GSTV
World

Cases
4597471
Active
5744883
Recoverd
521164
Death
INDIA

Cases
227439
Active
379892
Recoverd
18213
Death

TCSને સેબીએ આપી ચેતાવણી, રોકાણકારોના નુકશાન અંગે કર્યા આ સવાલ

TCS

આઈટી જાયન્ટ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિઝ(TCS)ને તેની સામેના અમેરિકામાં કેસ સંબંધિત કેટલું નુકશાન થઈ શકે છે એ જાહેર નહીં કરાતાં મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા(સેબી) દ્વારા કંપનીને રોકાણકારોને મટીરિયલ ઈન્ફોર્મેશન જાહેર કરવામાં સાવચેત રહેવા જણાવી ચેતવણી આપવામાં આવી છે.

૯૪ કરોડ ડોલરની પેનલ્ટી

રોકાણકારોને પર્યાપ્ત, ચોક્કસ અને સમયસર માહિતી પૂરી પાડવા ડિસ્ક્લોઝર્સ કરવા ટીસીએસને સેબીએ જણાવ્યું છે. ઉલ્લેખનીય છે કે ૧૬,એપ્રિલ ૨૦૧૬ના ટીસીએસ દ્વારા એપિક સિસ્ટમ્સ સાથેના ઈન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી રાઈટ્સ સંબંધિત અમેરિકી કોર્ટના ચૂકાદા સંબંધિત ડિસ્કલોઝર શેર બજારોને કરાયું હતું પરંતુ કંપનીએ આ ચૂકાદાના ભાગરૂપ ૯૪ કરોડ ડોલરની પેનલ્ટી ફટાકારવામાં આવ્યાનો ઉલ્લેખ કર્યો નહોતો.

રૂ.૨૪,૨૯૨ કરોડનો ચોખ્ખો નફો

કંપનીએ નાણાકીય વર્ષ ૨૦૧૬માં કોન્સોલિડેટેડ ધોરણે રૂ.૨૪,૨૯૨ કરોડનો ચોખ્ખો નફો કર્યો હતો, ત્યારે આ નુકશાની નોંધનીય રહી હતી. ટીસીએસ દ્વારા ૧૬,એપ્રિલ ૨૦૧૬ના શેર બજારોને ડિસ્કલોઝરમાં આ કેસમાં ચૂકાદાથી નુકશાની કેટલી થવાનું રોકાણકારોને જાણ કરવી જરૂરી હતી. સેબીનો ૨૮,મે ૨૦૨૦નો આ પત્ર ટીસીએસ દ્વારા શેર બજારોને શુક્રવારે રજૂ કરાયો હતો.

Read Also

Related posts

રાજસ્થાનમાં ધરા ધ્રૂજી: અલવરમાં 4.7ની તીવ્રતાનો ભૂકંપ, દિલ્હી સુધી અનુભવાયા આંચકા

Bansari

424 કરોડના બેન્ક ફ્રોડ મામલે બુલંદ શહેરની કંપનીમાં CBIના દરોડા, મચ્યો હડકંપ

Bansari

મુંબઇ હુમલામાં સામેલ ખૂંખાર આતંકવાદીની હત્યા, ભારતમાં હુમલા માટે તૈયાર કરતો હતો આતંકીઓ

Bansari
Do NOT follow this link or you will be banned from the site!