરતમાં મુસાફરો ભરેલી બસ વરસાદી પાણીમાં ફસાઇ, 20 મુસાફરોનું દિલધડક રેસ્ક્યુ
- મદ્રાસ હાઈકોર્ટે ‘નો કાસ્ટ, નો રિલિજિયન’ પ્રમાણપત્ર આપવાનો આદેશ આપ્યો, શાળામાં પ્રવેશ ન મળવા માટે કરાઈ હતી અરજી
- પૂરની સ્થિતિ/ નર્મદા નદીમાં પાણી છોડાતા ચાંદોદમાં રાત્રે વાગ્યુ સાયરન, ફફડીને લોકો પથારીમાંથી ઉભા થઇ ગયા
- મહારાષ્ટ્રના ગોંદિયામાં પેસેન્જર ટ્રેનની માલગાડી સાથે ટક્કર થતાં થયો રેલ અકસ્માત, 50થી વધારે યાત્રી થયાં ઘાયલ
- રાજકોટમાં આજથી મોજ- મસ્તીના મૂકામ જેવો પાંચ દિવસીય લોકમેળો, 15 લાખથી વધુ લોકો ઉમટી પડવાનો અંદાજ