GSTV
Home » News » આંધ્રપ્રદેશમાં સત્તાની ચીરવિદાય પછી, ચંદ્રબાબુ નાયડુના દિકરાની સુરક્ષામાં થયો ઘટાડો

આંધ્રપ્રદેશમાં સત્તાની ચીરવિદાય પછી, ચંદ્રબાબુ નાયડુના દિકરાની સુરક્ષામાં થયો ઘટાડો

આંધ્રપ્રદેશમાં સત્તાની ચીર વિદાય પછી ચંદ્રબાબુ નાયડુને મળી રહેલી તમામ સગવડો પર કાપ મૂકવામાં આવ્યો છે. હવે તેલગુ દેશમ પાર્ટી (ટીડીપી) ના અધ્યક્ષ ચંદ્રબાબુ નાયડુના પરિવારના સભ્યોની સુરક્ષામાં ઘટાડો થયો છે. તેમના દિકારા નારા લોકેશને મળેલી ઝેડ કેટેગરીની સુરક્ષા દૂર કરવામાં આવી છે. ભૂતપૂર્વ પ્રધાન નારા લોકેશની સુરક્ષા 5 + 5 થી ઘટાડીને 2 + 2 માં દેવામાં આવી છે.

અગાઉ, આંધ્રપ્રદેશ મુખ્યમંત્રી વાયએસ જગન મોહન રેડ્ડીએ પ્રજા વેદિકા બિલ્ડીંગને તોડી પાડવાનો આદેશા આપવામાં આવ્યો છે. જ્યારે આ બિલ્ડીંગ તોડવાનું કામ મંગળવારે શરૂ થશે. હાલ ચંદ્રબાબુ નાયડુ પ્રજા વેદિકા’ માં જ રહે છે. ભૂતકાળમાં ચંદ્રબાબુ નાયડુ એ જગન મોહન રેડ્ડીને પત્ર લખ્યો હતો કે પ્રજા વેદિકાને નેતા વિપક્ષનું સત્તાવાર નિવાસસ્થાન જાહેર કરવામાં આવે. શનિવારે વાયએસઆર કોંગ્રેસ પક્ષની સરકાર ચંદ્રાબાબુ નાયડુ અમરાવતી નિવાસને પોતાના ક્બજા લીધો હતો.

તેલુગુ દેશમ પાર્ટીએ તેને આ બદલો લેવાનું કામ કરી રહી છે. વિરોધ પક્ષે આક્ષેપ કર્યો હતો કે સરકાર ભૂતપૂર્વ મુખ્ય મંત્રી સામે કોઈ ગુડવિલ બતાવી રહી નથી. કારણ કે તેમના સામાનને અમરાવતીનાં ઉંદાવલ્લી ઘરની બહાર ફેંકવામાં આવ્યા છે.

ઉલ્લેખનીય છે કે પ્રજા વેદીકાનું નિર્માણ આંધ્ર પ્રદેશની રાજધાની ક્ષેત્રની ડેવલપમેન્ટ ઓથોરિટી (એપીસીઆરડીએ) દ્વારા તત્કાલીન મુખ્યમંત્રીના નિવાસના વિસ્તરણ તરીકે સરકારે બનાવ્યું હતું. નાયડુએ પાર્ટી હાઉસિંગ માટે સત્તાવાર હેતુ માટે પાંચ કરોડ રૂપિયામાં આ મકાન બનાવ્યું હતું.

આ મહિનાની શરૂઆતમાં, નાયડુ, મુખ્ય પ્રધાન વાય. જગન મોહન રેડ્ડીને પત્ર લખીને, તેમણે મીટિંગ્સ માટે આ માળખાના ઉપયોગની પરવાનગી માંગી હતી. તેમણે સરકારને વિરોધ પક્ષના પક્ષના નિવાસની જાહેરાત કરવાની વિનંતી કરી હતી. જ્યારે નાયડુ તેમના પરિવાર સાથે હાલ વિદેશમાં રજા ગાળી રહ્યા છે.

READ ALSO

Related posts

સાધ્વી પ્રજ્ઞાએ આપેલા નિવેદનથી પ્રધાનમંત્રીની એક યોજનાનું અપમાન થઈ ગયું છે

Mayur

Pakના ફેમસ એક્ટરની પત્નીનો આરોપ: હું ગર્ભવતી હતી ત્યારે મને જમીન પર ધસડીને લાતો મારી

NIsha Patel

એકલા હાથે ચૂંટણી લડવાની કરો તૈયારી, મહારાષ્ટ્રમાં શિવસેનાને લાગશે ઝટકો

Karan
Do NOT follow this link or you will be banned from the site!