GSTV
Gujarat Government Advertisement

વર્ષ 2022માં 3 ટેક્નો જાયન્ટ કંપનીઓમાં ખુલશે બમ્પર જૉબ, આપશે આટલો અધધધ પગાર

Last Updated on April 15, 2021 by Pritesh Mehta

દેશની ટોચની ટેક્નો કંપની અને સોફ્ટવેર સર્વિસીસ એક્સપોર્ટર ઇન્ફોસિસ દેશ અને દુનિયાની જુદી જુદી કોલેજો માંથી 26 હજારથી વધુ ફ્રેશર્સની ભરતી કરવાનું આયોજન કરી રહી છે. જોકે, નાણાકીય વર્ષ 2021 માટે Q4 નો Attrition Rate વધીને 15%QoQ થયો હતો, કંપનીના ચીફ ઓપરેટિંગ ઓફિસર, પ્રવીણ કુમાર રાવ એ જણાવ્યું કે કંપની પોતાના કર્મચારીઓનું એન્ગેજમેન્ટ લેવલ જાળવી રાખી રહી છે ખાસ કરીને કમ્પેન્સેશન સાયકલ જે આગામી જુલાઈ 2021ટી લાગુ થશે.

ટેક્નો

નાણાકીય વર્ષ 2021 દરમ્યાન, કોરોના મહામારીને કારણે ઉભી થયેલી અનિશ્ચિતતાઓને લીધે ભાવ ઘટવાની પ્રક્રિયામાં, કંપનીએ કર્મચારીઓના પ્રમોશન અને પગાર વધારામાં મોડું કરવું પડ્યું હતું.

રાવએ વધુમાં જણાવ્યું કે, આગામી કેટલાંક મહિનાઓ દરમ્યાન ઘર્ષણ દર (Attrition Rate ) વધુ રહેવાની શક્યતાઓ છતાં કંપની સક્રિય રીતે સારા ટેલેન્ટને નોકરી આપશે. તો બીજી તરફ, TCS એ જણાવ્યું કે સોમવારે ઘર્ષણ દર (Attrition Rate ) 7.2% YoY સુધી આયર સુધીના નીચે સ્તરે રહ્યો.

ઇન્ફોસિસના CEO , સલિલ પારેખે જણાવ્યું છે કે કુલ બિઝનેસનો 50% બિઝનેસ ડિજિટલ થઇ રહ્યો છે ત્યારે કંપનીએ પોતાના કર્મચારીઓ માટે ડિજિટાઇઝેશન તાલીમી કાર્યક્રમો પણ શરૂ કર્યા છે.

તો બીજી તરફ, ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS)એ જ્યાં ગત વર્ષ 40000 જેટલા નવા કર્મચારીઓને નોકરીઓ આપી હતી તો વર્ષ 2022માં પણ કંપની આટલી મોટી સંખ્યામાં કમર્ચારીઓને ભરતી આપવા જઈ રહી છે. ચોથા ત્રિમાસિકના મજબૂત નંબર્સ જાહેર કર્યા બાદ દેશની સૌથી મોટી સોફ્ટવેર સર્વિસીસ એકપૉર્ટરએ જણાવ્યું હતું કે પહેલાથી આવી રહેલી માંગને પહોંચી વળવા માટે પ્રતિભા સ્થાનમાં પુરવઠાનો કોઈ પડકાર જોવા નથી મળી રહ્યો.

ટીસીએસના ચીફ એચઆર ઓફિસર મિલિન્દ લાકડએ  જણાવ્યું છે કે અમારા ઓપરેટિંગ મોડલ્સ ઘણા સારા છે. તેઓ સીધા જ કોલેજ કેમ્પસ માંથી આવી રહ્યા છે. અમારી ઇન્ટરનલ ટેલેન્ટ ડેવલપમેન્ટ આખા વર્ષ દરમિયાન ચાલુ રહે છે અને કેટલાક લોકો બજારમાંથી નવા લેવામાં આવે છે. સાથે જ હવે, દેશમાં રાષ્ટ્રીય પરીક્ષાઓ પણ હવે વર્ષમાં ચાર વખત થઇ રહી છે જેથી અમારે જેટલા સારા લોકો લેવા હોય તેની તક મળે છે.

તો વધુ એક કંપની યુવાનોને રોજગાર આપવા માટે વધુ ઉદ્યોગ સાહસો હાથ ધરવા જઈ રહી છે. નોઈડા વહીવટી તંત્રે 13 જેટલી કંપનીઓને નોઈડામાં ઔદ્યોગિક જમીન ફાળવી છે. આ કંપનીઓમાં અદાણી એન્ટરપ્રાઇઝ અને ડિક્શન ટેક્નોલોજી પણ સામેલ છે. આ અભિગમની સાથે, નોઈડામાં 3870 કરોડ રૂપિયાનું રોકાણ થવાનો અંદાજ છે. એક નિવેદનમાં અધિકારીઓએ જણાવ્યું છે કે સેક્ટર 80માં 39,146 ચોરસ મીટર જમીન અદાણીને ડેટા સેન્ટર માટે ફાળવવામાં આવી છે. કંપની અહીં 2500 કરોડ રૂપિયાનું રોકાણ કરશે. અધિકારીઓએ જણાવ્યું છે કે અદાણી એન્ટરપ્રાઇઝ અહીં ડેટા સેન્ટર ઉભું કરશે, જેનાથી ન કેવળ વિસ્તારનો વિકાસ કરશે પણ સાથે સાથે રોજગારની નવી તકો પણ વિકસાવાશે.

દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો જીએસટીવીની વેબસાઈટ પર, સાથે જ ગુજરાત સમાચાર પર વાંચો રાજ્યના સૌથી વિશ્વસનીય અખબારના સમાચાર.

MUST READ:

Gujarat Government Advertisement

Related posts

બૂમરાણ/ સિવિલની 2000ની ડિમાન્ડ સામે મળ્યા માત્ર 275, કોરોના બાદ હવે ગુજરાતમાં નથી મળી રહ્યાં આ ઈન્જેક્શન

Damini Patel

ચિંતાનો વિષય/ અમદાવાદમાં ICU અને ઓક્સિજનના 8052 બેડ હજુ ભરાયેલા, જાણી લો કઈ હોસ્પિટલમાં કેટલા બેડ ખાલી

Bansari

મિસાલ/ મૂક-બધિર કોરોના દર્દીઓની તકલીફ સમજવા આ નર્સે કર્યુ એવું અનોખુ કામ, જાણશો તો તમે પણ કરશો સલામ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!