GSTV
World

Cases
6915765
Active
11731633
Recoverd
721007
Death
INDIA

Cases
619088
Active
1427005
Recoverd
42518
Death

TDS ને TCS ના સ્ટેટમેંટ જાહેર કરવાની સમયમર્યાદામાં થયો વધારે, હવે આ છે નવી ડેડલાઈન

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેંટે ટેક્સપેયર્સને મોટી રાહત આપતા ફાયનેંશિયલ વર્ષ 2019-20ની TDS અને TCSની સ્ટેટમેંટની તારીખ 31 જુલાઈ સુધી વધારવાનો નિર્ણય લીધો છે. તે સિવાય TDS/TCS ના સર્ટિફિકેટને જાહેર કરવાની તારીખ 15 ઓગષ્ટ 2020 સુધી વધારી દીધી છે. ટેક્સેશનની ભાષા પ્રમાણે, TDS નો અર્થ કમાણીના સ્ત્રોતથી જ ટેક્સનો કપાત કરવાનો છે. અસેસમેંટ વર્ષ 2020-21 માટે કરદાતા પોતાનુ આયકર રિટર્ન 30 નવેમ્બર સુધી ભરી શકે છે. આ ફાયદો ઓડિટવાળા કરદાઓને પણ લાભ મળશે.

જે વેપારી ખરીદદાર પાસેથી વસૂલ કરે

ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટે ટ્વીટ કરી આ સંબંધમાં જાણકારી આપી છે કે, TDS નો અર્થ કમાણીવાળા સ્ત્રોતમાંથી જ ટેક્સનુ કલેક્શન છે. જ્યારે કે, TCSનો અર્થ કારોબારમાં ટેક્સ કલેક્શનથી છે. ટીસીએસ તે ટેક્સ છે, જે વેપારી ખરીદદાર પાસેથી વસૂલ કરે છે. વેપારી મિનરલ, ટિંબર વુડ, સ્ક્રેપ, તેંદુ પત્તે વગેરેમાં જ ટીસીએસ લેતા હોય છે.

માત્ર ટેક્સ જ ચૂકવવો પડશે

આ વચ્ચે કોઈપણ પ્રકારના વિવાદોમાં ફંસાયેલા કરદાતાઓ માટે રાહતવાળી વાત છે કે, હવે વિવાદ સે વિશ્વાસ સ્કીમનો ફાયદો 31 ડિસેમ્બર સુધી ઉઠાવી શકે છે. આ સ્કીમનો ફાયદો લેવા પર કરદાતાઓને પેન્લ્ટી અને વ્યાજ લાગશે નહી અને માત્ર ટેક્સ જ ચૂકવવો પડશે. આયકર અધિનિ.મ 1961ની ધારા 192 કહે છે કે, પ્રત્યેક નિયોક્તાને કર્મચારીને પગાર આપતા સમયે અનિવાર્ય રૂપથી કરમાં કપાત કરવાની હોય છે. કરનો દર લાગુ આયકર સ્લેબથી અનુરુપ હોવો જોઈએ. જોકે, નાણાકિય વર્ષ 2021 માટે કર્માચારીઓને ઉપલબ્ધ બેવડા આયકર સ્લેબની સાથે આ પર ભ્રમ હતો કે, વેતન પર ટેક્સ કેવી રીતે કાપવો જોઈએ.

READ ALSO

Related posts

AIIMS Recruitment 2020: નર્સિંગ માટે નિકળી 4000 જગ્યાઓની ભરતી, આવી રીતે કરો અરજી

Pravin Makwana

અમદાવાદના આ મોલમાં 50%ની ઓફરનો લાભ લેવા મોટી સંખ્યામાં ઉમટ્યા લોકો, કોર્પોરેશને મોલને કર્યો સીલ

Nilesh Jethva

સસ્તા ભાવે મોબાઈલ, લેપટોપના વેચાણના નામે છેતરપીંડી કરતા 3 વ્યક્તિની ધરપકડ, 1100 લોકો સાથે કરી છે ઠગાઈ

Nilesh Jethva
Do NOT follow this link or you will be banned from the site!